ગાંધી જયંતિએ સેન્ટ ઝેવિયર્સ નલીયાના વિદ્યાર્થીઓનું  નલીયા એસ.ટી. ડેપોમાં સફાઈ અભિયાન

નલીયા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ નલીયાની સન્ટ ઝેવિયર્સ શાળાના વિધાર્થીઓ દ્વારા નલીયા એસ.ટી.ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નલીયાની સન્ટ ઝેવિયર્સ શાળાના વિધાર્થીઓ દ્વારા સવારે બે કલાક નલીયા એસ.ટી.ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું.શાળાના ધો-પ થી ૧૦ સુધીના વિધાર્થીઓએ બસ સ્ટેશન અને પરિસરની સફાઈ કરી કચરો એકત્રિત કરી તેના નિકાલની વ્યવસ્થા કરી હતી.શાળાના પ્રિન્સિપલશ્રી સાઝી જ્યોર્જએ મહાત્મા ગાંધીજીએ તેમના જીવન દરમ્યાન રાષ્ટ્ર માટે કરેલા કાર્યો અને જીવનમાં સફાઈના મહવ વિશે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.ગત વરસે શાળાના વિધાર્થીઓએ નલીયાની સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધરેલ હતું અને આ વરસે બસ મથકે અભિયાન હાથ ધરાયું છે તેની માહીતી આપી હતી.વિધાર્થીઓ સાથે શાળા સ્ટાફના શૈલેષ ભટ્ટી,સિનોઝ કુમાર, સેબેસ્ટીન, નલીયા એસ.ટી. ડેપો મેનેજર રામભાઈ ગઢવી, ચંદનસિંહ રાઠોડ સહિતના સહયોગી બન્યા હતા.