ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરાયું

અમદાવાદ : શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવે, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ. જોષી, રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રફુલ જલ્લુ, શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, સંગઠન મંત્રી અરૂણભાઈ જોશી, ઉપાધ્યક્ષ સરદારસિંહ મછાર,ઉપાધ્યક્ષ ખેતસીભાઈ ગજરા, સહ સંગઠનમંત્રી પરેશભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ, માધ્યમિક વિભાગના અધ્યક્ષ મહેશભાઈ જોષી સમારંભમાં હાજર રહ્યા હતા.