ગાંધીનગરમાં ૨ દિવસમાં ૩ અકસ્માત : ૩નાં મોત નીપજ્યાં

(જી.એન.એસ), ગાંધીનગર, જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ ચ-૦ સર્કલ પાસેથી અમદાવાદ તરફ જઇ રહેલા ટુ વ્હીલરને કારચાલકે ટક્કર મારી હતી. રાહુલ મહેશભાઇ ત્રિવેદી (રહે. ગણપત સોસા., શાહીબાગ)એ ફરિયાદ નોંધાવી હતી કે, પોતાનુ સુઝુકી એક્સેસ લઇને શહેરમા રહેતા તેમના ફૂવાને ત્યા મહેમાનગતિ માણવા આવ્યા હતા. મોડી સાંજે તેમની મમ્મી યોગીનીબેન, બહેન જૈમીનીને લઇ એક્સેસ ઉપર શાહીબાગ જવા નિકળ્યા હતા. ત્યારે ચ૦ સર્કલ તરફથી શાહીબાગ તરફ જતા ધોળાકૂવા પાસે પહોંચતા કાર નંબર જીજે ૧૮ બીએલ ૮૮૪૦નો ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.જેમાં ટુ વ્હીલર પર સવાર માતા પૂત્રીના સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે ચાલક રાહુલને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઇને સ્થળ ઉપર લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બીજા બનાવમાં મુકેશ દશરથજી ઠાકોર (રહે, બોરીજ, રતન ટેકરી ) સીએમ હાઉસમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવે છે. સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના ૫૦ વર્ષિય પિતા દશરથજી બેચરજી ઠાકોર ખાનગી નોકરી કરતા હતા.જન્માષ્ઠમીની રાત્રિએ આશરે સવા આઠ વાગ્યાના અરસામા સેક્ટર ૨૧ શાકમાર્કેટમા જવાનુ કહીને ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન ગામ પાસે જ આવેલા જૈન દેરાસર પાસે પહોંચતા એક વેગનઆર કાર નંબર જીજે ૦૧ એચકે ૨૭૦૮નો ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જેમા દશરથજીનુ મોત થયુ હતુ. મુકેશે ફરાર કારચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. ત્રીજા બનાવમાં રમેશ પિતામ્બરભાઇ પરમાર (રહે, મંગલમ ફ્લેટની સામે, બાપુનગર. મૂળ રહે, મીઠા ગામ, જોટાણા) એક્ટીવા લઇને પોતાના વતન મીઠા ગયા હતા.જ્યારે બીજા દિવસે તેમના એક્ટીવા ઉપર પત્નિ અરૂણાબેન અને દિકરા આદી સાથે પરત આવી રહ્યા હતા. ત્યારે પિંપળજ પાટિયા પાસે પહોચતા એક પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી બ્રેઝા કાર નંબર જીજે ૧૮ બીએલ ૫૪૨૭ના ચાલકે ટક્કર મારતા એક્ટીવા ચાલકે ટક્કર મારતા તેમની પત્નિ અને તેમને ઇજાઓ થઇ હતી. જ્યારે કાર ચાલક ટક્કર માર્યા બાદ ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમા કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.