ગાંધીનગરના સે.૨માં ઇકો કારના સાઇલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાઈ

(જી.એન.એસ), ગાંધીનગર, ગાંધીનગર શહેરમા ચોરીના બનાવો મોટા પ્રમાણમા વધી રહ્યા છે. જેમા વાહનના એક જ પાર્ટ્‌સની ચોરી કરવામા આવતી હોય તેવા કિસ્સા વધારે સામે આવે છે. ત્યારે સેક્ટર ૨મા રહેતો યુવક એક સપ્તાહ પહેલા જ શો રૂમમાંથી કાર લાવ્યા ને બે દિવસ થયા હતા. ત્યારે તેની કારના સાઇલેન્સરની ચોરી થઇ હતી. જેને લઇને સેક્ટર ૭ પોલીસ મથકમા ચોરીની ફરિયાદ કરવામા આવી હતી.મળતી માહિતી મુજબ અશ્વિનભાઇ નરેન્દ્ર પંડ્યા (રહે, સેક્ટર ૨સી) નવી ઇકો કાર ગત ૨૬ ઓગસ્ટના રોજ ખરીદી હતી. જ્યારે તેના બે દિવસ બાદ ગત ૨૮ ઓગસ્ટના રોજ રાત્રે બાળકોને કારમાં ફેરવવા લઇને નિકળ્યા હતા. ત્યારબાદ કારને ઘર આગળ પાર્ક કરવામા આવી હતી. સવારે કામ ઉપર જવા માટે કાર લેવા ગયા હતા, ત્યારે કાર ચાલુ કરતા જ એક અજબ પ્રકારનો ઘોંઘાટવાળો અવાજ નિકળ્યો હતો. જેને લઇને કારની તપાસ કરતા કારમાંથી સાઇલેન્સરની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઇને સેક્ટર ૭ પોલીસ મથકમા ૩૦ હજારના સાઇલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે., શહેરમા છેલ્લા કેટલાક સમયથી વાહનના સાઇલેન્સરની ચોરી થઇ રહી છે, પરંતુ સાઇલેન્સર ચોર હાથમા આવતા નથી.