ગાંધીધામ DRIના આસી.ડાયરેકટર પદે વિજય બિવાલે મુકાયા

અનુપમા પંથજી લાંબા સમયથી મેડિકલ રજાઓ પર હોવાથી અત્યાર સુધી અમદાવાદ ડીઆરઆઈ હેઠળ ગાંધીધામનો થઈ રહ્યો હતો વહીવટ : રાજસ્થાનથી મુકાયા અધિકારી : તો એસઆઈઓ પદે પણ શ્રી ગહાણેકરની ભોપાલ-મધ્યપ્રદેશમાં બદલી થતા તેઓના સ્થાને ગાંધીધામ જીએસટીમાંથી શ્રી શાહની ગાંધીધામ ડીઆરઆઈમાં કરાઈ નિમણુંક

 

ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લામાં દેશભરની વિવિધ એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે. દરમ્યાન જ દરીયાઈ વિસ્તારમાં ચીજવસ્તુઓની થતી હેરફેર પર આમ તો મોનટીરંગ માટે કસ્ટમવિભાગ છે જ આ ઉપરાંત પણ આર્થિક લેવડદેવડના આયોજનબદ્ધ ચાલતા કારનામાઓને ખુલ્લા પાડવા દેશભરમાં ડીઆરઆઈ એટલે કે ડાયરેકટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની એજન્સી પણ સક્રીય રહેલી છે અને જે કચ્છમાં ગાંધીધામ ખાતે કાર્યરત રહેલી છે. ગાંધીધામ ખાતે ડીઆરઆઈની કચેરી એડી.ડાયરેકટર પદના મહેકમ સાથે ધમધમી રહી છે અને કંડલા-મુંદરા સહીતના બંદરો પરથી સમયાંતરે દાણોચેારીયુકત કારસ્તાનો એટલે કે ટેક્ષચોરી-ડયુટીચોરીના ભોપાળાઓ ખુલ્લા પાડતી જ રહેતી હોય છે. આ કચેરીમાં એડીશ્નલ ડાયરેકટર પદે રહેલા અનુપમા પંથજી લાંબી મેડીકલ લીવ પર હોવાથી તેઓના સ્થાને હાલમાં રાજસ્થાનથી વિજયકુમાર બીવાલેની નિયુકીત કરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. વિજયકુમારે ગાંધીધામ ડીઆરઆઈ ખાતે કાર્યભાર એકાદ પખવાડીયાથી સંભાળી લીધો હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.
તેઓ એડીશ્નલ ડાયરેકટર પદે અહી મૂકવામ આવ્યા છે તો વળી તે પહેલા જ ગાંધીધામ ડીઆરઆઈ કચેરી ખાતે જ એસઆઈઓ પદે નિયુકત રહેલા તથા ટુંકાગાળામાં સચોટ કામગીરી કરનારા શ્રીગહાણેકરને પ્રમોશન મળતા તેઓ ભોપાલ ખાતે બઢતી સાથે બદલવામાં આવ્યા છે તો તેમના સ્થાને ગાંધીધામ જીએસટીમાથી શ્રી શાહને તેઓના સ્થાને ડીઆરઆઈ ખાતે મૂકવામાં આવ્યા છે.