ગાંધીધામ ૧ કરોડનો ખંડણી કેસઃ ત્રણ ખંડણીખોર ધરબોચાયા

લુંટના ગુન્હા કામેના આરોપીઓને અંજારના ગંગાનાકા તળાવ પાસેથી ઝડપી પાડતી એલ.સી.બી. ગાંધીધામ

 

ગાંધીધામના પોઝ વિસ્તારમાંં મામલતદાર કચેરી અને પેલીસ સ્ટેશનની ર૦૦ મીટરની ત્રીજયામાં દિનદહાડે ખંડણી-લુંટની  ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસતંત્રએ અંતે દેખાડી કડકાઈ

 

લ્યો..કર.લો બાત..? હવે બુટલેગર પણ પડયા ખંડણીના ધંધામાં?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ગુન્હાહીતી તત્વો કેવી માઝા મુકી રહ્યા છે તેનો વરવો દાખલો વધુ એક વખત સામે આવવા પામી ગયો છે. શહેરના ભરચક એવા મામલતદાર કચેરી પાછળની ગલીના ભાગમાં બપોરના દોઢ વાગ્યાના અરસામાં થોડા સમય પહેલા જ એક યુવાનની એક કરોડની ખંડણીના ઈરાદે અપહરણ કરવાની ઘટના ઘટી હતી. પોલીસ દ્વારા આ કેસમાં ત્રણ જેટલા શખ્સોને ધરબોચી લેવામા અવ્યા છે ત્યારે નવો ખુલાસે એ થવા પામી રહ્યો છે કે હજુ સુધ ફરાર જ રહેલા અને જેનુ નામ આ પ્રકરણમાં આરોપી તરીકે ખુલ્યુ છે તેવો શખ્સ ગાંધીધામમાં દારૂના ધંધાર્થી તરીકે પણ પંકાયેલુ જ રહેલુ છે. ત્યારે હવે ચીભડચોર દારૂના બુટલેગરો અને ફોલ્ડરીયાઓ પણ ગાંધીધામમાં ખંડણી જેવા ધંધામાં સક્રીય બની ગયા છે.

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામમાં થોડા સમય પહેલા જ પોઝ વિસ્તારમાં ભરબપોરે એક કરોડની ખંડણીના ઈરાદે યુવાનનુ અપહરણ કર્યા બાદ તેનાથી લુંટની ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા ત્રણ આરોપીને ધરબોચી લીધા હોવાના અહેલો સામે આવવા પમા રહ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આ સમગ્ર પ્રકરણની ફરીયાદ અક્ષત હાઉસ ગાંધીધામના રહેવાસી એવા કેપ્ટન મોહન કાંકરેચાએ નોધાવી હતી જેમા તેઓ પાસેથ્થી આરોપીઓ દ્વારા એક કરોડની ખંડણીની માંગ તથા તેમની પાસેના દોઢલાખની રકમ અને પ૦ હજારના ફોનની લુંટ સબબની ફરીયાદ નોધાવી હતી. મહે.પોલીસ અધિક્ષક શ્રી ભાવના પટેલનાઓએની સુચના અને માર્ગદર્શન મુજબ તાઃ૧૦-૧૦-ર૦૧૭ના રોજ એલ.સી.બી. પૂર્વ – કચ્છ, ગાંધીધામના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એચ.એલ.રાઠોડનાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે ગાંધીધામ એ ડિવીઝન પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૧૩૦/૧૭ આઈ.પી.સી.ક. ૬૪(એ), ૩૯૪, ૩૯૭, ૩૮૭, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩પ મુજબનો ગુનો તાઃર૮-૦૯-ર૦૧૭ના રોજ દાખલ થયેલ હોઈ જે ગુના કામે સ્વીફટ કાર નં. જીજે ૧૦ એએફ-૬ર૦૯ થી એક દાઢી વાળો ઈસમ તથા અજાણ્યા ઈસમોએ આચરેલ છે અને આ કાર વસંત હરીલાલ સોની, રહે. ગાંધીધામ વાળાની હોઈ વસંત સોની તથા હાજીશા મલુક હિંગોરજા તથા તેના ભાઈ હુશેનશા તથા કાસમ ઓસમાણ શેખ તથા રમેશ ધનસુખ સુથાર તથા અનવર ફકીકમામદ શેખ, ત્રણે અંજાર વાળાઓએ મળીને આચરેલ છે. જે પૈકી કાસમ તથા રમેશ તથા હાજી મલુક ત્રણેય જણા અંજાર મધ્યે ગંગાનાકા પાસે આવેલ તળાવની પાળે બેઠેલ હોવાની હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાથી થોડે દુર સરકારી વાહન રાખી તળાવની પાળ નીચે ઉતરતા ત્રણેય ઈસમો બેઠેલ જાવામાં આવતાં નજીક પહોંચતા નસવા લાગેલ જે ત્રણેયને કોર્ડન કરી પકડી પાડી નામ, ઠામ પુછતાં પોતાનું નામ (૧) કાસમ ઓસમાણ શેખ, ઉ.વ.૪ર, રહે. શેખ ટીંબા, અંજાર મુળ કનૈયાબે, તા.ભુજ, (ર) રમેશ ધનસુખ સુથાર ઉ.વ.૩૩, રહે. નિલકંઠનગર, દબડા રોડ, તા.અંજાર મુળ રહે કલ્યાણપર તા.રાપર, (૩) હાજી મલુક હિંગોરજા ઉ.વ.૩પ, રહે. ગુરુકુળ-ર, મકાન નં.૪૪/- એ, યાદવનગર, અંજારવાળાઓ હોવાનું જણાવેલ. ત્રણેયની અંગ ઝડતીમાંથી એપલ કંપનીનો મોબાઈલ ફોન-૧, કિ.રૂ.પ૦,૦૦૦/-, તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન-ર, કિ.રૂ.૧,૦૦૦/- કુલ કિ.રૂ.પ૧,૦૦૦/- ના મળી આવેલ. આ ત્રણેય આરોપીઓની પુછપરછ કરતાં આ ગુનામાં હાજીશા હિંગોરજા તથા હુશેનશા તથા વસંત સોની તથા અનવર શેખ, રમેશ સુથાર તથા કાસમ શેખ મળી આચરેલ હોવાનું જણાવેલ અને આ ગુના કામે મોબાઈલ ફોન તથા રૂ.રપ,૦૦૦/- વસંત સોનીએ આપેલ જે પૈકી રૂ.૧૦,૦૦૦/- રમેશને તથા રૂ.પ,૦૦૦/- અનવરને તથા રૂ.૧૦,૦૦૦/- કાસમ શેખએ રીતે ભાગ વેચેલાનું અને એક મોબાઈલ ફોન કાસમ શેખએ પોતાની પાસે રાખેલાની કબુલાત કરેલ છે. ઉપરોકત કામગીરીમાં એલ.સી.બી. ગાંધીધામના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.એલ.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ હેડ કોન્સ. રમેશભાઈ મેણીયા, મયુરધ્વજસિંહ જાડેજા, રાજકુમાર આહિર,  લક્ષ્મણભાઈ આહિર, ભુપતસિંહ રાઠોડ, મહેબુબભાઈ નોડે, હરદેવસિંહ સરવૈયા તથા પોલીસ કોન્ટેબલ બલભદ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ ગોહિલ તથા મેરકુભાઈ આલાણી વિગેરે જોડાયેલ હતા.