ગાંધીધામ-હાવડા ટ્રેનના રૂટમાં ફેરબદલ

ભુજ :  ઉત્તર- મધ્ય રેલવેમાં ટુંડાલ સ્ટેશન ખાતે સીસી એપ્રેનમા બાંધકામને લઈને એન્જીનીયરીંગ વિભાગ દ્વારા આજથી આગામી ૧૯મી ડિસેમ્બર સુધી બ્લોક જાહેર કરાયો છે. જેને લીધે ગાંધીધામ હાવડા, મુઝફફર- અમદાવાદ તેમજ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનના રૂટમાંં ફેરફાર કરાયા છે.
આ અંગે પ્રાપ્ત્‌ થયેલ વિગતો મુજબ ૪ સપ્ટેમ્બરથી ૬ ઓકટોમ્બર સુધી ટ્રેન નંબર ૧ર૯૩૮ ગાંધીધામ- હાવડા અને ૯ સપ્ટેમ્બર ૧૪ ઓકટોમ્બર સુધી ટ્રેન નંબર ૧ર૯૩૭ હાવડા – ગાંધીધામ એકસપ્રેસ, કાનપુર – ઝાસી- આગ્ર કેન્ટબાયાને થઈને જશે. તો તેની સાથો સાથ મુઝફફર – અમદાવાદ, ગોરખપુર – ઓખા એક્સપ્રેસના રૂટમાં પણ પરિવર્તન કરાયું છે. જેને લઈને આ રૂટના પ્રવાસીઓને હાલાકી ભોગવી પડશે.