ગાંધીધામ સેક્ટર-પમાં ગટરલાઈનના કામે લોકોને લીધા બાનમાં

કોન્ટ્રાક્ટરે સુરક્ષાના નિયમોનો ઉડાડયો છેદ : રહેવાસીઓ- વાહન ચાલકો પરેશાન

 

ગાંધીધામ : શહેરના સેક્ટર-પમાં લાંબા સમયથી પાલિકા દ્વારા ગટર લાઈનનું કામ ચાલી રહ્યુ છે. સુરક્ષાના નિયમોનો ભંગ કરાઈ રહ્યો હોઈ લોકો બાનમાં મુકાયા છે.
મહિનાઓથી ચાલતા ગટર લાઈનના કામમાં પાલિકાના જવાબદારો દ્વારા મોનીટરીંગ કરવાની તસ્ટી લેવાઈ રહી નથી. ઠેર- ઠેર ખોદાયેલા ખાડાઓની ચારેબાજુ નિયમોનું સાર રીબીન પણ બાંધવામાં આવી રહી ન હોય લોકોને પોતાના જોખમે માર્ગો પરથી પસાર થવું પડે છે. ઘરોની બહાર જ માટીના ઢગલાઓ કરાતા રહેવાસી પણ પરેશાન બન્યા છે. આ વિસ્તારમાં શાળાઓ આવેલી હોઈ બાળકો માથે પણ જોખમ સર્જાયું છે. ભ્રષ્ટાચાર જ આચરાઈ રહ્યો હોય તેમ ખાડાઓ પૂર્વા બાદ તેના પર કરાતા સિમેન્ટ કામની ગુણવતા પણ અત્યંત હલકી જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ રહેલા આડેધડ કામથી મોટો અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.