ગાંધીધામ સુધરાઈ દ્વારા સુપ્રિમના આદેશની ઐસીતૈસી : પ્રમુખના ઘરની સામે નાળા પર પાકા બાંધકામનો તખ્તો

  • મુખ્ય કારોબારી અધિકારીની હિંમતને દાદ આપવી પડે.! વડી અદાલતની પણ નથી ચિંતા

વરસાદી નદી – નાળાઓ પર પાક્કા બાંધકામની સુપ્રીમકોર્ટ દ્વારા સ્પષ્ટ મનાઈ હેાવા છતા ગાંધીધામમાં પ્રમુખશ્રીના મકાનની સામે વરસાદી નાળા પર રપ લાખના ખર્ચે પાક્કા બાંધકામની તૈયારીઓ :કોના બાપની દિવાળી..? પ્રજાના પૈસાનું આંધણ.?

ભાજપના સભ્ય પદ પણ ન ધરાવતા પ્રમુખશ્રીને કોઈક તો વિવેકભાન કરાવો કે જે કાઉન્સીલરને અપમાનીત કરો છો તે કોઈ આજ કાલના નગરસેવકો નથી, પક્ષની સેવા તેમના અગાઉની બ-બે પેઢીઓ કરી ચુકી છે : પક્ષ માટે પરસેવાને લોહીની જેમ રેડી દેખાડયો છે તે પરીવારમાંથી આ કાઉન્સીલર આવે છે

સુધરાઈ પ્રમુખના પતિદેવની વધારાની સેવા સરાહનીય, પાણીના ટાંકા પર જ સીટ જમાવીને બેઠા હોય છે, પણ આવી સેવા કામની શુ? તેઓ જયા બેઠા છે ત્યાંજ એકની એક લાઈન વારંવાર લીકેજ થઈ રહી છ..કામ સારૂ થાય તે માટે હાજર રહે છે કે, કામ કોણ કરે છે, ઠેકેદારથી મુલાકાત કરવા પહોચી જાય છે : જાણકારોનો સવાલ

આ બની બેઠેલા પ્રમુખને કોઈક સમજાવો..! તાજો ભુતકાળ યાદ કરી લ્યો, જયારે નગરપાલિકાના પ્રમુખ ડો. ભાવેશ આચાર્ય હતા ત્યારે પણ એક જુથે બળવો કરીને કડક વલણ પ્રમુખ સામે દર્શાવેલ હતુ, પ્રમુખશ્રીના ધર્મપત્ની તે વખતે ધારાસભ્ય પદે જ સેવારત હતા તેમ છતા પણ નગરપાલીકામા પ્રમુખ સામે બળવાના એંધાણ થઈ ગયા હતા, તે વખતે પ્રદેશ અધ્યક્ષ શ્રી રૂપાલાએ મધ્યસ્થી કરતા માંડ માંડ સ્થિતી થાડે પડી હતી..આ ઘટનાનુ વર્તમાન બની બેઠેલ પ્રમુખને કોઈક તો જ્ઞાન આપો..!

સુધરાઈના અણધણ વહિવટ સામે સત્તાપક્ષતો ખફા છે જ હવે કોંગ્રેસ પણ સતત કરી રહી છે ફરીયાદ એટલે અહીંના વહિવટમાં દાળમાં કંઈક કાળુ નહીં પણ આખે આખે દાળ જ કાળી હોય તેમ લાગી રહ્યું છે

ઈફકો પાસે વરસાદી નાળા પરના પાક્કા બાંધકામને તોડી પાડનાર ગાંધીધામ સુધરાઈ પ્રમુખના ઘરની સામે હવે કયા કાયદાઓ તળે વરસાદી નાળા પર કરી રહ્યા છે પાક્કા બાંધકામ? પ્રમુખશ્રીને માટે કાયદો અલગ કેમ? સુપ્રિમ કોર્ટના આદેશને ન ગાઠનાર પ્રમુખ આગામી સમયમાં કેવી બીજી વીઆઈપી માંગ કરશે? બહુ શિક્ષિત, ભણેલા છે, એટલી મોંઘીદાટ એસી કારની પણ માંગણી કરે તો નવી નવાઈ નહી..? : પણ યાદ રાખજો, આ નાળા પર પાક્કા બાંધ થવાની ઈંતજારી માત્ર છે, બાંધકામ થયુ નથી કે, મુદો કોર્ટમાં પહોંચ્યો નથી.., જવાબ આપવા કોણ જશે? ચીફ ઓફિસર કે પ્રમુખશ્રી..? તે તો આવનારો સમય જ કહેશે..!

ભાજપના જિલ્લાના મોભીઓ-રણનીતીકારો બને સાવધ : સુધરાઈમાં સુકાનીનો સીનિયર કાર્યકર્તાને ગેટ આઉટ..બહાર ચાલ્યા જાવ,ના ઉદ્વતવર્તનનો કિસ્સો પણ બન્યો છે હેાટટોપીક : કહેવાય છે કે, ઉદ્વતવર્તન શા માટે ન કરે..? ગતાગમ જ કઈ છે નહી, પક્ષના સભ્ય પણ નથી બન્યા તો તપસ્યા કરી કયાથી હોય.! બગાસા ખાતા પત્તાસુ આવી ગયુ છે.., એટલે અણછાજતા અને ઉદ્વતવર્તન તો કરતા જ રહેશે ને..! : પણ યાદ રાખજો, આવા મનસ્વી અને ભ્રષ્ટ વહીવટના લીધે સુધરાઈમાં આંતરીક વિખવાદ વધી રહ્યો છે, ગમે તે સમયે બળવો થઈ શકે છે, રપથી વધુ સભ્યોના ગ્રુપની બળવા માટે વધી રહી છે સતત સંખ્યા..! : સુધરાઈ પ્રમુખ શહેર સંગઠનને પણ દાદ ન આપતા હોવાની છે ચકચાર : લોકલક્ષી પ્રશ્નોની સંગઠનની રજુઆતોને કરી રહ્યા છે નજરઅંદાજ

ગાંધીધામ : શહેર સુધરાઈમોં આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે સુધરાઈમાં હાલના સમયે કેવો કેવો અંધેરરાજ અને નીતીનિયમોના રીતસરના ધજાગરા જ ઉડાળવામા આવી રહ્યા છે તેની ચર્ચા ફરીથી શહેરમાં હોટટોપીક બની જવા પામી ગઈ છે. આ મામલે ચાલતા ગણગણાટની વાત કરીએ તો સુપ્રીમકોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, નદી-નાળા કે વરસાદી કુદરતી વહેણ પર પાક્કુ બાંધકામ કરી શકાશે નહી. અને જો કોઈ કરે તો તેને ત્વરિત ધોરણે તોડી પાડવુ અને તેમાં સરકારી જવાબદાર અધિકારીઓની જે કોઈની પણ ભૂમિકા આવતી હોય તેમની સામે કન્ટેમ્ટ ઓફ કોર્ટ સહિતના કડક ગુન્હા તળે કાર્યવાહી કરી જેલભેગા જ કરી દેવાની જોગવાઈ છે.પરંતુ ગાંધીધામ શહેરમાં હાલના સમયે સુધરાઈના સુકાનીના ઘરની સામે જ નાળા પર પાક્કુ બાંધકામ કરવાના કામને રપ લાખના ખર્ચે મંજુર કરી દેવામા આવ્યુ હોવાનુ કહેવાય છે અને તેમાં મજાની વાત એ છે કે, આ કામને આંખ મીંચીને મંજુરી સુધરાઈના મુખ્ય કારોબારી અધિકારી પણ આપી રહ્યા છે એટલે કે તેઓને પણ વરસાદી નાણા પર થઈ રહેલા પાક્કા બાંધકામ પેટે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના તળે જેલ ભેગા થવાનો પણ કેાઈ જ ડર સતાવતો ન હોય તેમ મુકપ્રેક્ષક બનીને ચીફ ઓફિસરશ્રી પણ આવા કામો મુદ્દે આંખમિચામણા જ કરી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.આ કામની સામે સુપ્રીમકોર્ટમાં જો કોઈ પીઆઈએલ કરશે તો જવાબ આપવા કોને જવાનુ થશે? સરકારી અમલદાર તરીકે આવા કામોમાં જવાબદારી કોની થશે? તે વિચારવુ જોઈએ પણ આ અધિકારીએ તો સુપ્રીમના આદેશની પણ પરવા નથી કરી. જાણકારો કહે છે કે મંજુરી તો આ કામની ચુપચાપ અપાઈ ગઈ છે પણ નાળા પર પાક્કુ બાંધકામ થશે તે તો બધાને નજરે આવશે. માત્ર આ નાળા પર પાક્કુ બાંધકામ બને તેની જ જાગૃત નાગરીકો રાહ જોઈ રહ્યા છે..નાળુ બન્યા ભેગો જ આ વિષય અને મુદ્દો કોર્ટમાં ગાજશે. કોર્ટના દ્વારે પહોંચશે તેમ જાણકારો કહી રહ્યા છે. અને કોર્ટમાં તે વખતે જવાબ આપવા કોણ જાય છે પ્રમુખ કે, ચીફ ઓફિસર..? એ તો આવતા દિવસોમાં તોળાઈ રહેલી આફત જ કહેશે..! અહી યાદ અપાવી શકાય કે, આ એ જ નગરપાલીકા છે કે, જેમણે ઈફકો પાસે નાળા પર પાક્કા બાંધકામને તોડાવેલ શા માટે? તેનો પણ તે વખતે આપવો પડશે જવાબ ? તે વખતે જરૂરથી સવાલ ઉભા થશે કે પ્રમુખને માટે કાયદો ધોઈને પી જવાનો અને પ્રજાજનો માટે કાયદાનો ધોક્કો ઉગામવો? આવા બેવડા વલણ શા માટે? વાહ..રે..વાહ..ચીફ ઓફિસરશ્રી ખરેખર આ પ્રજાના પૈસાને કેવી રીતે વેડફી રહ્યા છે તેનો પણ આ દાખલો સામે આવવા પામી ગયો છે. અને ચિંતાની વાત તો એ છે કે હજુ તો આ પ્રમુખશ્રી ખુદની સુવિધાઓ આગામી સમયમાં શુ-શુ નહી માંગે? કારણ કે વધુ એજ્યુકેટેડ-શિક્ષિત છે એટલે એ.સી.વિનાની કાર પણ તેમને નહી ચાલે અને તે માટે પણ મોટી રકમવાળી વી.આઈ.પી. કાર પણ લેવાની છે. ભ્રષ્ટાચારથી ખદબદતી આ નગરપાલિકામાં બધુ જ થઈ શકે છે. અહી પાણીની એકની એક લાઈન અનેકવખત તુટી રહી છે, સમારકામના નામે બીલો માત્ર ઉધારાઈ રહ્યા છે તેમ છતા પણ પ્રમુખના પેટનુ પાણી ચાલતુ જ નથી. તેઓ તો લાજવાના બદલે ગાજતા કહે છે કે, મને કેાઈ વાંધો નથી, મારા લોકપ્રિય ધારાસભ્ય મારી સાથે જ છે. પછી નગરપાલિકામાં હુ ગમે તેમ વર્તી શકુ છે. અને તેના અનેક દાખલાઓ બની પણ ગયા હોવાનો વર્તારો જોવાય છે. એટલે સુધી કે, સિનિયર કાઉન્સીલરને પણ ગેટ આઉટ, કેબીનની બહાર જવાના આદેશો અપાઈ ચૂકયા છે. જાણે કે, આ કેબીને વડીલોએ તેમને વારસામાં ન આપી હોય..! પરંતુ આ પ્રમુખશ્રી ભુલી ગયા લાગે છે કે, આ કેબીનમાં ૩૬ જણા બેસી ગયા છે જે પૈકીના કેટલાયનુ આજે સરનામુએ શોધ્યુ ઝડતું નથી તો તમારી વિસાત શુ?આવી ટકોર પણ પ્રબુદ્ધવર્ગ હાલના સમયે કરી રહ્યો છે.

બગાસા ખાત્તુ પત્તાસુ મળી જાય તેનાથી વિવેક-વિનયની શુ અપેક્ષા રખાય? કાર્યકર્તાઓથી ઉદ્વતવર્તન સમયે ટોણો

ગાંધીધામ : શહેરમાં સુધરાઈમાં અંધેરરાજ તથા તોછડાઈ ભર્યા વહીવટનો મુદો હાલમાં ગરમાગરમી સર્જી રહ્યો છે ત્યારે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, આમા શહેર સુધરાઈના પ્રમુખનો કોઈ વાંક જ નથી. કારણ કે તેઓ કોઈ રાજકારણી છે જ નહી. ભાજપના મેાવડીએ તેમને પ્રમુખ શુ જોઈને બનાવ્યા તે તો બનાવનારાઓ જ જાણે. ભાજપના પ્રોટોકોલ અનુસાર તેઓ પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી અને પ્રમુખ બનાવી દીધા. પહેલી ચુંટણી એટલે નગરપાલીકાના વહીવટનો પણ સદંતર જ્ઞાન જ નહી.સુધરાઈમાં પક્ષના સનિષ્ઠ અને સિનિયર આગેવાનની સાથે તોછડા તથા ઉદ્વતાઈ ભર્યા વર્તનનો વિષય હાલમાં શહેરમાં ગાજી રહ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જેને વહીવટનું જ્ઞાન પણ ન હોય અને માત્ર મફતમાં બગાસા ખાતુ પત્તાસુ જ આવી ગયુ હોય તેને કાર્યકરો કે કાઉન્સીલરોથી કેમ વર્તવુ તેની શુ ગતાગમ જ હોય..તેનાથી શુ અપેક્ષાઓ રખાય? કારણ કે આવા પદો જોયા પણ ન હતા અને હવે મળી ગયા છે. વળી લટકામાં પતિદેવ પણ મદદમાં છે અને તેમના કરતા પણ વધુ સમય આપી રહ્યા હોવાનુ મનાય છે.

પ્રમુખશ્રીની ઓળખાણ – લોકપ્રિયતા તો જુઓ..!

ગાંધીધામ : ગાંધીધામ જેવા શહેરના પ્રથમ નાગરીક હોય તેઓની ઓળખાણ-લોકપ્રીયતા તો અનેરી જ હોય તેમાં બે મત નથી. જાણકારો અહી પણ કહી રહ્યા છે કે, ગાંધીધામ શહેરના પ્રમુખની ઓળખાણ-ગુડવીલ અને લોકપ્રીયતા તો જુઓ કેવી છે ? તેઓએ આસપાસમાં ૩૦થી ૩પ વૃક્ષો વાવ્યા છે પણ તે કેાઈ જોવા પણ ન આવ્યા. હવે સવાલ એ થાય છે કે, જોવા પણ આ વૃક્ષોને કોઈ નથી આવ્યુ તો પછી તેને પાણી કોણ પીવડાવશે ? આ વૃક્ષોનો ઉછેર કરશે કોણ ?

યાદ રાખજો..જેવા કર્મ કરશો તેવા જ ફળ મળશે

  • નગરપાલીકામાં પ્રમુખ સામે બળવો થાય તો નવાઈ નહી

આ તો લોકશાહી છે, પક્ષ જે રીતે ખુરશી પર બેસાડે છે તેમ ઉતારતા પણ વાર નથી કરતો : અને તેવામાં એમએલએ પણ મદદે નહી આવે, લખવુ હોય તો લખી રાખજો…!

ગાંધીધામ : ભારત લોકશાહી પ્રણાલીને વરેલ દેશ છે. ભાજપ પણ શિસ્તબદ્ધ અને કેટરબદ્ધ પાર્ટી મનાય છે. બંધારણ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તો તે એકમાત્ર ભાજપ હોવાનો દાવો સતત કરવામા આવે છે. આ લોકશાહી કાળમાં ભાજપ જેવો પક્ષ ખુરશી પર બેસાડી શકે છે તો લોકોની સેવા અને પક્ષની અપેક્ષાઓમાં ખરા ન ઉતરી શકનારાઓને ખુરશીથી રૂકસદ કરતા પણ વાર નથી કરતુ એ પણ ન ભુલવુ જોઈએ. હાલમાં સુધરાઈમાં કાર્યકર્તાને કેબીનથી બહાર અપમાનિત કરીને કાઢવામાં આવ્યો છે ત્યારે જાણકાોર કહી રહ્યા છે કે, અઢીવર્ષ બાદ એવુ ન બને કે, હાલમાં કેબીનમાં બેસનારાઓને એ જ રીતે હડધુત કરીને ગેટ આઉટ કહીને બહાર કાઢવામાં ન આવે.! અને આવુ બનશે ત્યારે જ ભાન થશે એટલે જે સેવા કરવાનો મોકો મળ્યો છે તે પણ મફતમાં અને પક્ષના પ્રાથમિક સભ્ય પણ ન હોવા છતા આવડું મોટુ પદ-હોદો મળ્યો હોય તે માટે સેવા કરવા માટે પક્ષે પસંદગી ઉતારી છે. પરંતુ અહી યાદ રાખવાની જરૂરી છે કે, ટુંક સમયમાં વિધાનસભની ચુંટણીઓ આવી રહી છે, એવામાં પક્ષ ખુરશી પર બેસાડી શકે છે તો ઉતારતા પણ વાર નહી કહે. મનઘડત વહીવટને લીધે પ્રજા અને પક્ષના કાર્યકરો નારાજ થતા રહેશે તો ખુરશીથી ઉતારવાનો નિર્ણય લેવામા પણ પક્ષ બહુ વિચાર નહી કરે. એક એક કરતા કાઉન્સીલરો નારાજ થશે તો નગરપાલિકામા પ્રમુખ સામે બળવો થતા પણ વાર નહી લાગે. અને તેવા સમયે ધારાસભ્ય પણ મદદે નહી આવે તેમ પણ રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે. લોકશાહીમાં હીરોથી જીરો બનતા વાર નથી લાગતી એટલે આકાશમા ઉડતા પહેલા નીચે પડવાથી શુ હાલત થશે તેની પણ ચિંતા કરવી જોઈએ. પણ આ પ્રમુખને ગુમાવવાનુ હતુ શુ? બગાસા ખાતા પત્તાસુ મળી ગયુ છે. કઈ કાર્યકરોના ચપલો ગસાઈ જાય છે.તેઓ ચેરમેન પણ બની શકતા નથી પણ આ મહાનુભાવની તો વગર મહેનતે લોટરી લાગી ગઈ છે. હાલી તો ઠીક નહી તો જાય તેલ લેવા..! કયા પક્ષ માટે રાતઉજાગરા કરેલા છે.?કોઈપીડા તો ભોગવી નથી એટલે સરળતાથી મળલા પદથી જે લાભો લેવા તે લઈ લેવાના બીજુ શુ..?ની નીતી જ અખ્ત્યાર થયેલી હોવાનુ જોવાઈ રહ્યુ છે.

પ્રમુખશ્રીની ઓળખાણ – લોકપ્રિયતા તો જુઓ..!

ગાંધીધામ : ગાંધીધામ જેવા શહેરના પ્રથમ નાગરીક હોય તેઓની ઓળખાણ-લોકપ્રીયતા તો અનેરી જ હોય તેમાં બે મત નથી. જાણકારો અહી પણ કહી રહ્યા છે કે, ગાંધીધામ શહેરના પ્રમુખની ઓળખાણ-ગુડવીલ અને લોકપ્રીયતા તો જુઓ કેવી છે ? તેઓએ આસપાસમાં ૩૦થી ૩પ વૃક્ષો વાવ્યા છે પણ તે કેાઈ જોવા પણ ન આવ્યા. હવે સવાલ એ થાય છે કે, જોવા પણ આ વૃક્ષોને કોઈ નથી આવ્યુ તો પછી તેને પાણી કોણ પીવડાવશે ? આ વૃક્ષોનો ઉછેર કરશે કોણ ?