ગાંધીધામ સુધરાઈમાં દોઢકરોડના બોગસબીલોના બાંધણા ફાઈનલ : પણ હવે લે કોણ ? મુંજવણ.!

  • ભ્રષ્ટ સુકાનીઓની લાળ ટપકે છે…!

નાળા-ગટર-સહિતની સફાઈ પેટે ૧.૩૦ કરોડના માસિક ખોટા બીલોમાં ભાગબટાઈની ટકાવારીની થઈ ગઈ ગોઠવણ : સરકારી તિજોરી પર ધાડ પાડી બોગસ બીલો બનાવનારા કટકી આપવા થયા તૈયાર, પણ હપ્તાલેનારાઓ મુકાયા અસમંજસમાં : અગાઉ જેમ દોઢ લાખ લીધા બાદ પરત આપવાની દસા થાય તો…?

ગાંધીધામ : પૂર્વ કચ્છની એ કેટેગરીમાં ગણનાપાત્ર ગાંધીધામ નગરપાલિકા અને તેના શાસકો એક યા બીજી રીતે ચર્ચાના એરણે જ સતત ચડતા રહેતા હોય છે. દરમ્યાન જ હવે શહેરમાં નાળા સફાઈ, ગટર સફાઈ અને અન્ય સ્વસ્છતાના કામોને લઈને આતંરીક રીતે નવી ચર્ચા સામે આવવા પામી રહી છે.આ બાબતે ચર્ચાતી માહીતીઓ અનુસાર શહેરમાં થઈ રહેલા નાળા-ગટરના કામો રોજબરોજ એક યા બીજી રીતે સવાલોના ઘેરામાં આવતા જ રહેતા હોય છે તે સર્વવિદિત વાત છે.આ પૈકીના કામો માત્ર કાગળ પર જ થઈ રહ્યા છે, વાસ્તવીક રીતે લોકોને આ કામોથી સંતોષ ન હોવાની પણ અનેક ફરીયાદો થતી જ રહે છે ત્યારે હાલના સમયે જે ચર્ચા ઉભી થઈ છે એ મુજબ નાળા-ગટર સહિતની સફાઈના કામો કરનારી પાર્ટીઓ દ્વારા પ્રતિમાસ અલગ અલગ લાખોની રકમના બોગસ બીલો ઉધારાઈ રહ્યા છે. નાળા સફાઈ પેટે ૩૦ લાખ, ગટરના ૩૦ લાખ અને અન્ય સફાઈકામોના ૭૦ લાખ જેવા મળીને અંદાજે ૧.૩૦ કરોડના કામો માત્ર કાગળ પર બની અને તેના બીલો ઉધારાઈ રહ્યા છે. હવે બીલો બોગસ બનતા હોય તો સુકાનીઓને પણ તેમાથી કટકી આપવાની થતી જ હોય તે પણ સહજ વાત છે.આવામાં મજાની વાત તો એ બની છે કે, આ કામો પેટે બોગસ બીલો બનાવનારી પાર્ટીએ અલગ અલગ જવાબદારોના હપ્તાની રકમ પણ નકકી કરી લીધી છે. એટલે કે હપ્તાના બાંધણાઓ પણ નિર્ધારીત કરી લેવાયા છે. કોણે કેટલી રકમ ભાગબટાઈની આપવી તે નિશ્ચિત કરી લીધુ છે. બાંધણુ તો થઈ ગયુ પરંતુ હવે લે કોણ? કેવી રીતે લેવા? એ એક મોટો સવાલ ઉભો થવા પામી ગયો છે. મફતની કટકી લેવા લાળ તો સૌ કોઈની ટપકી રહી છે પણ અગાઉ જે રીતે આવા જ ભ્રષ્ટ ભાગબટાઈના નાણાં લીધા અને તે દોઢ લાખની રકમ પરત આપવાની ફરજ પડી ગઈ હતી તેવી જ રીતે હાલમાં પણ લેવાય અને થુકેલું ચાટવાની ફરીથી નોબત આવે તો? આ મુંજવણ પણ પલળેલાઓને સતાવી રહી હોવાનુ મનાય છે.જાણકારો દ્વારા અહી સવાલ કરાય છે કે, દર મહીને સફાઈના કોનટ્રાકટ લેવાય છે પણ સફાઈ થાય છલે કયા? તે તો કોઈ જઈને તપાસ કરો? આવી તપાસ ન થાય તે માટે જ લાખોના હપ્તા અપાઈ રહ્યા હોવાનુ ચર્ચાય છે. આ હપ્તા લે છે કોણ તેની પણ તપાસ થાય તો આવા ઠેકા ગટર-સફાઈના ઘણા વરસોથી બીલો જ ઉધરી રહ્યા હોવાનુ કહેવાય છે. બીલની પણ તપાસ થાય અને હપ્તા લેનાર પણ કોણ? તેની પણ તપાસ થાય તો કઈકના પગનીચે રેલો આવે તેવી વકી પણ સેવાય છે.