• ઈરાદાપૂર્વક રાજકીય ખટ્ટપટ્ટ કરાવનારાઓ કોણ ?

સુધરાઈના આયોજનોમાં પક્ષની શિસ્ત અને સિંદ્વાતો તો કોરોણે મુકાય જ મુકાય છે, પણ પ્રોટોકોલ-શિષ્ટાચારના પણ થઈ રહ્યા છે સરેઆમ ભંગ : વ્હલાઓને ઈજન અને દવલાઓને આમંત્રણ પણ નહી : જે-તે વિભાગના લાગતા વળગતા હોદેદારોને જ તે વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની નથી કરાતી જાણ

પ્રમુખશ્રીને કંઈ ભાન શુદ્ધા પણ છે કે નહી.., તેઓ ૧૩ વોર્ડના સુધરાઈના પ્રમુખ છે, માત્ર તેમના જ વોર્ડમાં થઈ રહ્યા છે વિકાસકામો..બાકીના વોર્ડ પ્રત્યે કેમ ઓરમાયું વર્તન? : જાણકારોના સવાલ

પાંચ પોઠીયાઓના એજન્ટની ભૂમિકા શું? ફકત પોઠીયાઓની સુચના મળે તેવી જ રીતે કામગીરી કરવા પાછળનું પણ કારણ શું છે..? પક્ષમાં ઉભા ફાડીયા કરવાનુ ચાલતું કાવતરૂ

ગાંધીધામ : શહેરની સુધરાઈ અને તેના સુકાની પાછલા કેટલાક સમયથી સતત ચર્ચાનું કારણ જ બનતા રહે છે. હાલમાં પણ ગાંધીધામ સુધરાઈમાં ચાય કરતા કીટલી ગરમનો તાલ થતો હોવાનો બળાપો સબંધિત વર્તુળોમાથી બહાર આવવા પામી રહ્યો છે. સુધરાઈમાં ઈરાદાપૂર્વક જ ખટ્ટપટ વકરે તે પ્રકારના કેટલાક નિર્ણયો લેવામા આવી રહ્યા હોવાની ચર્ચા થવા પામી રહી છે.આ બાબતે શહેરના આંતરીક બેડામાં થતી ચર્ચાઓ અનુસાર સુધરાઈમાં હાલના સમયે ચાય કરતા કીટલી ગરમનો જ તાલ જોવા મળી રહ્યો છે. સુધરાઈમાં જે કાર્યક્રમો અથવા તો આયોજનો ગોઠવાય છે તેમાં વ્હલાઓને કહેવાય છે, દવલાઓનુ દુર રખાય છે, જે જવાબદારો ખરેખર શિષ્ટાચાર અનુસાર આયોજન-કાર્યક્રમમાં હાજર રહેવા જોઈએ તેઓને જાણ જ નથી કરાતી અને જેઓને જે-તે વિભાગથી કોઈ જ લેવા દેવા નથી હોતા તેમને આમંત્રણો આપવામાં આવી રહ્યા છે. કાર્ડ પણ બનાવાય છે તો તેમાં પણ જાણે કે, કોઈ રીતે દિવાસળીઓ જ ચાંપવામાં આવતી હોય અને ચિનગારીને ભભુકતી ભયાવહ આગ જ બનાવવાની હોય તેમ જે-તે વિભાગના શિરોમાન્ય વ્યકિતના નામો જ નથી લખાતા અને જેના નામો લખાય છે તેઓને જે-તે વિભાગથી કોઈ પણ પ્રકારનો સ્નાનસુતકનો પણ સબંધ હોતો નથી તેવાના લખાઈ રહ્યા છે. આમ કરવામાં આવતુ હોવાથી ગાંધીધામ સુધરાઈમાં હાથે કરીને રાજકીય ખટ્ટપટ્ટોને વેગ મળે તેવા ગતકડાઓ અજમાવાઈ રહ્યા હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે.ઈરાદાપૂર્વક આવી રીતે ખટ્ટપટ્ટો વકરે તેમાં કોને મજા આવી રહી છે? કોણ છે જે આ મુજબની ખટ્ટપટ્ટ કરાવી રહ્યા છે? તે તપાસનો વિષય બની જવા પામી ગયો છે. આ ઉપરાંત પ્રમુખને પણ જાણે કે ખ્યાલ નથી કે તેઓ સુધરાઈના તમામે તમામ તેરે-તેરે વોર્ડના પ્રમુખ છે, તેમના માટે તમામ વોર્ડ સરખા જ હોવા જોઈએ, તેઓએ તમામ વોર્ડમાં પ્રજાકીય કામોને સમાંતર જ મહત્વ આપવુ જોઈએ તેના બદલે હાલમાં પ્રમુખ ખુદના જ વોર્ડમાં કામો વધુને વધુ કેમ થાય તેની જ વેતરણોમાં દેખાઈ રહ્યા છે? તેઓને ગતાગમ નથી કે બીજા વોર્ડમાં પણ ભાજપના જ નગરસેવકો સેવારત છે? કે પછી ખુદના જ વોર્ડમાં કામો કરાવીને જશ ખાટી લેવાની લ્હાય લાગી ગઈ છે? આવા સવાલો હવે પ્રજાજનો પુછી રહ્યા છે. આ ઉપરાંત જે વોર્ડમાં ઓરમાયું વર્તન કરાતુ હોય અને કામો આપવામા ંકે કરવામા આવતા નથી ત્યા નગરસેવકોને પોતાના વિસ્તારમાં જવુ પણ કપરૂં પડી રહ્યુ છે. પ્રજાને કયા મોઢે જઈને જવાબ આપવા આવા નગરસેવકોને? હકીકતમાં પક્ષના જિલ્લાના રણનીતીકારોએ આ બાબતે વેળાસર ગંભીરતાથી નોધ લેવી ઘટે અને ઘટતું કરાવવુ જોઈએ.

  • આ તે કેવું અંધેરરાજ..!

જે રસ્તા સારા છે તેને તોડવામાં આવે છે અને જે ખખડધજ છે તેને પેચીંગ શુદ્ધા નહીં : ગત બોડી ભુલ કરી ગઈ છે, તેને નિભાવી લેવુ કેટલુ ઉચિત?

આવા બની બેઠેલા સુકાનીઓને કોઈ પુછવા વાળુ પણ છે કે નહી? જિલ્લાના પક્ષના રણનીતી કારો કડકાઈ દાખવે તે જરૂરી

ગાંધીધામ : ગાંધીધામ નગરપાલીકામાં તો કેવુ અંધેરરાજ જ ચાલી રહ્યુ છે તે તો જુઓ. શહેરમાં નવા નકોર અને સારા રસ્તા પડયા છે તે તોડવામાં આવી રહ્યા છે અને જે માર્ગો બિસ્માર છે તેમાં પેચીંગ કરવાની પણ તસ્દી લેવામા આવતી જ નથી. ખરાબ રસ્તાઓ બનાવવાના હોય કે પછી જે સારા રસ્તાઓ છે તેને તોડવાનુ કામ સુધરાઈનુ છે? આવા બેજવાબદારોને કેાઈ પુછનારુ પણ છે કે નહી? ગઈબોડી કદાચ કોઈ ભુલ કરી ગઈ હોય તો તેને સુધારવી જોઈએ નહી કે તે ભુલને નિભાવી લેવાય..!અગાઉની બોડીવાળા જે કરી ગયા છે તે મામલે ફેરવિચારણા કરવી જોઈએ. જીલ્લાના પક્ષના રણનીતીકારો આવા બેજવાબદારોના કડક પુછાણા લેશે કે નહી?