ગાંધીધામ સુધરાઈમાં ગટરના કામોમાં ગોલમાલ

સુધરાઈના ગટરવિભાગના ભ્રષ્ટબાબુથી મેળાપીપણાં કરીને ઠેકેદારો ચલકચલાણા ચલાવી રહ્યા હોવાની છે ચકચાર : ચેમ્બર ટુ ચેમ્બર ગટર લાઈનો નાખવાની નિતિના ઠેર ઠેર થાય છે ધજાગરા, થર્ડ પાર્ટી ઈન્સપેકશનના નામે આચરાય છે માત્ર અને માત્ર નાટક

પુજારાની પુજા કરો અને ગટરના બોગસ બીલો મેળવો ડન-ડના ડન..ડન.! : ગટરલાઈન સમારકામોમાં પ૦ મીટર બેઠેલી લાઈન હોય તો બીલો પાકી જાય ર૦૦ મીટર સમારકામના..! સુધરાઈના જવાબદારો તપાસ કરે તો આ પ્રકારના મોટા ભોપાળાઓ આવે બહાર : એકાઉન્ટ વિભાગમાં પણ કેમ ચાલી રહ્યા છે ભોપાળા : આક્ષેપો ખોટા છે,જીયુડીસીએ જ કામો કર્યા છે, સુધરાઈ હસ્તકના ગટરના કામો હાલમાં ચાલતા જ નથી : દિનેશભાઈ પુજારા(ટેકનીકલ ઈન્જીનીયર, નગરપાલીકા)

ફોટોશેસનના શોખીન સેનિટેશન ચેરમેન મહેરબાન તો પૂજારા જેવા તત્વો પહેલવાનનો ચર્ચાય છે તાલ : જયાં ત્યાં ફોટા પડાવવા ઉભા રહી જતા સુધરાઈના સેનીટેશન ચેરમેનના પણ આ બાબતે કેમ ન લેવાય પુછાણા? શહેરમાં છાંટાઓ પડયાને ઠેર-ઠેર ગટરના પાણીઓ ઉભરાવા લાગી ગયા, તે સમસ્યાઓના નિકાલ કરવાના બદલે ગટરની ચેમ્બરો પાસે ઉભા રહીને ફોટા પડાવનારા સેનિટેશનના ચેરમેન આ બાબતે ગંભીર બનશે ખરા ?

સુધરાઈના બની બેઠેલા બગાસા ખાતા પત્તાસા પામી ગયેલા સુકાની લાપરવાહ, બે ખબર કે પછી કામ લેવાની આવડતનો જ છે સદંતર અભાવ? : શહેરમાં ગટરના કામો થાય છે આડેધડ, હકીકતે ડ્રેઈનેજના કામો થવા જોઈએ પહેલા, તેના બદલે પેવરના કામો થાય છે, બાદમાં એ જ પેવરને ફરીથી તોડીને ગટરલાઈનો નંખાય છે, લીંપોપોત્તી ભર્યા કામોના લીધે સરકારની તિજોરીને પહોચે છે મોટું નુકસાન : કોના બાપની દિવાળી..?

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોના માળખાકીય વિકાસની દીશામાં ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ ભાજપ શાસિત સરકારની સુધરાઈ-નગરપાલીકાઓમાં કયાંક ને કયાંક આંખમિચામણાઓ કરીને અથવા તો કયાંક આંખ આડા કાન કરીને પદાધિકારીઓની ઢીલીનીતી થકી આવા જ માળખાગત વિકાસના કામોના નામે સરકારની તિજોરી પર ભ્રષ્ટ અમુક તત્વો અને ઠેમેદારો દ્વારા રીતસરની લુંટ જ ચલાવવામા આવતી રહે છે.દરમ્યાન જ ગાંધીધામ નગરપાલીકા હસ્તકના પણ ગટરના કામોમાં આ જ રીતે ગોલમાલ ચાલતી હોવાની ગંધ શહેરીજનોમાં આંતરીક રીતે ચર્ચાવવા પામી રહી છે. સૌથી વધુ પોલમપોલ ગટર વિમાગમાં ચાલી રહ્યા હોવાનુ કહેવાય છે. ગટર વિભાગના બની બેઠેલા ભ્રષ્ટ બાબુઓ ઠેકેદાર સાથે સેટીંગ કરી અને જે કામો ન થયા હોય અથવા તો ઓછા કામો થયા હોય તેની સામે સમારકામના વધુ કામોના બીલો ઉધારી રહ્યા છે. પ૦ મીટરની લાઈનનુ સમારકામ થયુ હોય તો ર૦૦ મીટરની લાઈનના સમારકામ પેટેના બીલો આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે ઉધારી દેવામા આવતા હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે. હકીકતમાં ચેમ્બર ટુ ચેમ્બર જ ગટરની લાઈન નાખવાની હોય છે પરંતુ એક અને બીજા છેડે પાઈપલાઈન બદલાવી અને વચ્ચે ચેમ્બર બેસાડી દેવામાં આવતી હોવાના કામો થાય છે. હકીકતમાં ગટરના કામોમાં ગાંધીધામમાં થર્ડ પાર્ટી ઈન્સપેકશન જે થાય છે તેની સામે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ ઉપરાંત ગટરના કામો પણ આડેધડ થવા પામતા હોવાથી પણ સુધરાઈની તિજોરીને જ નુકસાન થવા પામી રહ્યુ છે. હકીકતમાં પહેલા ગટરના કામો જયા આવતા હોય તે કરવાની જરૂર હોય છે બાદમાં પેવરબ્લોકના કામો કરવા જોઈએ. અહી આ કામો કરવામાં ઉલ્ટીગંગા જ ચલાવાતી હોય તેવી રીતે પહેલા પેવરબ્લોકના કામો કરે છે અને બાદમાં અહી ગટરની લાઈનો નાખવા એ જ નવા બેસાડેલા પેવરબ્લોકને ઉખેડી-તોડી ફેકવામાં આવતા હોય છે. આ રીતે અણઘણ કામ કોની સુચનાથી થાય છે? સુધરાઈના જવાબદારોને આ વિષય કેમ ધ્યાને આવતો જ નથી? ગટરલાઈનના શહમેરમાં થોકબંધ કામો જો કરવામા આવી જ રહ્યા છે તો પછી મેઈન બજારનો વરસાદી નાલો, સરદાર પટેલ પ્રતિમાથી ચાવલા ચોક સુધી પણ લાખો રૂપીયાના ખર્ચે ગટરના કામો કર્યાના દાવા કરાય છે તો અહી બુંદાબુંદી અને છાંટારૂપ વરસાદમાં પણ જળભરાવની સ્થિતી પાછળ શુ કારણ છે? ભગવાન ન કરે અને અતિ વરસાદ અહી ત્રાટકશે તો શી અવદશા થશે? દુકાનોમા એ દીવસે મોટા પાયે જળભરાવની સ્થિતી સર્જાઈ જશે તે દીવસો હવે દુર નથી? વેપારીઓ જાગે, ગટરના ચાલી રહેલા આવા કામોની સામે બાંયો ચડાવે, નગરપાલીકાને આ કામો સુચારૂ ઢબે પાર પાડવા કાન આમળે તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે. નહી તો નગરપાલીકાના બગાસા ખાતા પત્તાસા પામી ગયેલા વહીવટદારોની અણઆવડત અને ઠેકેદારો તથા ગટરવિભાગના કેટલાક ટેકનલીકલ નિષ્ણાંત ભેજાબાજ તત્વોની ભીલીભગતથી થતા લોટ પાણીને લાકડાવાળા કામોમાં ભોગવવાનો વારો નિદોર્ષ શહેરીજનો અને વેપારીઓને જ આવવાનો છે તેમ કહેવુ વધારે પડતુ નહી કહેવાય.સુધરાઈમાં જાણકારો કહી રહ્યા છે કે, ગટરના કામોમા જે મસમોટા ગોટાળાઓ, અનિયમિતાઓ, કાગળ પર જ કામો થવા પામી રહ્યા છે તેમાં સૌથી વધુ લોલમલોલ જો કોઈ ચલાવતુ હોય તો તેમાં પુજારાનુ નામ મોખરે જ આવી રહ્યુ હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહે છે કે, પુજારાને સાચવો, તેની પુજા બરાબર કરો તો ગટરના બોગસ બીલો કોઈ પણ પ્રકારના વાંધા-વંચકા વિના પાસ થવા પામી જશે. જો આ વાત સાચી જ હોય તો સુધરાઈના બગાસા ખાતા પત્તાસા વાળા સુકાનીઓ શુ કરી રહ્યા છે? કેમ આ અંગ તપાસ કરવામાં આવતી નથી. આ સદર્ભે ગાંધીધામ સુધરાઈના ડ્રેનેજ વિભાગના ટેકનીકલ ઈન્જીનીયર દિનેશભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આક્ષેપો ખોટા છે. અમારા હસ્તક હાલમાં કોઈ જ કામો ચાલતા નથી. થર્ડપાર્ટી ઈન્સપેકશનમાં ટાટાએ કામ કર્યુ છે. તેમના પર મોનીટરીંગનો મારો ઓર્ડર થયેલો ન હતો. જીયુડીસીએ જ કામો કર્યા છે.