ગાંધીધામ સુધરાઈમાં કરવેરા વસુલાતમાં અવળીગંગા.! : સુધરાઈના લાપરવાહો થકી શહેરીજનોનો નીકળશે ખો?

  • જીલ્લાભરમાં રિકવરીનો છે ધમધમાટ-ગાંધીધામમાં બ્રેક..!

અન્યત્ર ૩૧મી માર્ચ પહેલા ગયા વરસના કરવેરાની જોરશોરથી કરાતી હોય છે વસુલાત, ગાંધીધામ સુધરાઈમાં રીકવરી બાકી રખાતા ફેલાયા તર્કવિતર્કો : અંજાર સહીતમા ૧૦ ટકા બીીલમાં રાહતની કરાઈ છે જાહેરાત : ગાંધીધામના બાકીદારોને વિલંબિત કાર્યવાહીથી સરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ નહી મળે એવુ તો નથી ને? શહેરીજનોમાં ફેલાય છે તરેહ તરેહની ચર્ચા

ગત વરસની આત્મનિર્ભર સ્કીમમાં સમયસર રકમ ભરી દેનારાને ર૦ ટકા રીબેટ આપવાના છે, જેની પ્રક્રીયા
ચાલુમાં છે, બીલો ઉધરાઈ જાય એટલે તમામને એકસાથે જ એ લાભ મળશે અને રીકવરી પણ થઈ શકશે શરૂ :
દર્શનસીંહ ચાવડા(ચીફ ઓફીસર, ગાંધીધામ નગરપાલિકા)

ગાંધીધામ : કચ્છ આખાયની અલગ અલગ નગરપાલિકામાં ૩૧મી માર્ચ નાણાકીય વર્ષને જોતા રીકવરી તેજ બનાવી દેવામા આવતી હોય છે અને સરકારી તીજોરીમાં બાકી રકમોના ઢોલ-નગારા અને ત્રાંસા સાથે ઉઘરાણાઓ શરૂ કરવામા આવતા હેાય છે તો વળી કયાંક લોકજાગૃતી વધારવાનો પ્રયાસ કરીને કરવેરા વસુલવામા આવતા રહે છે.
આવી જ રીતે કચ્છનીઅલગ અલગ સુધરાઈમાં આ કરવેરાની વસુલાતોનો ધમધમાટ વ્યાપેલો છે ત્યારે
પૂૃવ કચ્છના ઔદ્યોગીક પાટગનર ગાંધીધામ નગરપાલિકામાં આ કરવેરા વસુલાત પર જાણે કે અવડીગંગાનો જ તાલ થવા પામ્ય હોય તેમ બ્રેક લાગેલો હોવાનુ સામે આવવા પામી રહ્યું છે.ગાંધીધામના બાકીદારોને વિલંબિત કાર્યવાહીથી સરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ નહી મળે એવુ તો નથી ને? શહેરીજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થવા પામી રહી છે. ગાંધીધામ નગરપાલીકામા મિલ્કત ધરાવતા શેહરીજનોને બીલ જનરેટ થયા પછી એક માસના નિયમ સમયની અંદાર બીલ વેરાની રકમ ભરી આપવામા આવશે તો મિલ્કત ધારકને વેરા પર ૧૦થી ર૦ ટકા ડીસ્કાઉન્ટ મળવાની યોજના અમલી છે. હવે જોવાની વાત એ છે કે, મિલ્કતધારકોના બીલો જ હજુ જનરેટ થવાના બાકી છે તો પછી મિલ્કતધારક આ રકમ અને તેના ડીસ્કાઉન્ટ લાભ મળેવશેકેવી રીતે? બીલો જનરેટ કરવામાં ચીવટતા વધારવી જરૂરી છે. નહી તો સરકાર દ્વારા જે ૧૦થી ર૦ ટકા રાહત આપવાની યોજના ઘડાઈ છે તે અનુસાર જો આવા બીલની રકમ મુદત વિત્યા પછી ભરવામા આવે તો તેવા સંજોગામા નિયમ પ્રમાણે મિલ્કત ધારકે દંડનીય રકમ સહિત બીલનીરકમ ભરવી પડશે. દાખલારૂપ વાત કરીએ કે જો એપ્રીલ મહીનામાંકોઈ મિલ્કત ધારકને આ બીલ જનરેટ થયેલ નહી મળે અને તેનુ માસીક પ૦ હજાર રૂપીયા બીલઆવતુ હશે તો તેના ૧૦ ટકા ડીસ્કાઉન્ટ રકમ ગણીએ તો ૧૦ હજાર રૂપીયાનો લાભ તેને નાહકનો મળવા નહી મળી શકે. જો કે, બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના સીઈઓ દર્શનસિંહ ચાવડાને આ અંગે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સરકારની આત્મનિર્ભર સ્કીમ હેઠળના લાભાર્થીઓને ર૦ ટકા રીબેટ આપવાનુ છે, ગત વરસે આ યોજનામા મેથી કામ શરૂ કરવામા આવ્યુ હતુ. હાલમા પણ તેની પ્રક્રીયા ચાલી રહી છે, બધા બીલો ઉધારાઈ જાય એટલે એકસાથે જ તેનો લાભ જેતે વર્ગને રીબેટ સાથે મળી જશે અને રીકવરી પણ થવા પામી જશે એ સીવાય અન્યકેાઈ જ ટેકનીકલ સમસ્યા કે બાધા રીકવરી મુદ્દે રહેલી ન હોવાનુ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ.