ગાંધીધામ સુધરાઈનું તંત્ર તદન રામભરોસે : “ઠોઠ નિશાળીયાને વેતરણ જાજા”વાળી કરો બંધ

  • ગાંધીધામ સુધરાઈનું તંત્ર તદન રામભરોસે :“ઠોઠ નિશાળીયાને વેતરણ જાજા”વાળી કરો બંધ

મોવડી મંડળે આપણને..ગાંધીધામને ભણેલા-ગણેલા પ્રમુખ આપ્યા છે, અનુભવી કારોબારી ચેરમેન આપ્યા છે, છતાં કેમ સંકુલની પ્રજા પાણી માટે પાયમાલ બની રહી છે? ચોમાસાની સિઝનમાં પાણીની કિલ્લત સર્જાય તે આપણી કેવી કમનશીબી કહેવાય..! શહેરીજનોની પીડાને સમજો..નહી તો આ તમામ સમસ્યાનો જવાબ આવનારી વિધાનસભામાં ચોકકસથી મળશે…

સુધરાઈના પાણી સમિતિના ચેરમેન સંજયભાઈ છે ખુબ મહેનત કશ, શહેરીજનોની પાણી સમસ્યાના નિવારણ માટે કરી રહ્યા છે દિવસ-રાત જોયા વિના મહેનત : તેઓ આવ્યાને થોડો જ સમય થયો છે એટલે પેંધી ગયેલા અને ભ્રષ્ટાચારનો સ્વાદ ચાખી ચુકેલા તત્વો ચેરમેનશ્રીની પ્રમાણિક-નિષ્ઠાભરી મહેનત પર કરી રહ્યા છે પાણીઢોળ

ચોમાસા દરમ્યાન ગાંધીધામ શહેરી વિસ્તારમાં રોજ-બરોજ વકરતો પાણીનો પોકાર :એકતરફ શહેરભરમાં પાણીની કિલ્લત છે તો બીજીતરફ સુધરાઈના નગરસેવકો, પદાધિકારીઓની અણઆવડત-મિસમેનેજમેન્ટ થકી રામબાગ ઓવરહેડ ટેન્ક પાસે લાખો ઘેલન પાણીનો થાય છે મસમોટો વેડફાટ..! : કોના બાપની દિવાળી..!

ખાટલે મોટી ખોટ : સુધરાઈના વર્તમાન બની બેઠેલા હોદેદારો માત્ર અને માત્ર ફોટોસેશનમાં જ છે વ્યસ્ત, રામબાગ ઓવરહેડ ટેન્ક પાસે લાખો ગેલન પાણી વેડફાય છે તેના નિકાલ માટે હકીકતે ચીફ ઓફિસર, પ્રમુખ, નગરપાલીકાના ઈન્જીનીયર, પાણીના ઓવરશીયર સહિતનાઓ વેળાસર મુલાકાત લઈ, ટેકનીકલી સમસ્યાઓ નિવારવી જોઈએ તેના બદલે પાલીકાના ઠોઠ નગરસેવકો ત્યાં બેસી, સેલ્ફી લઈ, ગામમાં ફોટા ફેરવી સસ્તી પ્રસિદ્ધીઓમાં પડયા છે રટ્ટ

હાય..રે..સંકુલની રાજકીય હુંસ્સાતુંસી…!, પાણીની કટોકટી મુદ્દે પ્રજાજનોએ નગરસેવકોને રજુઆતો કરતા, કામ ન કરાવી શકનારા અમુક નગરસેવકોએ તો આત્મહત્યા કરી લેવાની પણ ઉચ્ચારી દીધી હતી ચીમકી..!

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલની એ કેટેગરીમાં સમાવિષ્ટ નગરપાલીકામાં નવી બોડી આવ્યા બાદ જાણે કે અણઆવડત અને મિસમેનેજમેન્ટના ગતકડાઓ થકી પ્રજાજનોની સમસ્યાઓ અને હાલાકી ભોગવવાનુ હવે ધીરે ધીરે ચરમસીમએ પહોચી જવા પામી ગયુ હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. શહેરમાં આધુનીક અને સ્માર્ટ બનાવવાના વિકાસની વાતો કદાચ પુરી ન કરી શકાય પરંતુ આ નવી બોડી તો શહેરીજનોની જીવનજીરૂરીયાતની ચીજવસ્તુઓ પુરી કરવામાં પણ જાણે કે, ઉણી ઉતરી હોય તેવી ઘટનાઓ રોજ બરોજની રૂટીન બની જવા પામી રહી છે.આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ છે તેવામાં પણ ગાંધીધામના શહેરીજનોને પાણીની કિલ્લતની ભયંકર સમસ્યાઓ સતાવી રહી છે. પાણી માટે આધુનિક શહેરના લોકો રીતસરના વલખા મારી રહયા હોવાની સ્થિતી છે. પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ થઈ જવા પામી છે છતા નગરપાલીકાનુ જાણે કે કોઈ ધણીધોરી જ ન હોય તેવી રીતે આ સમસ્યાઓના ઉકેલ આવવાના બદલે તે વકરતી સ્થીતીમાં જ સામે આવવા પામી રહ્યુ છે. આવામાં પાણીના પ્રશ્નને લઈને એકતરફ શહેરમાં પાણીની ઘટ્ટની બૂમરાડ ઉઠી છે તો બીજીતરફ રામબાગ ઓવરહેડ ટેન્ક પાસે લાખો ઘેલન પાણીનો મસમોટો વેડફાટ થવા પામી રહ્યો હોવાથી સુધરાઈના જવાબદારો પ્રત્યે શહેરમાં ભોગગ્રસ્તોમાં ભારોભાર રોષ ભભુકી રહ્યો હોવાની સ્થીતી છે.આ અંગે લોકોમાં થતા કચવાટ ભર્યા ગણગણાટની વાત માંડીએ તો રામબાગમાં ઉપરથી નર્મદામાંથી પાણી વરસામેડી અને ત્યાથી રામબાગ ટેન્કમાં જમા થવુ જોઈએ. અને તે ઓવરહેડ ટેન્ક મારફતે શહેરમાં જુદા જુદા સપ્લાયથી પાણી સુલભ કરાવી શકાય તેમ છે. પરંતુ ઓવરહેડ ટેન્કમાં મોટરો તદન સડી ગઈ છે, બગડી ગઈ છે, તો વાલ્વની સ્થિતી પણ અતિ નબળી પડી જવા પામી છે એટલે નર્મદામાથી તો પાણી ભરપુર આપવામા આવી જ રહ્યુ છે, પરંતુ નગરપાલીકાની રામબાગ ઓવરહેડ ટેન્કની વ્યવસ્થાઓ તદન ધ્વસ્ત બની ગઈ હોવાથી છત્તે પાણીએ શહેરીજનોને મળવાના બદલે તેનો મોટાપાયે વેડફાડ થવા પામી રહ્યો હોવાનો વર્તારો ઉભો થવા પામી રહ્યો છે. કહેવાય છે કે, ઉપર પાણી ચડતુ નથી, નર્મદામાથી ફાળવયા છે, હવે પાણી જાળવવુ કયા? આવામાં સુધરાઈના બની બેઠેલા ઠોઠ જવાબદારો દ્વારા ચેનલ ટાંકાની બાજુમાથી ખોદીને તળાવમાં પાણી ઠાલવવામા આવી રહ્યુ છે અને આ પાણી આજે પણ વેડફાતી અવસ્થામા જોવા મળી આવી રહ્યુ છે. વાલ્વ લિકેજના લીધે પણ પાણી આજુબાજુમાં મોટા પ્રમાણમાં ફેલાઈ જવા પામી રહ્યુ હોવાની પણ ચર્ચા થવા પામી રહી છે.આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના પાણી સમિતીના ચેરમેન સંજયભાઈ ગર્ગને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સેકટર વિસ્તારમાં પાણીની સમસ્યાઓ નથી.શહેર વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. બે સપ્લાય ચાલુ થઈ ગયા છે, ત્રીજો ચાલુ કરી દેવાશે એટલે કયાય સમસ્યા નહી રહે. રામબાગ ઓવરટેન્કની મોટર-વાલ્વમાં કોઈ પ્રશ્ન નથી અને પાણી ત્યા સંગ્રહાય જ છે તેઓએ ૪૦ એમએલડી સામે ૩૬ એમએલડી પાણી મળતુ હોવાની વાત કરી હતી. જો કે, વચ્ચેથી ચાર એમએલડી દૈનિક અને ૧ર૦ એમએલડી માસિક થાય તે પાણી કયા જાય છે તેનો જવાબ તેઓ આપી શકયા ન હતા.

સુધરાઈમાં ઠેકા લ્યો, કાગળ પર કામ કરો-બીલો ઉધારોનો ચાલે છે..અંધેરરાજ….!

ડ્રાઈવર સપ્લાય, અગ્નિસમન દળમાં માણસો સપ્લાય, પાણીની મેઈન્ટેન્નસ લાઈનનો સપ્લાયના ઠેકા તથા બાગ-બગીચાની જાળવણી-નિભાવના ઠેકઓ અપાઈ ગયા..પણ કામ શુ થાય છે? બીલો જેટલા બન્યા છે તે પૈકીના કામોનુ સુપરવાઇજીંગ કોણે કર્યુ છે? : આ તમામ કામ ઠેકા રાખનારાઓની ચકાસણી થાય તો માત્ર કાગળ પર કામ અને લાખોના બીલો ઉધરી જતા હોવાની છે ચકચાર….

ગાંધીધામ : સુધરાઈમાં હાલના સમયે ભારે અંધેરરાજની સ્થિતી સર્જાયલી હોવાનો તાલ સામે આવવા પામી રહ્યો છે. અલગ અલગ કામો પેટેના ઠેકાઓ રાખી દેવાયા છે, કામ માત્ર કાગળ પર જ થાય છે પરંતુ બીલો તેના ઉધરી જતા હોવાની સ્થિતી છે. પાણી મોટા પાયે શહેરને મળે છે તો પછી આટઆટલા લીકેજ, વેડફાટ કેમ? પાણીની લાઈનો-વાલ્વ-મોટર સહિતના નિભાવ-જાળવણીના ઠેકા તો અપાયા છે? કોને અપાયા છે આ ઠેકા? શુ મેઈન્ટેનન્સન કામગીરી થાય છે? કેમ તેની ચકાસણીઓ કોઈ નથી કરતુ? પાણીના મેઈન્ટેનન્સનો ઠેકો હરીભા ગઢવી પાસે છે. તો અહી તેઓ શુ મેઈન્ટેનન્સ કરાવી રહ્યા છે? આ તમામ દ્વારા કેવા પ્રકારના નિભાવ-મેઈન્ટેનન્સ થાય છે, કેટલા બીલો ઉધારાયા છે તે ક્રોસ વેરીફીકેશન કરવુ પણ જરૂરી હોવાનુ શહેરીજનો માની રહ્યા છે.