ગાંધીધામ સુધરાઈના નપાણીયાતત્વાને અર્પણ : વરૂડી પાણી લાઈનના બીલમાં ચલકચલાણા.!

પાણી પુરવઠાની લાઈનનું કામ રાખનાર પાર્ટીનુ બીલ અટકાવાાયુ, બે-ચાર દીવસમાં ફરીથી પાસ કરાયુ.? કયો મોરલો કરી ગયો કળા? બીલ અટકાવ્યુ તો કોણે? મંજુર કોના કહેવાથી થયુ? કોણે ખાધું કમિશન? : ચર્ચાઓ તેજ

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામની એ કેટેગરીમાં આવતી નગરપાલીકા પાછલા કેટલાક સમયથી એક યા બીજી રીતે સતત ચર્ચાના એરણે જ ચડવા પામી રહી છે. હાલમાં પણ અહીના આદિપુર વિસ્તારની એક પાણી પુરવઠાની લાઈનના બીલના ચુકવણામાં પણ ભારે ચલકચલાણા ભર્યો ખેલ રમાઈ ગયો હોવાની ચર્ચા થવા પામી રહી છે.
આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી માહીતી અનુસાર આદિપુર વિસ્તારામા આવેલી વરૂડી પાણીની લાઈનના કામ થવા પામ્યા હતા. આ કામોમા ંકોઈ પણ કારણોસર અધુરાશો હોય કે અન્ય કોઈ પરંતુ તેના બીલો એકચોટ અટકાવી દેવામા આવ્યા હતા. પરંતુ આ અટકાવાયેલા બીલોને ચાર જ દીવસમાં પગ આવી ગયા કે તેને મંજુર કરી દેવાયા હોવાથી ચર્ચા વધુ તેજ બની જવા પામી ગઈ છે. જાણકારો પુછી રહ્યા છે કે, આ લાઈનના બીલો અટકાવાયા હતા તો કયા કારણોસર? કોણે અટકાવ્યા હતા? અને એવુ તો શુ બન્યુ કે, ચાર જ દીવસમા આ બીલો મંજુર કરી દેવાયા? અને તે મંજુર થયા કોના કહેવાથી? આ બીલોમાં વચ્ચે કમિશનની કટકી ખાનારાઓ કોણ હતા? ગાધીધામ સુધરાઈના જવાબદારો આ બાબતે મગનુ નામ મરી પાડે તેવી અપેક્ષા જાણકારો સેવી રહ્યા છે.