ગાંધીધામ સુધરાઈના કારોબારી ચેરમેન પદે વિજય મહેતાની વરણી

ખાસ સામાન્યસભામાં કરાઈ વિધીવત જાહેરાત : વિવિધ કમીટીઓના ચેરમેનની પણ કરાઈ નિયુકિત : ઉપસ્થિતોએ વરણીને વધાવી : નવનિયુકત પસંદગી પામેલા હોદેદારોએ પક્ષના વિશ્વાસને ઋણ સહિત ચુકવવાનો વ્યકત કર્યો કોલ

 

સીંધી સમુદાયમાથી સર્વસ્વીકાર્ય ઉમેદવારનું નામ હતુ નિશ્ચીંત પરંતુ ગદ્ધાર અને મથુરાનો ચોબા નડી ગયાની ચકચાર : હજુ તો ચેરમેન બન્યા પણ ન હોતા કે બેંકમાં બેઠકોનો દૌર ગદ્ધાર-મથુરાના ચોબાની સાથે ગત ઢળતી સાંજે યોજવાની વાત જિલ્લા ભાજપના કાને પહોંચતા જ પારદર્શક, અનુભવી, મોભીનું નકકી મનાતું નામ રેસમાથી છેલ્લી ઘડીએ કપાઈ ગયાની ચર્ચા : ગદ્ધાર-મથુરાના ચોબા થકી હજુુ’ય સમાજ કેટકેટલુ ભોગવશે નુકસાન..?ઃ જાણકારોનો સવાલ

 

ગાંધીધામ સુધરાઈની વિવિધ સમિતીઓની રચના
ગાંધીધામ : આજ રોજ ગાંધીધામ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતી અને તેમના ચેરમેનોની રચના કરવામા આવી હતી.
ઃઃઃઃ નવનિયુક્ત કારોબારી સમીતી :ઃઃઃ
વિજયભાઈ મહેતા-ચેરમેન,સદસ્યોશ્રી પરમાનંદ ક્રિપલાણી, શોભનાબેન વ્યાસ, તારાચંદભાઈ ચંદનાની, દિપક પારેખ, પન્નાબેન જોષી, મોમાયાભા ગઢવી, પુનીતભાઈ દુધરેજીયા, મનોજભાઈ ચાવડા, વિમલેશ શર્મા, ઉશાબેન મીઠવાણી
ઃઃઃઃ નવનિયુક્ત લો કમીટી :ઃઃઃ
મનોજભાઈ મુલચંદાણી-ચેરમેન, સદસ્યોશ્રી હરીભા ગઢવી, રાધાબેન બજાણીયા, પ્રીયાબેન ગુરબાણી, ગૌરીબેન પરમાર, ધનસુખભાઈ મીરાણી, દિવ્યાબેન નાથાણી, ધર્મીષ્ઠાબેન જાડેજા, નયનાબેન પટેલ
ઃઃઃઃ ગાર્ડન કમીટી :ઃઃઃ
દિવ્યાબેન નાથાણી-ચેરમેન, સદસ્યોશ્રી માયાબેન સથવારા, પ્રવિણભાઈ ધેડા,સામજીભાઈ ભીલ, ઘેલાભાઈ ભરવાડ, પન્નાબેન જોષી, પ્રીયાબેન ગુરબાણી, અમરબેન વણકર, ખીમજીભાઈ રોલા
ઃઃઃઃ સેનીટેશન સમીતી :ઃઃઃ
વિમલેશ શર્મા – ચેરમેન, સદસ્યોશ્રી કાન્તાબેન સોલંકી, મનોજભાઈ ચાવડા, દિપકભાઈ પારેખ, પ્રવિણભાઈ ધેડા, ભચીબેન મહેશ્વરી, સુમનબેન શ્રીવાસ્તવ, ચંદ્રીકાબેન દાફડા, ગોવિંદભાઈ નિંજાર
ઃઃઃઃ ટાઉન પ્લાનીંગ કમીટી :ઃઃઃ
પરમાનંદ ક્રિપલાણી – ચેરમેન, સદસ્યોશ્રી ચંદ્રિકાબેન દાફડા, ભચીબેન મહેશ્વરી, ના.સીતા સી.એચ.સુર્યચંદ્રરાવ, વિજયભાઈ મહેતા, સુરેશભાઈ ગરવા, ચંદનભાઈ જૈન, શ્રીમતી દર્શનાબેન ઝાલા, પુનમબેન પરીયાણી
ઃઃઃઃ ફાયર એન્ડ લાઈટીંગ કમીટી
શોભનાબેન વ્યાસ-ચેરમેન, સદસ્યોશ્રી તારાચંદભાઈ ચંદનાની, ધનસુખભાઈ મીરાણી, ગોમતીબેન પ્રજાપતિ, માયાબેન સથવારા, ઉષાબેન મીઠવાણી, ખીમજીભાઈ રોલા, જે.પી.મહેશ્વરી, પરમાનંદ ક્રિપલાણી
ઃઃઃઃ પબ્લીક વર્કસ કમીટી :ઃઃઃ
ગેલાભાઈ ભરવાડ – ચેરમેન, અમરબેન વણકર, ગોવિંદભાઈ નિંજાર, કાન્તાબેન સોલંકી, વિજયભાઈ મહેતા, મોમાયાભા ગઢવી, પરમાનંદ ક્રિપલાણી, ચંદનભાઈ જૈન, ધર્મિષ્ઠાબા જાડેજા,
ઃઃઃઃ વોટર વર્કસ કમીટી :ઃઃઃ
મોમાયાભા ગઢવી – ચેરમેન, સદસ્યોશ્રી સુરેશભાઈ ગરવા, મનોજભાઈ મુલચંદાણી, જે.પી.મહેશ્વરી, પુનમબેન પરીયાણી, વિમલેશ શર્મા, ઉષાબેન મીઠવાણી, ધનસુખભાઈ મીરાણી, રાધાબેન બજાણીયા
ઃઃઃઃ ટેક્ષેશન કમીટી :ઃઃઃ
દર્શનાબેન ઝાલા – ચેરમેન, સદસ્યોશ્રી રાજેશભાઈ ભરાડીયા, ગૌરીબેન પરમાર, હરીભા ગઢવી, ધનસુખભાઈ મીરાણી, શામજીભાઈ ભીલ, તારાચંદભાઈ ચંદનાની, ખીમજીભાઈ રોલા, ના.સીતા સી.એચ.સુર્યચંદ્ર રાવ
ઃઃઃઃ લાયબ્રેરી કમીટી :ઃઃઃ
ઉષાબેન મીઠવાણી – ચેરમેન, સદસ્યોશ્રી ધર્મિષ્ઠાબા જાડેજા, ગેલાભાઈ ભરવાડ, પન્નાબેન જોષી, મનોજભાઈ ચાવડા, ગીતાબેન ગણાત્રા, અમરબેન વણકર, નયનાબેન પટેલ, સુમનબેન શ્રીવાસ્તવ
ઃઃઃઃ એસ્ટાબ્લીશમેન્ટ કમીટી :ઃઃઃ
સુરેશભાઈ ગરવા – ચેરમેન, સદસ્યોશ્રી ગોવિંદભાઈ નિંજાર, હરીભા ગઢવી, ગોમતીબેન પ્રજાપતિ, પુનિતભાઈ દુધરેજીયા, દિવ્યાબેન નાથાણી, ચંદ્રિકાબેન દાફડા, ચંદનભાઈ જૈન, મનોજભાઈ મુલચંદાણી
ઃઃઃઃ સોશ્યલ વેલ્ફેર કમીટી :ઃઃઃ
નયનાબેન પટેલ-ચેરમેન, સદસ્યોશ્રી સુમનબેન શ્રીવાસ્તવ, ગેલાભાઈ ભરવાડ, કાન્તાબેન સોલંકી, દિવ્યાબેન નાથાણી, હરીભા ગઢવી, ના.સીતા સી.એચ.સુર્યચંદ્ર રાવ, ચંદ્રિકાબેન દાફડા, માયાબેન સથવારા

 

 

 

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અને એ કેટેગરીની ક્ષમતાવાળી ગાંધીધામ નગરપાલીકામાં આજ રોજ ખાસ સામાન્ય સભા યોજવામા આવી હતી. જેમાં કારોબારી ચેરમેન સહિત વિવિધ સમીતીઓની વિધીવત વરણીઓ કરવામા આવી છે. પાછલા લાંબા સમયથી ગાંધીધામ સુધરાઈમાં કારોબારી ચેરમેન પદે કોણ આવશે તેને લઈને અટકળોઅને અનુમાનો પણ લગાવવામ આવતા અને તે તમામનો પણ આજ રોજ સત્તાવાર જાહેરાત કરવામા આવી જતા અંત આવી ગયો છે.
આજ રોજ ગાંધીધામ નગરપાલિકાની ખાસસામાન્ય સભા મળેલ હતી જેમાં કારોબારી સમીતીના ચેરમેન પદે વિજયભાઈ મહેતાના નામની જાહેરાત કરવામા આવી હતી જેને સો ઉપસ્થીતીઓએ હરખભેર વધાવી હતી. આ ઉપરાંત વિવીધ સમીતીઓમાં લો સમીતીમાં મનોજભાઈ મુલચંદાણી, ગાર્ડન સમીતીમાં દિવ્યાબેન નાથાણી, સેનીટેશન સમીતિમાં વિમલેશ શર્મા, ટાઉન પ્લાનીંગ સમિતીમાં પરમાનંદ ક્રીપલાણી, ફાયર એન્ડ લાઈટીંગ સમીતીમાં શોભનાબેન વ્યાસ, પબ્કલી વર્કસ સમીતીમાં ગેલાભાઈ ભરવાડ, ટેક્ષેસન સમિતીમાં દર્શનાબેન ઝાલા, લાયબ્રેરી સમિતીમાં ઉષાબેન મીઠવાણી, વોટરસપ્લાય સમીતીમાં મોમાયાભાઈ ગઢવી, એસ્ટાબ્લીસમેન્ટ સમિતીમાં સુરેશભાઈ ગરવા અને સોશ્યલ વેલ્ફેર સમીતીમાં નયનાબેન પટેલના નામની જાહેરાત કરવામા આવી હતી.