ગાંધીધામ સંકુલમાં સ્વૈચ્છીક બંધનો ફિયાસ્કો કેમ?

  • કોક તો જરા સહેજ કરો વિચાર .?

આદ્યૌગીક સંકુલ-વેપારી ક્ષેત્રને શનિ-રવિ બંધ રખાવશો તો કોણ પાડશે બંધ? નેાકરિયાત વર્ગવાળો આ વિસ્તાર પાંચ દિવસ તો નોકરીમાં જ રહે છે રટ, રાશન-પાણી-શાક-પાન સહિતની ખરીદી શનિ-રવિ જ કરતો હોવાનો છે શિરસ્તો, આવામાં શનિ-રવી જ બંધ કરાવશો તો કોણ આપશે સહકાર..? : આમ લોકો તો શું, પણ વેપારીઓને પણ ધંધા-રોજગાર-કમાવવા માટે આ જ બે દિવસો હોય છે, વેપારીઓ પણ નહીં પાડે બંધ..!- તો પછી આવામાં કોરોનાની ચેઈન કયાંથી થશે બ્રેક..?

બંધ પાડતા પહેલા તમામને વિશ્વાસમાં લેવા પડે, સંકલન સાધવું પડે, બધાના મતો જાણીને તેઓના મંતવ્યને સ્વીકારીને નિર્ણય લેવાય, સાંજે આઠ વાગ્યે ઉંઘમાથી ઉઠયા, વિચાર આવ્યો, ૪ ઝભ્ભાલેંગાવાળઓને
ઉપાડયા, હાથ જોડીને બંધ કરાવવાની વિનંતી કરવા લાગી ગયા, તો પછી બંધનો ફિયાસ્કો જ થાય ને? નહીં તો
બીજું શું થાય..?

ખાટલે મોટી ખોટ : ગાંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રીને તો એ પણ નથી ખબર કે આ સંકુલ નોકરીયાતવર્ગના વિશેષ વસ્તીવાળુ છે.? શનિ-રવિ બંધ કરવવાની કરી રહ્યા છે અપીલ? બંધ કરાવવા નીકળી પડનારાઓ કેટલા પ્રભાવશાળી? પ્રજા પર આ પૈકીનાઓમાંથી કોનું છે વર્ચસ્વ..?

ગાંધીધામ સંકુલને પાંચ કામના દિવસોમાંથી બંધના દિવસો કરવા જોઈએ પસંદ? મંગળ-બુધ-ગુરૂ અથવા તો ગુરૂથી શુક્ર બંધ પડાવો તો જ બંધને મળશે પ્રતિસાદ..! : જાણકારોનો ઈશારો

ગાંધીધામ :કોરોનાની મહામારીને ડામવા વેકસીનેશન, નિયમોની અમલવારી અને સ્વેચ્છીક બંધ તરફ સૌ કોઈ ભાર આપી રહ્યા છે. ગાંધીધામ સંકુલને પણ બંધ કરાવવાની અપીલો કરાઈ રહી છે પણ છતાય અહી કેસો વિક્રમજનક રીતે વધી રહ્યા હોવાથી આ સ્વૈચ્છીક બંધ પડાવનારાઓ કયાંકને કયાંક ચુક કરી રહ્યા હોવાથી નાછુટકે લોકો અને વેપારીઓ સહિતનાઓને સંકુલ ખુલલુ રાખવુ પડતુ હોય તેમ દર્શાઈ રહ્યુ છે. બીજા શબ્દોમાં કહીએ તો ગાંધીધામમા સ્વૈચ્છીક બંધનો ફિયાસ્કો જ થવા પામી રહ્યો છે તો તેના કારણો ચકાસવાની હવે જરૂરી ઉત્પન્ન થઈ રહી છે. આ બાબતે પ્રબુદ્ધવર્ગની ટકોર પર ધ્યાન આપીએ તો આદ્યૌગીક સંકુલ-વેપારી ક્ષેત્રને શનિ-રવિ બંધ રાખવાનો આગ્રહ કરવામા આવ્યો છે. આ સંકુલને શનિ-રવિ સ્વૈચ્છીક બંધને સફળતા મળવાની શકયતાઓ નહિવત છે. તેના કારણો પણ તપાસવા જોઈએ. આ સંકુલ નોકરીયાત વર્ગનો વિસ્તાર છે. અહી નોકરી પર આધારીત હોય તેવો વર્ગ વિશાળ વસ્તી ધરાવી રહ્યો છે. કચ્છના ભુજ સહિતના અન્ય શહેરો ગામડાઓથી આધારિત છે જયારે ગાંધીધામ સંકુલ નોકરીયાત વર્ગોની વસ્તીવાળુ સંકુલ છે. સોમથી શુક્ર નોકરીમાં બે છેડા ભેગો કરતો રહે છે તો ઘર વખરી-રાશન કે પછી શાક-પાન ખરીદવાને માટે આ વર્ગની પાસે શનિ-રવિ જ તો બચે છે. સ્વૈચ્છીક બંધની અપીલ આ દીવસોની થાય તો ન તો લોકોને તેની પરવા રહેશે ન તો સામે પક્ષે વેપારીઓ પણ આ દીવસોમા બંધ રાખી શકશે. તેઓને માટે પણ સંકુલમાં શનિ-રવિ જ ધંધા-રોજગાર અને
વેપારના દિવસો હોય છે. આમ બંધ કરાવવાનારાઓ કે પછી બંધને માટે અપીલ કરનારાઓ ખુદ જરા સહેજ વિવેક બુદ્ધી નહી વાપરે અને ઈચ્છા અનુસાર માત્ર સ્વૈચ્છીક બંધ કરાવવા નીકળી પડશે તો તેનો તો ફિયાસ્કો જ થવાનો છે તેમ જાણકારો કહી રહ્યા છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ સંકુલને પાંચ કામના દિવસોમાંથી બંધના દિવસો કરવા જોઈએ પસંદ? મંગળ-બુધ-ગુરૂ અથવા તો ગુરૂથી શુક્ર બંધ પડાવો તો જ
બંધને સારો પ્રતિસાદ મળી શકે તેમ છે. આદિપુર બુધવારે અને ગાંધીધામ ગુરૂવારે બંધ રહે છે. આ બન્ને દીવસોનો સમાવેશ થઈ જાય તેવી રીતે બંધ પાડવામાં આવે તો લોકોની જીવન શૈલી ન તુટે, અને કોરોનાની ચેઈનને પણ બ્રેક કરી શકાય તેમ છે. બીજીતરફ જાણકારો દવારા કડક ટકોર સાથે કહેવામાં આવી રહ્યુ છે કે, ગોંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રીને તો એ પણ નથી ખબર કે આ સંકુલ નોકરીયાતવર્ગના વિશેષ વસ્તીવાળુ છે.? શનિ-રવિ બંધ કરવવાની કરી રહ્યા છે અપીલ?બીજીતરફ અહી એ પણ ચકાસવુ ઘટે કે, બંધ કરાવવા નીકળી પડનારાઓ કેટલા પ્રભાવશાળી? પ્રજા પર આ પૈકીનાઓમાંથી કોનું છે વર્ચસ્વ..? પ્રજા માટે બંધ કરાવવાની નીકળી પડનારાઓમાથી કેટલા ખડેપગે સેવા માટે ઉભા રહ્યા છે? હકીકતમાં સ્વૈચ્છીક બંધને સફળ બનાવવુ જ હોય તો બંધ પાડતા પહેલા તમામને વિશ્વાસમાં લેવા પડે, સંકલન સાધવુ પડે, બધાના મતો જાણીને તેઓના મંતવ્યને સ્વીકારીને નિર્ણય લેવાય, સાંજે આઠ વાગ્યે ઉંઘમાથી ઉઠયા, વિચાર આવ્યો, ૪ ઝભ્ભાલેંગાવાળઓને ઉપાડયા, હાથ જોડીને બંધ કરાવવાની વિનંતી કરવા લાગી ગયા, તો પછી બંધનો ફિયાસ્કો નહી તો બીજુ શુ થાય..? બંધને સજજડ પ્રતિસાદ કેમ મળે? અને તેવામાં કોરોનાની ચેઈન પણ બ્રેક કેમ થાય?

કોરોનાની ચેઈન તોડવી હશે તો સફળબંધ પાડવુ જ પડશે : તે સિવાય છુટકો જ નથી
ગાંધીધામ : કોરોનાની ચેઈનને તોડવા માટે સ્વૈચ્છીક બંધ તો પાડવું જ પડશે. ગાંધીધામ સંકુલે પણ આ વાતને સારી રીતે ગાઠ વાળીને સમજી લેવાની જરૂરી છે. વેપારીઓએ પણ બંધની અમલવારી સજજડ કરવી જ જોઈએ. બંધ કરાવનારાઓ અને બંધ પાડનારાઓ બન્ને સંકલન વધારે સુમેળભર્યુ કરે, વધારે અને બંધ વધુને વધુ સફળ કેવી રીતે કરી શકાય તે દીશામાં સૌ કોઈ આગળ આવે, સક્રીય બને તે જ સૌના હિતમાં બની રહેશે.