ગાંધીધામ સંકુલમાં મહાદેવના મહાપર્વની ઉજવણી

ઠેર-ઠેર શિવાલયોમાં વહેલી સવારથી જ ગુંજયો શિવનાદ : ભકતોના ધોડાપુર : રૂદ્રાભીષેક, રૂદ્ધી, બિલ્વીપત્રથી થતા પુજાપાઠ : મહાશિવરાત્રીની વિશેષ આરતીના પણ કરાયા આયોજનો : ઠંડાઈ-ભાંગ સહિતનાઓ પ્રસાદનું કરાયુ સેવન

 

ગાંધીધામ સંકુલના પુરાણ પ્રસિદ્ધ માલારા મહાદેવ, નારાણેશ્વર મંદીર,સેકટર – ૫ ભવનાથ મંદિર,ડીસી ફાઈવ તથા ચાવલા ચોકમાં મહાદેવના મંદીરમાં લોકાએ
શીવજી સમક્ષ નમાવ્યુ શીશ

 

ગાંધીધામ : આજે મહાશીવરાત્રીનો પાવન દીન છે. ભારત અને ગુજરાત સહિત કચ્છભરમા પણ આ પવિત્ર દીવસની દબદબાભેર આસ્થાસાથે ઉજવણી કરવામા આવી રહી છે. પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ ખાતે પણ મોટી સંખ્યામાં દેવાલયો ખાતે હરીભકતો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
ગાંધીધામ સંકુલમાં ઠેર-ઠેર શિવાલયોમાં વહેલી સવારથી જ શિવનાદ ગુજી ઉઠયો છે. ભકતોના ધોડાપુર, રૂદ્રાભીષેક, રૂદ્ધી, બિલ્વીપત્રથી પુજાપાઠ કરવામા આવ્યા છે. મહાશિવરાત્રીની વિશેષ આરતીના પણ આયોજનો કરવામા આવ્યા છે.ગાંધીધામમાં વહેલી સવારથી જ ભકતો શિવપુજામાં લીન જોવા મળી આવ્યા હતા. આજે મહાશિવરાત્રીનો પર્વ હોવાથી ભકતોએ વિવિધ દ્વવ્યથી શીવલીંગનો અભિષેક કર્યો હતો. તો આજના દીવસને લઈને મંદીરને રોશનીથી અને ફુલોથી શણગારમાં આવ્યા છે. ભકતોએ શિવપુજા કરીને ધન્યતા અનુભવી હતી. ફલાહાર માટે પણ લોકોએ ઠેર-ઠેર પ્રતિષ્ઠીત દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. ઠંડાઈ-ભાંગ સહિતનાઓ પ્રસાદનું સેવન પણ હરીભકતો દ્વારા કરવામા આવ્યુ હતુ. ગાંધીધામ સંકુલના પુરાણ પ્રસિદ્ધ માલારા મહાદેવ, નારાણેશ્વર મંદીર, સેકટર – ૫ ભવનાથ મંદિર, ડીસી ફાઈવ તથા ચાવલા ચોકમાં મહાદેવના મંદીરમાં લોકાએ શીવજી સમક્ષ શીશ જુંકાવ્યુ હતુ.