ગાંધીધામ શહેર ભાજપની નવી ટીમને ઉમળકાભેર આવકાર

નવનિયુકિત હોદેદારોનો ભાજપ કાર્યાલયે યોજાયો અભિનંદન સમારોહ : પક્ષના આગેવાનો, સ્થાનિક સમાજના મોભીઓ હાજર રહી અને પાઠવી શુભકામનાઓ : નવનિયુકત હોદેદારોએ પક્ષ અને પ્રજાજનોના વીશ્વાસમાં ખરા ઉતરવાનો વ્યકત કર્યો કોલ

ગાંધીધામ : કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા પ્રદેશ સાથે સંગઠન કરી અને તાજેતરમાં જ ભાજપના વિવીધ મંડળ અને મોરચાના હોદેદારોની નિયુકિતની યાદી જાહેર કરી છે જેમાં ગાંધીધામ શહેરના પ્રમુખ સહિતના હોદેદારોની પણ જોહરાત કરવામાં આવી છે. લાંબા સમયથી જેની આતુરતાપૂૃવક રાહ જોવાતી હતી તેવા શહેર-મંડલ વિસ્તારના હોદેદારોમાં ગાંધીધામ પંથકમાં જીલ્લા ભાજપ દ્વારા સમતેાલ રીતે નિયુકિત કરવામા ંઆવી છે અને ખરા લોકસેવકોને અહી સ્થાન આપવામાં આવતા સંકુલના વિવીધ વર્ગ અને સમુદાયમાં ખુશીની લહેર ફરી વળી છે તો પક્ષના ખરા કાર્યકર્તાઓમાં પણ નવુ જોમ ઉમેરાયુ છે.દરમ્યાન જ ગત રોજ સાંજે ગાંધીધામ ભાજપ કાર્યાલય ખાતે નવા વરાયેલા હોદેદારોનો અભિવાદન – અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ પદે પંકજભાઈ ઠકકર, તથા મહામંત્રી પદે નરેશભાઈ ગુરબાની અને મહેન્દ્ર જુણેજા તથા ઉપપ્રમુખ પદે મહેશભાઈ પુંજ અને મનીષભાઈ ભાનુશાલી, મંત્રી પદે વંદનાબેન ધુવા તથા ખજાનચી પદે બારમલભાઈ ગરવા સહિતનાઓને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી છે. ત્યારે ગત રોજ અલગ અલગ સમુદાયના મોભીઓ-આગેવાનો તથા પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં આ તમામ નવા હોદેદારોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો તો વળી બીજીતરફ તમામ નવનિયુકત હોદેદારો દ્વારા પણ પક્ષની શિસ્ત-મર્યાદા અને પરંપરા તથા સીદ્વાંતોને અનુસરી પક્ષ તથા પ્રજાએ દાખવેલા વીશ્વાસમાં ખરા ઉતરવાનો સંકલ્પબદ્ધતા વ્યકત કરી હતી.ગઈકાલે ગાંધીધામ ભાજપ કાર્યાલય ખાતે શહેર સંગઠનના નવનિયુકત હોદેદારોના અભિવાદન-અભિનંદન સમારોહમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજ અને સમુદાયના આગેવાનો કેારોનાન ગાઈડલાઈન અનુસાર જ ઉપસ્થિત રહી અને પસંદગી પામેલા સૌ પર અભિનંદન વર્ષા વરસાવી હતી. જિલ્લા ભાજપ દ્વારા જે રીતે ગાંધીધામમાં સામાજિક, જાતિ-જ્ઞાતિ સમીકરણો, યુવાન અને અનુભવી તથા પીઢ, કર્મઠની એક ટીમ બનાવીને આપી છે તેના પ્રત્યે પણ સૌ કોઈ ઉપસ્થિતો દ્વારા હર્ષ અને સંતોષની લાગણી અનુભવી હતી.આ વેળાએ મીનાક્ષીબેન ભટ્ટ જિલ્લા ઉપપ્રમુખ ભાજપ, પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા, પંકજભાઈ ઠક્કર ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ,ભરતસિંહ જાડેજા પ્રમુખ ગાંધીધામ તાલુકા પંચાયત,ધનજીભાઈ હૂંબલ સદસ્ય કચ્છ જિલ્લા પંચાયત મહામંત્રી ગાંધીધામ શહેર ભાજપ, મહેન્દ્ર જૂનેજા મહામંત્રી ગાંધીધામ શહેર ભાજપ,બળવંત ભાઈ ઠક્કર ઉપપ્રમુખ ગાંધીધામ નગર પાલિકા, બાબુભાઇ ગુજરીયા પ્રમુખ ગાંધીધામ તાલુકા ભાજપ, મધુકાન્ત શાહ, નારિભાઈ પરિયાની, દેવનદ્રસિંહ જાડેજા,મહેશભાઈ પુંજ, મનીષભાઈ ભાનુશાલી, મોહિન્દરસિંહ, કે સી ઠક્કર, કૈલાસબેન ભટ્ટ, પ્રિયાબેન ગુરબાની, દીપિકાબેન નાયક, વંદનાબેન ધુવા, બબીતાબેન અગ્રવાલ, સરિતાબેન ભઠર, કાંતાબેન સોલંકી, લીનાબેન ધારક, ભોળાભાઈ ચંદનાની, દિનેશભાઇ લાલવાની, મનોજભાઈ મૂળચંદાની, મોહિતભાઈ, સુરેશભાઇ ધુવા, એસ એસ ગઢવી, તુલસીભા ગઢવી, નારણભાઇ બાબરીયા, હરિભા ગઢવી, ધનરાજભાઈ ગઢવી, સેવકભાઈ લખવાની, પરેશભાઈ પટેલ, રાજેશભાઇ ધારક,ભરત મીરાની,તેજસભાઈ શેઠ, વાઘજીભાઈ હૂંબલ, સિદ્ધરાજસિંહ જાડેજા, કરણભાઈ ગુરબાની, અરમાન ગુરબાની, શંકારભાઈ દક્ષિણી, વિજયસિંહ જાડેજા, રામભાઈ માતંગ,દીપેશભાઈ ભટ્ટ,રમેશ સથવારા, સુરેશભાઈ મહેશ્વરી, સુભાસભાઈ મહેશ્વરી, મહેશભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.