ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં સપ્ટેમ્બર એકજ માસમાં વિવિધ રસ્તાઓ માટે રૂ.૧ર કરોડ ૭ લાખ મંજુર

ગાંધીધામઃ ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં આવતા મુખ્ય રસ્તાઓ સાથે જાડતા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓના કામ માટે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ રજુઆત માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સમક્ષ કરતા જેના પ્રતિસાદ રૂપે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ઉપરોકત વિસ્તારને જાડતા રસ્તાઓ માટે કુલ રૂ.૧ર.૦૭ કરોડ પુરા મંજુર કરવામાં આવેલ જેમાં કબરાઉ ગામે મોગલ માતાજી અધુરો ડામર રોડ ૪૦ લાખ, ભચાઉ બાયપાસથી વોંધ બાજુ રસ્તો ૩પ લાખ, બુઢારમોરા દેશલપર અમરસર નેર ખારોઈ રોડ ૧૦૦ લાખ, ભીમાસર પડાણા રોડ ૧૩પ લાખ, ભુજપુર સુખપર રોડ ૭પ લાખ, લુણવા આમરડી રોડ ૭પ લાખ, ચિરઈ એપ્રોચ રોડ ૧પ લાખ, લુણવા આમરડી રોડ રીન્યુઅલની કામગીરી ૧પ૦ લાખ, મોરગર દેશલપર રોડ ૧૩૦ લાખ, ૧૦ પડાણા ભીમાસર રોડ ૧ર૦ લાખ, ૧૧ બુઢારમોરા દેશલપર અમરસર નેર ખારોઈ રોડ ૩૩ર લાખની માતબર રકમ મંજુર કરવામાં આવેલ છે.
આ મતબર રકમ મંજુર કરવા બદલ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો આભાર માનેલ જયારે ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા, મહામંત્રી વાઘજીભાઈ છાંગા, નામોરીભાઈ ઢીલા, જીલ્લા પંચાયતના સભ્ય ડાઈબેન ચાવડા, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શિતલબેન છાંગા, ઉપ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ તાલુકા ભાજપના પ્રમુખ અમૃતગીરી ગોસ્વામી, મહામંત્રીઓ નારણભાઈ બાબરીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના કા.ચેરમેન નવીનભાઈ ઝરૂ, જીલ્લા પંચાયતના સદસ્ય રામશ્રીબેન ખટારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન મહેશ્વરી, ઉપ પ્રમુખ નીખીલભાઈ હડીયા, કા.ચેરમેન રમેશભાઈ મ્યાત્રા, તેમજ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને આગેવાનોએ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીનો આભાર વ્યકત કરી અભીનંદન પાઠવ્યા હતા.