ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં પાંચ વર્ષ દરમ્યાન થયેલ વિકાસ કામોનો અહેવાલની પુસ્તિકાનું વિમોચન ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે

ગાંધીધામઃ ગુજરાત પ્રદેશ ભાજપની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થઈ રહયું છે આ યાત્રા ગાંધીધામ વિધાનસભા મધ્યે તા.૧૩-૧૦-૧૭ શુક્રવારના સામખ્યાળી ખાતે બપોરે ૧રઃ૦૦ કલાકે જાહેર સભા, ભચાઉ ખાતે ભવ્ય સ્વાગત ૦રઃ૦૦ કલાકે અને ગાંધીધામ સાંજે ૦૪ઃ૦૦ કલાકે જાહેર સભા શક્તિનગર ગ્રાઉન્ડ ગાંધીધામ મધ્યે રાખવામાં આવેલ છે આ ભવ્ય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સાથે ગાંધીધામ શહેર તાલુકા ભાજપ તેમજ ભચાઉ શહેર તાલુકા ભાજપના સંગઠનના હોદેદારો, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો જે તે વિસ્તારના સરપંચો, જી.ડી.એ.ભાડાના ચેરમેનો સમગ્ર મત વિસ્તારનો પ્રવાસ કરી તમામ ગામોએ તથા શહેરના તમામ વોર્ડોમાં પ્રવાસ કરી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા આમંત્રણ પત્રિકાઓ આપી નિમંત્રણો આપવામાં આવેલ છે. ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં સને ર૦૧૩-૧૪ સને ર૦૧૭-૧૮ સુધી પાંચ વર્ષ દરમ્યાન ગાંધીધામ શહેર તાલુકો તેમજ ભચાઉ શહેર તાલુકામાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ધારાસભ્ય, સાંસદ સભ્ય, દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા નગરપાલીકાઓની વિવિધ ગ્રાન્ટમાંથી થયેલ વિકાસ કામો જેવા કે રસ્તાઓ, શાળાઓ, પાણી પુરવઠા, શિક્ષણ સમાજ, કલ્યાણ સિંચાઈ તેમજ સેનીટેશન વગેરે કામોનો વિસ્તૃત અહેવાલ જેમાં ગાંધીધામ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ રૂપીયા એક હજાર એકસો સાત કરોડ અઠયાવીસ લાખ બે હજાર છસો અડત્રીસ પુરાનો અહેવાલ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલની પુસ્તિકાનું વિમોચન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.
ગૌરવ યાત્રા ગાંધીધામ મધ્યે પધારતા દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાની મેઈન કચેરીના સામેથી યુવા ભાજપના પ૦૦ યુવાનો ગૌરવ યાત્રાનું સ્વાગત કરી બાઈક રેલીથી શÂક્તનગર સભા સ્થળે પહોંચશે. ગાંધીધામ મધ્યે જાહેર સભામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગૃહ મંત્રાલયના રાજયમંત્રી હંસરાજ આહીરે, યશસ્વી વકતા ઉમા ભારતીજી, ક્રિકેટ બોર્ડના પુર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર, ગુજરાત ગૌરવ યાત્રાના ઈન્ચાર્જ ગોરધનભાઈ ઝડફીયા, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રીઓ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી અરજણભાઈ રબારી, સંસદીય સચિવ વાસણભાઈ આહીર, ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, નિમાબેન આચાર્ય, પંકજભાઈ મહેતા, ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સાથે ચુંટાયેલા જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો તથા તમામ સભ્યો, નગરપાલીકાના પ્રમુખો તથા તમામ કાઉન્સીલરો સતા મંડળના ચેરમેનો વિવિધ સરપંચો તેમજ વેપારી સંગઠનો ગાંધીધામ મત વિસ્તારના પ્રજાજનો ઉપસ્થિત રહી પધારેલ રહેલ ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.