ગાંધીધામ વિધાનસભા ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ રોડ શો યોજાયો

ગાંધીધામ ઃ ગાંધીધામ વિધાનસભા ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ આજરોજ ગાંધી માર્કેટ મધ્યે ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી ગાંધીધામની મેઈન બજારમાં ઢોલ શરણાઈ સાથે રોડ શો યોજયો હતો જે રોડ શોમાં ગાંધીધામ વિધાનસભા ચુંટણીના ઈન્ચાર્જ શામજીભાઈ આહિર, શહેર ભાજપના પ્રમુખ દિપકભાઈ પારેખ, મહામંત્રી બળવંતભાઈ ઠકકર, નરેશભાઈ ગુરબાની, મધુકાંતભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન તારાચંદ ચંદનાની, પરેશ ઠકકર, કાઉન્સીલર પ્રવીણ ધેડા, ચંદ્રીકાબેન દાફડા, ચંદન જૈન, ભરત રામવાણી, પ્રદેશ અ.જા મોરચાના માજી કારોબારી સભ્ય અશોક મહેશ્વરી, ઉપપ્રમુખ કાનજીભાઈ ભર્યા, સુરેશભાઈ શાહ, મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, રમેશ ધનવાણી, હરીભા ગઢવી, તેમજ શહેર ભાજપના આગેવાનો નગરસેવકો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.