ગાંધીધામ લૂંટ કેસના બન્ને આરોપી ઝડપાયા

રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા બે દિવસના રીમાન્ડ કરાયા મંજુર

ગાંધીધામ : ગાંધીધામ ખોડીયારનગરમાં બે દિવસ પૂર્વે બે આરોપીઓએ અમરસિંહ રૂગનાથ પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી રૂપિયા પ૭ હજારની સોનાની ચેનની લૂંટ કર્યાની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દફતરે નોંધાઈ હતી.
ગાંધીધામમાં બનેલી બન્ને લૂંટની ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના આરોપીઓને ઝડપી લઈ ચાર દિવસના રીમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીઓના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ગાંધીધામમાં લૂંટ કેસની તપાસ ચલાવી રહેલા તપાસનીશ પીએસઆઈ એમ.એસ. પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, તપાસના અંતે લૂંટના આરોપી એવા ફીરોઝ ઈસ્માઈલ મીયાણા (ઉ.વ.ર૦) તથા મુસ્તાક ભીખા મીર (ઉ.વ.રર) (રહે. બન્ને નવી સુંદરપુરી)વાળાને ગઈકાલે સુંદરપુરી ખાતેથી ૧રઃ૦૦ કલાકે ઝડપી લઈ ચાર દિવસના રીમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજુ કરાયા હતા. નામદાર કોર્ટે આરોપીઓના બે દ દિવસના રીમાન્ડ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મુસ્તાક સામે અગાઉ ખૂનનો ગુન્હો નોંધાયેલ છે.રીમાન્ડ દરમ્યાન તેઓ અન્ય લૂંટ કે ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ વગેરે વિગતો બહાર આવશે.