ગાંધીધામ મામલતદારની ટીમની ઔપચારિક તવાઈ શિણાય ડેમમાંથી નર્મદા નામે માટી ચોરીના કૌભાંડમાં તંત્રએ દરોડો પાડી ભીનું સંકેેલ્યુ.!

શિણાય ડેમમાં કચ્છ બ્રાન્ચ કેનાલમાથી માટી ઉપાડવા માટે અપાયેલા ઠેકેદાર દ્વારા પેટામાં અપાયેલા કામમાં માટી ચોરી કરતા હીટાચી-સાધનો-વાહનો સ્થળ પર પકડાયા : ગત રોજ ગાંધીધામ મામલતદારે સ્થળ પર ટીમો મોકલી, કામ અટકાવ્યુ, ,પણ ઠોસ કાર્યવાહીના બદલે ઔપચારિતાપૂૃર્વક કામ કલાક માટે બંધ કરાવી બીજા દીવસથી ફરી ધમધમ્યુ..

અમારી ટીમ ગઈ હતી, ગાડીઓ નર્મદા નિગમમાં રજીસ્ટ્ર થયેલી છે તે જ હતી, છોડી મુકાઈ છે, કઈ

અજુગતુ દેખાયુ નથી, નર્મદા બ્રાન્ચ કેનાલમાં માટી પડે છે કે અન્યત્ર તે જાેવાની કે તપાસ કરવાની અમને કોઈ જરૂરીયાત રહેતી નથી : શ્રી ચિરાગ હીરવાણીયા(મામલતદારશ્રી ગાંધીધામ)

સરકારશ્રીના કચ્છ માટેના ભગીરથ આયોજન પર પાણીઢોળ થાય છે ઃ કચ્છ બ્રાન્ચ કેનાલના બદલે માટી અન્યત્ર ઠલવાય છે છતાં ધારાસભ્યશ્રી કેમ રૂબરૂ

કામનું નિરીક્ષણ કરવા નથી દોડી જતાં ? નર્મદા નિગમ, ખાણ ખનીજ, ગાંધીધામ મામલતદારને સ્થળ પર લઈ જઈ કેમ નથી કરતા ક્રોસ વેરીફીકેશન ?

ગાધીધામ : ગુજરાત સરકાર દ્વારા કચ્છને નર્મદા જળ પહોચતા કરવા બ્રાન્ચ કેનાલના અધુરા કામોમાં માટી સહિતની જરૂરીયાત પૂર્તતા કરવાને માટે શિણાય ડેમને તોડીને તેમાથી માટી ઉપાડવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્ણયની અમલવારી શરૂ થઈ ત્યારથી જ આ બાબતે લાલબત્તી ધરવામા આવી રહી છે કે, ગાંધીધામના બની બેઠેલા રાજકારણી, કામ રાખનાર ચરમબંધી ઠેકેદાર આણી ટોળકી હકીકતમાં અહીથી ગેરકાયદેસર રીતે માટી ઉપાડવાની સિન્ડીકેટ બનાવી બેઠા છે પરંતુ તેને સતત નજરઅંદાજ કરવામા આવ્યા બાદ ગત રોજ જાગૃત વર્ગ અને નાગરીકે તંત્રને અંતે રજુઆત કરવામાં આવતા ગઈકાલે ગાંધીધામ મામતલદારની એક ટુકડી શિણાય ડેમ પર તે બાબતેની ખરાઈ કરવા પહોચી અને દોડી તો ગઈ પણ જાણે કે તપાસના નામે ફરીયાદીની તમામ વિગતોને નજરઅંદાજ કરી દેવાઈ હોય તેમ ગઈકાલે જે કામ શંકાના આધારે બંધ કરાવ્યુ પેટા કોન્ટ્રાકટરનુ તેને આજે કલીનચીટ આપી દેવામાં આવી

બીજીતરફ આ બાબતે ગાંધીધામ મામલતદારશ્રી ચિરાગ હીરવાણીયાને પુછતા તેઓએ  કહ્યુ હતુ કે, ગત રોજ સર્કલ ઓફિસર સહિતની ટીમને મોકલી હતી અને તેઓએ કામ બંધ કરાવ્યુ હતુ. જે બાદ આજ રોજ વાહનો અને કામની નિતિવિષયકતા બાબતે તપાસ કરતા બધુ જ યોગ્ય જણાયુ છે અને તેમાં કંઈ જ અજુગતુ દેખાયુ નથી. જે ગાડીઓ કામ પર હતી તે તમામ નર્મદા નિગમના લીસ્ટેડ જ રહેલી છે અને કાયદેસરની જ છે. ઉપરાંત મામલતદારશ્રીને માટી ઉપાડયા બાદ કેટલી ગાડી નર્મદા બ્રાન્ચ કેનાલમાં તે જ નંબરની ઠલાવાઈ અથવા તો ગઈકાલે અટકાવાયેલી ગાડી- અન્યત્ર પાર્કીંગ પ્લોટમાં ભરતી કરતા ઠલવાઈ રહી હોવાની વિગતો રજુ કરતા તે અંગે તપાસ કરવા બાબતે પણ શ્રી ચિરાગ હિરવાણીયાજીએ સ્પષ્ટ નનૈયો જ ફરમાવી દીધો અને આવી કોઈ પણ તપાસ કરવાની તેઓને જરૂરીયાત જ ન હોવાનુ જણાવી એકતરફી વલણ અપનાવતા હોય તેવો વર્તારો ખડો થવા પામી ગયો છે.

નોધનીય છે કે, ફરીયાની વિગત અનુસાર ડેમમાથી માટી ઉપાડી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નાખવાનો કોન્ટ્રાકટર અપાયેલો છે તેના બદલે કામ રાખનાર ઠેકેદાર દ્વારા પેટામાં કામ આપી એક હીટાચી ડેમમાં એક બાજુ અને બીજુ હીટાચી ડેમની બીજી બાજુ લગાવી અને ગાડીઓમાં માટી ભરી અને એક પાર્કીંગ પ્લોટમાં આ માટી ઠાલવી તેની ભરતી કરવામાં આવી રહી છે. પાછલા પાંચ દીવસથી રોજની આવી ૧૦થી ૧પ ગાડી માટી સેરવાઈ રહી છે અને બારોબાર જ તે એક શાળાના પાર્કીંગ પ્લોટમાં ઠાલવવામાં આવી રહી હોવાની ફરીયાદ સામે આવી હતી. પરંતુ ગાંધીધામ મામલતદારની ટીમ પર જાણે કે કોઈ મજબુત પ્રેસર આવ્યુ હોય તેમ ગત રોજ વાહન, કામ બંધ કરાવાયુ અને આજે એ તમામ કાયદેસરના જ કરી દેવામા આવ્યા છે. નોધનીય છે કે, આ બાબતે હકીકતમાં ઉચ્ચ અધિકારીઓ કડક તપાસ કરે તો મોટુ કા/ભાડ હજુય ઝડપાઈ શકે તેમ છે અને સરકારને માટીની રોયલ્ટી પેટે પણ ભ્રષ્ટ ટોળકી દ્વારા જે ચુનો ચોપડવામા આવી રહ્યો છે તે પણ બચી શકે તેમ દેખાય છે.

ખાણખનિજ-નર્મદાનિગમ-મામલતદારને કડક સુચના અપાશે, જરૂરથી તપાસ કરીશુ : શ્રી જાેષી(ડીસીશ્રી અંજાર)

શિણાય ગામના જાગૃત, લડાયક, અભ્યાસુ સરપંચ કેમ ખુલીને નથી આવતા બહાર ? ગ્રામ પંચાયતને પણ આ રીતે બારોબાર માટી ઉપાડવાથી આર્થિક રીતે પડે છે મોટો ફટકો : શિણાયના તલાટી પણ શા માટે મૌન

ગાંધીધામ : શિણાય ડેમમાથી માટી ઉપાડીને કચ્છ બ્રાન્ચ કેનાલમાં નાખવાના બદલે અન્યત્ર જઈ રહી હોવાની ફરીયાદના પગલે અજારના તટસ્થ અને કડક ડીસીશ્રી જાેષીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ બાબતે નર્મદા નિગમના અધિકારી શ્રી ચૌધરીને તમામ તકેદારી રાખવાની કડક સુચનાઓ આપી દેવામા આવી છે. છતા પણ માટી નર્મદા કેનાલના બદલે અન્યત્ર જતી હશે તો જરા સહેજ પણ નહી ચલાવાય તેમ શ્રી જાેષીએ જણાવ્યુ હતુ. તેઓએ કહયુ કે, ખાણખનીજ વિભાગ, નર્મદા નિગમ અને ગાંધીધા મામલતદારને પણ આ બાબતે જરૂરથી કડક સુચનો અપાશે અને જાે માટી ગેરવલ્લે થતી હોય તો તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી અચુક કરવામાં આવશે તેવી ખાત્રી શ્રી જાેષીએ આપી હતી.

ભીમજી-મોહન-ચેતન ટોળકી બેફામ : અમારો કોઈ વાળ પણ વાકો ન કરી શકે..! નર્મદા નિગમ ઠેકેદારને જ કેમ ન કરે પેનલ્ટી ? પેટામાં કામ આપી દઈ અને  આડેધડ માટી ચોરી કરવાના કારસ્તાન પર કોની છત્રછાયા ?  ગાંધીધામના બની બેઠેલા રાજકારણી હજુય કેમ ચુપ ?

ગાંધીધામ : નર્મદા બ્રાન્ચ કેનાલમાં માટી નાખવા માટે શિણાય ડેમને આડેધડ તોળી-ખોતરીને માટીની ચોરી જ કરવામા આવી રહી હોવાની એનકવખત અહેવાલો ઉજાગર કરવામાં આવ્યા છતા પણ તંત્ર કામ રાખનારની સામે કોઈ જ કડક આંખ કરતા ન હોવાથી જાણે કે, ઠેકેદાર ફાટીને ફુલેકે ચડી ગયો હોય અથવા તો હુ તો બધાના ગજવા ગરમ કરુ છે, બધાને મારા ખીસસામાં રાખીને ફરૂ છુ, મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, તેવી શેખી મારનાર ઠેકેદાર સાચું જ કહી રહ્યો હોય તેમ વધારે લાગી રહ્યુ છે. કહેવાય છે કે, અહી ભીમજી-ચેતન અને મોહન આણી ટોળકી ડેમમાથી બેફામપણે માટી ઉપાડી કરોડોની રોયલ્ટી ચોરી કરી રહ્યા છે. હવે જયા સુધી તેઓ પાસેથી આ રોયલ્ટીની રકમ ન વસુલાય ત્યાં સુધી પેટામાં રાખલા ઠેકેદારોને દુર કરવા જાેઈએ તે જ સમયની માંગ બની રહી છે.

અંજારના ડે.કલેકટર કેમ ન આમળે કાન.! ગાંધીધામના મામલતદાર લાજવાના બદલે ગાજવાની સ્થિતીમાં…! પ્રખ્યાત શિક્ષણક્ષેત્રને બસો રાખવા બની રહેલા પાર્કીંગ પ્લોટમાં ભરતી થઈ રહી છે, ડેમની માટી ઠલવાઈ રહી છે,  તે શિક્ષણધામના સત્તાધીશોને પુછવાની જરૂર છે કે, માટી ઠાલવવાના આધાર-પુરાવા તેઓ પાસે કેટલા છે ? કયા અને કેટલી રોયલ્ટી કયારે ભરી છે? તો આખેઆખુ ડેમમાથી માટી ઉપાડવાના કૌભાંડનો થાય પર્દાફાશ..? એકતરફી વલણ અપનાવતા અધિકારીને  પ્રજાહિત – સરકારના સારા ઉદેશ્યની સચોટ અમલવારીની સમજણ આપવી ખુબજ જરૂરી

ગાંધીધામ : ગાંધીધામના મામલતદારશ્રી જાણે કે એકતરફ વલણ અપનાવવામાં પાવરઘા બની ગયા હોય તેમ ફરી ફરીને વધી રહ્યુ છે. નોધનીય છે કે, હજુ તો તાઉતે વાવાઝોડા વખતે કંડલાની મુલાકાતે આવેલા રાજયમંત્રીએ આ અધિકારીને જાહેરમાં તતડાવ્યાની ઘટના સમી નથી ત્યાં ફરીથી તેઓ રંગ દેખાડવની શરૂઆત કરી દીધી હોય તેમ શિણાય ડેમ કે જેમા ૧૯ ફુંટ પાણી ભરેલ હતુ તેને તોડીને માટી ઉપાડી કચ્છ બ્રાન્ચ કેનાલમાં તે ઠાલવી જાેઈએ, આમ થતુ  ન હોવાની અને મોટુ કૌભાડ ચાલી રહ્યુ હોવા છતા તપાસ ખુદ તો સામેથી કરી ન શકયા, કોઈ જાગૃત વ્યકિતને ધ્યાન દોર્યુ તો પણ તપાસના નામે અહી ફીંડલું જ વાળી દેવામા આવ્યુ હોવાની સ્થીતી વર્તાય છે. નહી તો ગઈકાલે સ્થળ પર જ મામલતદારશ્રીની ટીમે આ બાબતે પંચનામુ કરવુ જાેઈતુ હતુ? કેમ પંચનામુ ન કરવામાં આવ્યુ? વાહનો સીઝ શા માટે ન કરી લેવાયા? મામલતદાર કઈ રીતે માટીને લઈને કાયદેસરતા નકકી કરી લીધી? ખાણ ખનીજ વિભાગને તેઓએ શા માટે જાણ ન કરી? આવા અનેક સવાલો તેઓએ કરેલી ઔપચારિક કાર્યવાહી સામે ઉભા થવા પામી રહ્યા છે? હકીકતમાં અંજારના ડીસી ડો. જાેષી સાહેબ આ બાબતે મામલતદારીને પ્રજાભિમુખાની કાર્યશેલીના પદાર્થપાણ ભણાવે અને આવા કૌભાંડમાં પડદો પાડી દેવાની નીતીને ત્યજી પ્રજાહિત-સરકારના સારા નીર્ણયોની અમલવારી માટે આગળ આવતા શિખવાડે.