ગાંધીધામ, ભચાઉ, અંજારમાં દારૂના ત્રણ દરોડામાં બે ઝડપાયા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ગાંધીધામ, ભચાઉ અને અંજારમાં દારૂના ત્રણ દરોડામાં બે આરોપીઓ ઝડપાયા હતા, જયારે એક આરોપી હાથ લાગ્યો ન હતો.પૂર્વ કચ્છમાં દારૂની કરાયેલી કાર્યવાહી મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરીમાં દરોડો પાડયો હતો. જેમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી માતંગ પોતાના કબજામાં વિદેશી દારૂ રાખીને તેનું વેંચાણ કરતો હોવાની બાતમીને પગલે કાર્યવાહી કરાઈ હતી, જેમાં રૂા. ૩૭,૮૦૦ની ૧૦૮ નંગ બોટલ પોલીસે કબજે કરી હતી. દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. બીજીતરફ ભચાઉ પોલીસે વોંધ, સામખિયાળી હાઈવે પર ભદ્રેશ્વર હોટલની પાછળ દરોડો પાડીને આરોપી જીતુ અરજણભાઈ કોલીને ૧૪૦૦ રૂપિયાની ચાર બોટલ સાથે ઝડપી પાડયો હતો. આ તરફ અંજાર પોલીસે ગુરૂકુળ – ૩ માં રહેતા આરોપી મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં ર૧૭પ ની કિંમતની ૬ બોટલ કબજે કરીને આરોપીની ધરપકડ કરાઈ હતી.