ગાંધીધામ બેઠકમાંં ભાજપનો ભવ્ય વિજય થશે : વિનોદભાઈ ચાવડા

ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં ગાંધીધામથી નીકળેલી વિશાળ યુવા બાઈક રેલીએ આકર્ષણ જમાવ્યુ તો આદીપુર ખાતે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય

કોગ્રેસના દિગ્ગજ નેતા ભરત મહેશ્વરી સમર્થકો સાથે ભાજપમાં વીધવીત રીતે જાડાય

ગાંધીધામ : ગાંધીધામ અનુ.જાતી વિધાસનભા બેઠક પાંચ પર ભાજપના ઉમેદવાર માલતીબેન કે મહેશ્વરીનો ઐતિહાસીક વિજય થશે તેવો હુંકાર ગત રોજ ગાંધીધામથી પ્રસ્થાન થયેલ બાઈક રેલીમાં ઉમટેલા યુવાનો અને આદીપુર ખાતેના તેઓના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વખતે મોભીઓ દ્વારા વિશ્વાસ વ્યકત કરવામા આવ્યો હતો.
આ બાબતે પ્રાપ્ત થયેલી વધુ વિગતો અનુસાર ગત રોજ સાજે ચાર વાગ્યે ઝંડાચોકથી ભાજપના દિગ્ગજ આગેવાનો કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી, સતીશશીંગ, સહીતનીઓ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોની યુવા બાઈક રેલીને લીલીંજડી આપી પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. ઝંડાચોકથી પ્રસ્થાન થયેલ આ રેલી શહેરના ચાવલા ચોક, ગાંધી માર્કેટ.., લીલાશાહ સર્કલ, ઓસ્લો સર્કલ, રોટરી સર્કલ, થઈ અને આદીપુર પહોંચી હતી. જયાર આદીપુરના વોર્ડવાઇજ ફરી હતી. ત્યારબાદ આદીપુરના મૈત્રીરોડ પર ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ દબદબાભેર કરવામાઅવ્યુ હતુ. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રીબીન કાપી અને કાર્યાલય ખુલલુ મુકયુ હતુ. જયારે ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સતીષ સીંગ, સહિતના આગેવાનોએ દીપપ્રાગટય કર્યુ હતુ. આ તબક્કે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતભાઈ મહેશ્વરી તેઓના ટેકેદારો સાથે ભાજપમાં વીધીવત રીતે જાડાયા હતા જેઓને આવકારવામા આવ્યા હતા. આ વેળાએ ગીતાબેન ગણાત્રા, સામજીભાઈ આહિર, મધુકાંતભાઈ શાહ, સુરેશભાઈ શાહ, અમૃતગીરી ગોસ્વામી, નરેશભાઈ ગુરબાની, તુલસીભા ગઢવી, જીતુભાઈ નાથાણી, કમલેશભાઈ પરીયાણી, અશોકભાઈ મહેશ્વરી, રામજીભાઈ ધેડા, તારાચંદ ચંદનાની, દિનેશ લાલવાણી, મહેશભા ગઢવી, પ્રેમ ચંદનાની, રાજુ ચંદનાની, પરમાનંદ ક્રિપલાણી, વિમલેશ શર્મા, પ્રિયાબેન ગુરબાની, નયનાબેન પટેલ, રાજુભાઈ ધારક, ઘેલાભાઈ ભરવાડ, કાનજીભાઈ ભર્યા, જે.પી.મહેશ્વરી, ગુલ બેલાણી, શામજીભાઈ મહેશ્વરી, મનીષ ભાનુશાલી હાજર રહ્યા હતા.