ગાંધીધામ પોલીસે પકડેલ ૬.૦૩ લાખના શરાબનો કરાયો નાશ

વર્ષ ર૦૧૬માં એ ડીવીઝન પોલીસે પકડેલ ૩૧૦૪ બોટલો ઉપર સંઘડ-માથક વચ્ચે બુલડોઝર ફરાવતા સીમાડો દારૂની ગંધથી ગંધાઈ ઉઠયો : શરાબની અછત વચ્ચે લાખોનો શરાબ નાશ કરાતાં દારૂ પ્યાસીઓના મોઢામાં પાણી આવી ગયા

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ એ ડિવીઝન પોલીસે વર્ષ ર૦૧૬માં પકડેલા શરાબના જથ્થાનો નાશ કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ-ર૦૧૬ માં ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી પરમીશન મળતા પોલીસે ૩૧૦૪ બોટલ શરાબ શરાબ કિ.રૂ. ૬,૦ર,૯૦૦ નો મુદામાલ ટેમ્પો દ્વારા સંઘડ અને માથક વચ્ચે આવેલ ખરાબાની જમીન ઉપ્ર લઈ જવાયો હતો. જયાં સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ, નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા, ગાંધીધામ એ ડીવીઝન પી.આર. વી.એફ. ઝાલા, નશાબંધી અધિકારી વિભાગના ઈન્સપેકટર રાઈટર હેડ સહાયક ફોજદાર વિરજીભાઈ રાઠોડની ઉપસ્થીતીમાં બુલડોઝર ફરાવી નાશ કરાયો હતો. દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાતાં દારૂની નદીઓ વહેવાની સાથે સિમાડો દારૂની ગંધથી ગંધાઈ જવા પામ્યો હતો. તો દારૂની અછતમાં લાખોના શરાબનો નાશ કરાતા દારૂ પ્યાસીઓના મોઢામાં પાણી આવી ગયા હતાં.