ગાંધીધામ પીએસએલ ઝુંપડા પાસે છકડા હડફેટે ફેકચર સહિતની ઈજા

ગાંધીધામ : ગાંધીધામ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૮/પ/૧૮ના સાંજના સમયે પીએસએલ ઝુંપડા ગાંધીધામ હાઈવે ઉપર પુરપાટ જતા આરોપી છકડા નં.જીજે. ૧ર. વીયુ. ર૩૯૦ના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદી રામભરોસસિંગને હડફેટે લઈ માથામાં તેમજ પગમાં ફેક્રચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આગળની તપાસ એએસઆઈ પુનશીભાઈ ચલાવી રહ્યા છે.