• વધુ ભણેલા વધારે ગાડાં ઉથલાવે..તે આનુ નામ..!

શહેરમાં કરોડોની ગ્રાન્ટીથી રોડ-રસ્તા બનાવાય છે, પરંતુ શરૂઆતી વરસાદમાં જ આ રસ્તાઓનુ થઈ ગયુ કચ્ચરઘાણ, સાથે જ સુધરાઈના ટેન્ડરોના કામોમા લોટ-પાણીને લાકડાનો પણ થાય છે પર્દાફાશ : પ્રથમ જ વરસાદમાં અનેક રસ્તાઓ ઉખડી ગયા, વેળાસર જ પેચીંગ, પુરતો મલબો નાખીને નહી કરાય તો, બાઈક ચાલકો આવા ખાડાઓમાં વરસાદમાં પડશે, જીવલેણ પણ બનશે..પરંતુ સુધરાઈના પ્રમુખશ્રીને તો બગાસા ખાતુ પત્તાસુ આવી ગયુ છે, વહીવટી કાર્યો,પ્રજાલક્ષી કામોની તો જાણે કે ગતાગમ જ ન હોય તેમ દર્શાય છે બેફીકરાઈ..!

કરોડોના નાળા સફાઈના ટેન્ડરો અપાયા, કામો કરાયાના દાવા થયા, પણ અડધો ઈંચ વરસાદ પડયોને નગરપાલિકાને એક સાથે ૪-૪ જગ્યાએ નાળાઓમાં જેસીબી લગાવીને સફાઈના હાથ ધરવા પડયા કામ..! નાળા સફાઈના આવા કાગળ પર થયેલા કામો બાબતે નગરપાલીકાના વર્તમાન શાસકોએ શું લીધા પગલા? ચાલુ વરસાદે અને તે પણ માત્ર અડધાઈંચમાં ચાર-ચાર જેસીબી લગાડવા પડયા તો નાળા સફાઈના કામો થયા જ કયા?

મતદાતાઓ માટે તો જાયે તો જાયેં કહાંનો સર્જાયો છે તાલ, પણ અગામી ટુંક જ સમયમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાશે, તો આપણા લોકલાડીલા ધારાસભ્યને ફરીથી ચુંટી લાવવા છે કે નહી?…તેનો તો ખ્યાલ કરો!

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામની એ કેટેગરીમાં સમાવિષ્ટ થતી નગરપાલીકા તેના શાસકોનીઅણઆવડત અથવા તો ગતાગમના અભાવે હાલમાં નગરપાલીકા છે કે પછી નરક પાલિકા? તેવા સવાલો સંકુલમાં ઉભા થવા પામી રહ્યા છે. આ વખતે તો શિક્ષિત શાસકો મળ્યા છે માટે શહેરનો સુવ્યવસ્થિત વિકાસ થશે તેમ લોકો માનતા હતા પણ હવે તો મતદાતાઓ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હોય તેમ માળખાગત સુવિધાના પણ નાના મોટા કામો પણ સુધરાઈના સાંપ્રત શાસકો કરાવી શકતા ન હોય તેમ આજે શહેરમાં ઠેર ઠેર પહેલા જ વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજય સર્જાઈ જવા પામી ગયુ હોવાનો ગંભીર વર્તારો દેખાય છે.આ બાબતે પ્રબુદ્ધવર્ગમાં થતા ગણગણાટ ભર્યા કચવાટ સાથેના રોષની વાત કરીએ તો શહેર-સંકુલમાં હાલના સમયે મોટાપાયે ખાડા પડી ગયા છે. નગરપાલીકાના પ્રમુખને તો બગાસા ખાતુ પત્તાસુ જ આવી ગયુ છે એટલે કદાચ તેઓને તો શહેરની સુખાકારીને ધ્યાને રાખીને વહીવટ કઈ રીતે ચાલે તેની ગતાગમ જ ન હોવાથી હવે પ્રજા હેરાન-પરેશાન થઈ રહી છે. હજુ તો વરસાદ શરૂઆતી જ પડયો છે. આખુ ચોમાસુ તો બાકી છે તેમાં વરસાદ કેટલો વરસશે તેની તો કલ્પના જ કરવી રહી. છતા પણ પ્રથમ વરસાદમાં જ ખાડાઓ મોટા મોટા પડી ગયા છે તેને પુરવાની દીશામાં પ્રમુખશ્રીનુ કોઈ આયોજન જ દેખાતુ નથી. આવામાં બાકીના ચોમાસા-વરસાદમાં ગાંધીધામ શહેરની કેવી બદહાલત થશે તે તો ભગવાન જ જાણે..!
શહેરીજનો, પ્રજા પેરશોન થઈ ગઈ છે. એક બાજુ પાણીની લાઈનો નાખી અને રસ્તાઓ તે વખતે આડેધડ તોડી નાખ્યા, ખાડાઓ કર્યા અને તેને પણ ખુલ્લા જ છોડી દેવાયા, ઉપરાંત રસ્તાના થયેલા કામો તદન તકલાદી કરાયા અને તેનો દાખલો અને ચાડી શહેરમાં વરસેલા પ્રથમ વરસાદે જ આપી દીધો છે. રોડમાં પહેલા વરસાદે ખાડા પાડયા છે તેવુ નથી પણ ખાડામાં રોડ થઈ ગયો હોય તેટલા પ્રમાણમાં ખાડાનુ સામ્રાજય ફેલાઈ જવા પામી ગયું છે. હાલમા રસ્તાઓ છે કે નહી તે શોધવુ પણ મુશ્કેલ બની ગયુ છે તેટલી હદે ખાડાઓ પડી ગયેલા દેખાય છે. કેટલાક તો કહે છે કે, આ શહેરમાં નગરપાલીકા છે કે નરક પાલિકા? સુધરાઈને આ વખતે વધુ શિક્ષિણ હોદેદારો મળ્યા છે તો સુવિધાઓ પણ વધુ મળશે તેની જગ્યાએ જ સુવીધાઓ છે તે પણ છીનવાઈ રહી છે. મતદાતાઓ માટે પણ હવે તો જાએ તો જાએ કહાનો તાલ સર્જાઈ જવા પામી ગયો છે.પણ હવે ટુંક સમયમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાશે તે પણ ન ભુલવુ જોઈએ. આપણા લોકલાડીલા ધારાસભ્યને ફરીથી ચુંટી લાવવા છે કે નહી.? તેનો તો વિચાર કરો.?