ગાંધીધામ નગરપાલીકામો બોગસકર્મીઓનો રાફડો : કરોડોના ઉઘરાતા ખોટા બીલ : સાફ-સફાઈ કયારે?

  • નવા પદાધિકારીઓ કયારે મેળવશે આવી તપાસની ફુરસદ..!

સેનીટેશનથી લઈ અને પાણી પુરવઠા સુધીમાં ડમી કર્મીચારીઓની બોલબાલા : તગડી રકમોના પગારો ઉઘરાયા છે કયા? જાય છે કોના ગજવામાં? કોને મળે છે આ પેટેની તગડી કટકી..? : જાણકારોમાં સર્જાતો યક્ષ સવાલ

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટની દીશામાં અનેકવીધ ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ગુજરાતના મોટા શહેરો મેટ્રે શહેરોની હરીફાઈમાં ટકતા થઈ જાય તેવી આધુનીક સુવીધાઓ શહેરીજનો સુધી પહોચાડવા માટે રાજયની સંવેદનશીલ વિજયભાઈ રૂપાણીની સરકાર માતબર રકમની અલગ અલગ ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવી રહી છે પરંતુ બીજીતરફ આ જ સરકારના સરકારીબાબુઓ જાણે કે, એક યા બીજી રીતે નગરપાલીકાઓમાં ગાલમેલ-ગોટાળાઓ આચરીને સરકારના સારા હેતુને સદંતર ભાંગી જ દેતા હોય છે. દરમ્યાન જ પૂર્વ કચ્છના ગાંધીધામની નગરપાલીકામાં પણ આવી જ રીતે જાણે કે, બોગસ કર્મીઓના રાફડાઓ ફાટેલા હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે. સ્વરાજ જંગની ચુટણીઓ હમણા જ સંપન્ન થઈ છે અને નવા સુકાનીઓએ સેવાની કમાન સંભાળી લીધી છે ત્યારે પંચરંગી પ્રદેશની પ્રજામાથી પણ આવા નવા પદાધિકારીઓ સામે પણ આશભર્યા મીટ મંડાયેલા છે. જયારે કાર્યભાર સંભાળ્યા ત્યારે પારદર્શક અને ભ્રષ્ટાચાર મુકત શાસન આપવાના દાવાઓ કરનારાઓ આવા પ્રકારની તપાસ માટે કયારે ફુરસદ કાઢશે તેવા પણ સવાલો થવા પામી રહ્યા છે. જાણકાોર કહી રહ્યા છે કે, સુધરાઈમાં પાણી પુરવઠા વીભાગથી લઈ અને સેનેટાઈઝેશન વિભાગ સુધી, ફાયર બ્રીગેડથી લઈ અને ટ્રેકટર મારફતે શહેરમાં ડોર ટુ ડોર કચરા ઉપાડનારાઓ સુધી ડમી કર્મીઓ ભારેભાર ભરેલા હોવાનુ મનાય છે. ફાયર બ્રીગેડ વિભાગ છે તો તેમા કેાઈ જ તાલીમ બદ્ધ અને સચોટ લાયકાતો વાળા ન હેાવાનુ મનાય છે તોવળી સફાઈ કરનારાઓમાં પણ રજીસ્ટ્રર પર જ કર્મીઓ ચડેલા દેખાઈ રહ્યા હોવાનુ મનાય છે. આ તમામના પેટે ખોટા બીલો જ ઉધરાઈ રહ્યા છે. હકીકતમા આ સમગ્ર ચકચાર બાબતે વિના વિલંબે તપાસ કરવી જોઈએ અને જો તેમા તથ્ય જણાય તો શહેરને ચોખ્ખી બનાવવાની પોકળ વાતો કરનારાઓ ખુદ પહેલા નગરપાલિકાના વહીવટીમાં જ સાફસફાઈ કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠતી જોવાઈ રહી છે.