ગાંધીધામ નગરપાલિકાના ભ્રષ્ટાચારનો ભાંડો ફુટયો : ખુદ ઉપપ્રમુખશ્રીએ કર્યા સનસનીખેજ આક્ષેપો..!

  • જિલ્લા ભાજપ પ્રમુખ કરે કડક લાલઆંખ

લાઈટ-પાણી,-રોડ-રસ્તા,સફાઈ-નાળા સફાઈ-ટ્રેકટર-ટેન્ડર ભાડે રાખવા સહિતના વિષયો મુદ્દે નગરપાલીકાની વર્તમાન બોડી સરકારી ગ્રાન્ટનો ગેરઉપયોગ કરતી હોવાનો લેખિત રજુઆતમાં કરાયા મસમોટા અંગુલીનિર્દેશ

મુખ્ય કારોબારી અધિકારીને કરાયેલી રજુઆતમાં અનેકવિધ ભોપાળાઓની સામે ઉઠયા સવાલોઃ કારોબારીની પ્રથમ બેઠક અગાઉ જ થયેલી રજુઆતથી ભાજપમાં આંતરીક રીતે મચી ગઈ છે ખળભળાટ

સ્વામી લીલાશાનગર વોર્ડ પાંચની અંદર આવતા રોડના મંજુર થયેલા કામમાં મોટા ભેદભરમ : રહેવાસીઓ, આગેવાનો ખુદ રોડ તોડીને ફરીથી બનાવવાની ના પાડે છે, રસ્તો બનાવવાની જરૂર ન હોવાનો અભિપ્રાય લેખિતમાં નગરપાલીકાને આપી ચુકયા છે છતા તે રોડ તોડીને ખાતમુર્હતના ફોટાઓ પ્રસિદ્ધ કરાવવાનો શું અર્થ? સરકારી ગ્રાન્ટનો આટઆટલો દુરઉપયોગ નગરપાલીકાના સત્તાધીશો દ્વારા કેમ? કોના બાપની દિવાળી ?

આ પહેલા ગુજરાત સરકાર દ્વારા ગત ચોમાસામાં વરસાદી મારમાં તુટી ગયેલા રસ્તાઓ માટે ખાસ કિસ્સામાં ગાંધીધામમાં ની મંજુર કરી હતી તત્કાળ ગ્રાન્ટ : આ ગ્રાન્ટમાથી કયા ઠેકેદારે કેટલા કામો રાખ્યા? કેટલાના રસ્તાના થયા કામ? અને કેટલાના કાગળ પર જ કામ થઈ ગયાના બની ગયા છે બીલો? હકીકતમાં આ બાબતે પણ થવી જોઈએ કડક ચકાસણીઓ : કહેવાય છે કે, ૧૩ કરોડના કામમાં એક પાર્ટીએ ૧ પણ રોડ નથી બનાવ્યો અને ૩ કરોડ રૂપીયાના બીલો તેને મળી ગયા છે? આ પાર્ટી કોણ? તેના બીલો મંજુર કરનારા કોણ? આ બીલોમાં બારોબાર કટકી ખાનારા કોણ?

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા શહેરીજનોની સુવિધાઓ વધારવા માટે અનેકવીધ પ્રયાસો કરવામા આવી રહ્યા છે પરંતુ એ જ સરકારના ભાજપની શાસિત નગરપાલીકાઓ જાણે કે, બોણી બામણીનુ ખેતર બની જવા પામી ગયુ હોય તેમ પદાધિકારીઓ સરકરી ગ્રાન્ટનો મોટો ગેરઉપયોગકરી રહ્યા હોવાની ઘટનાઓ સતત બહાર આવવા પામી રહી છે.
દરમ્યાન જ ગાંધીધામની નગરપાલીકાની વર્તમાન બોડી દ્વારા અણઘણ નિર્ણયો, ભ્રષ્ટાચારના ભોરીંગને વકરાવવાની દીશામાં ટેન્ડરો બિનજરૂરી ચાલુ રાખવા, સારા રસ્તાઓ બનેલા છે તેને ઉખેડી નાખી ફરીથી એ જ રસ્તાઓના કામો કરવાના ફોટોસેસનમાત્ર યોજવા, લાઈટ-પાણી, ગટરસફાઈ, નાળાસફાઈ સહિતના કામોમાં ચાલેલા ચલકચલાણાઓને લઈ અને ભાજપના જ આ નગરપાલીકાના ઉપપ્રમુખ ભાજપ શાસિત બોડીની સામે જ મસમોટા અંગુલીનિર્દેશ સરકાર, પક્ષ અને પ્રજાહિતાર્થે કરીને હિમંતભરી પહેલ કરી દેખાડી છે પરંતુ બીજીતરફ આ પ્રકારના અંગુલીનિર્દેશ થકી ભ્રષ્ટ લોબીમાં ભારે ફફડાટ સાથે આતંરીક રીતે ઉહાપોહ મચી જવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.નોધનીય છે કે, ગાંધીધામ નગરપાલીકાના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠકકર દ્વારા મુખ્ય કારોબારી અધીકારીને લેખિતમાં ગાંધીધામ પાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતે પત્ર મારફતે જાણ કરી છે.કારોબારી બેઠક મળવાની હતી તે પહેલા જ આ પત્ર વ્યહવાર કરી અને કેટલાક એજન્ડાઓની સામે ભારે વિરોધ સાથે તેઓએ અભ્યાસ સાથેના વાંધાઓ રજુ કરી દીધા હતા. તેમના દ્વાર અપાયેલા પત્રમાં દર્શાવાયેલા વાંધાઓમાં જણાવાયુ છે કે, કારોબારી બેઠકના એજન્ડા ન. ર૪,રપ,ર૬, તથા ૪૦થી ૪પ સુધી ફેરવિચારણા કરવાનુ જણાવાયુ છે. આ કામ જે અજેન્સીને આપેલ છે તે કામ બરાબર થતુ નથી. તેમના દ્વારા અપાયેલા કામ ટેન્ડરની શરત પ્રમાણે કોઈ કરવામા આવતા નથી. તેવી અનેક રજુઆતો કરવામા આવી અને ગાંધીધામ નગરપાલિકાના અધિકારી દ્વારા ટીમો બનાવીને સર્વે પણ કરાવેલ છે તેમજ ડ્રેજન સફાઈના કામમાં પણ ગંભીર ફરીયાદો આવેલી છે. રકમ પણ આ માટેની બહુ જ મોટી મંજુર કરવામા આવેલી છે. જેમા પણ કાર્ટેલ બનાવી અને બીજાના ટેન્ડરો રદ કરાવીને ઉચા ભાવે ટેનડર મંજુર કરાવેલ છે તેવુ સ્પષ્ટ પણે જણાઈ આવે છે. માટે આ તમામ કામોના ટેન્ડર રદ કરાવીને નવા ટેન્ડરો દ્વારા કામગીરી કરવામા આવે તો નગરપલિકાને વાર્ષિક ત્રણથી ચાર કરોડ રૂપીયાનો ફાયદો થશે. શ્રી ઠકકરે વધુમા વિગતવાર જણાવેલ છે તે અનુસાર એજન્ડા ન. ૩૦ બાબતે પણ ભ્રષ્ટાચાર સ્પષ્ટ સાબિત થાય છે. એક ટ્રેકટર -ટેન્કરનુ દૈનિક ભાડુ ૧પ૦૦ આસપાસ હોય છે પરંતુ આ એજન્ડામાં રૂપીયા ૩૮૦૦ લખેલ છે જે રદ કરવામા આવે નહીતર તમામ જવાબદારી એજન્ડા પાસ કરનારી રહેશે.એજન્ડા ન. ૭૧મા આઈટમ ન. ૧ તથા રના કામો નીયમથી વિરૂદ્ધના છે. કારણ કે વરસાદ નાળા ઓપન રાખવાનુ હોય છે તેની સામે સુપ્રીમકોૃટની ગાઈડલાઈન જણાવે છે કે જેમા આ એજન્ડમા ખોટેા નિર્ણય લેવાય તેવુ જણાય છે. વરસાદી નાલુ બનાવવાનુ પણ ઓપન બનાવવાનુ હોય છે. અગાઉ નગરપાલીકા દ્વારા કવર્ડ કરેલ વરસાદી નાલાની સ્લેબ તોળાવેલ છે.ટાગોર રોડ ઉપર આવેલ ભાનુદર્શન એપાર્ટમેન્ટ, સત્યમ એપાર્ટમેન્ટ, શીવમએપાર્ટમેન્ટની નાલા ઉપરની સ્લેબ નગરપાલિકાએ કેાઈ પણ જાતની અડચણ ન હતી તો પણ તોડી પાડેલ છે. અને એજન્ડામા શા માટે મંજુર માટે આઈટમ લીધેલ છે. શ્રી ઠકકરે રજુઆત કરી છે અને કહ્યુ છે કે નાલુ ઓપન રાખવામા આવે જો કવર્ડ નાલુ પાસ કરવામા આવશે તો આગળની કાર્યવાહી કરવામા આવશે. ઉપરાંત એજન્ડા ન. ૭૩થી૭૬ બાબતે જણાવાયુ છે કે, સરકારશ્રી દ્વારા ર૦૦૮થી એરીયા બેઝ માપ પ્રમાણે વેરા લેવાનુ શરૂ કર્યુ ત્યારથી બધી પ્રોપર્ટીઓનો વેરો માફ કરવાનુ બંધ કરેલ છે. તો આ માફી આપવા પાત્ર નથી. સીરકારીશ્રીનો અભિપ્રાય મેળવીને આગળની કાર્યવાહી કરવી. એજન્ડા ન.૮પ આ એજન્ડામા નવુ ટેન્ડર બાર પાડી અને પારદર્શક કાર્યવાહી કરવી. ઓનલાઈન ટેન્ડર બહાર પાડી અને ટેન્ડર બહાર કેાઈ કામ કરવુ નહી.
આ ઉપરાંત નગરપાલીકાના બની બેઠેલા પદાધિકારીઓ અને અધિકારીઓના મેળાપીપણાથી માત્ર અને માત્ર સરકારી ગ્રાન્ટના કરોડોના ધુમાડા કરવામ આવી રહ્યા હોવાની ફરીયાદ પણ શ્રી ઠકકરે મુખ્ય કારોબારી અધિકારીને લેખિતમાં કરી છે. તેઓએ ફરીયાદમાં જણાવ્યાનુસાર શહેરના વેાર્ડ ન. પાંચ લીલાશાનગર વિસ્તામા તા.૩૦મી જુનના રોજ રોડના ખાતમુર્હત કરવામા આવ્યા તેમા પણ અલગ અલગ ગલીના રોડના કામની શરૂઆત કરવાનુ ચાલુ કર્યુ છે. આ રોડને બનાવવાની કોઈ પણ જરૂરીયાત જણાતી નથી તેવુ શ્રી ઠકકર ખુદ જણાવી ચુકયા છે અને રહેવાસીઓ પણ અહીના સ્થાનિકે જણાવી રહ્યા છે કે અમારો રોડ તોડતા નહી. શા માટે આ રોડ બનાવો છેો? શ્રી ઠકકરે ખુદે પણ સર્વે કરાવ્યો અને આ રોડ બનાવવાની કોઈ જરૂરીયાત ન હોવાનુ દેખાય છે. છતા પણ નગરપાલીકાની બોડી સરકારી ગ્રાન્ટનો આટઆટલો ધુમાડો કરે છે શા માટે? રોડ ન. ૧ વોર્ડ બાર સી- પ્લા ન. ૧૦થી રપ વાળી લાઈન, રોડ ન. ર વોર્ડ બાર-સી ,પ્લોટ ન ૮રથી ૯૩વાળી લાઈન, રોડ -૩ વોર્ડ બાર સી પ્લાન્ટ ન. ર૭૪થી ર૮૭વાળી લાઈન, રોડ ન. ૪ વોર્ડ બાર સી પ્લોટ ન. ૩૦રથી ૩૧પવાળી લાઈન. આ તમામ ગલીના રોડમા કામની કેાઈ જરૂરત જણાતી નથી તો આ રોડ શા માટે પાસ કરેલ છે અને જેમને પણ આ ખોટુ કામ કરેલ છે તેની સામે સરકારશ્રીની ગ્રાન્ટની રકમનો વેડફાટ અને ગુન્હો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામા આવે આ તમામ રોડ અત્યાર આરસીસીના બનેલ છે અને તેને તોડીને હવે પેવર બ્લોકના રોડ બનાવવાના છે. જેથી રકમ રૂપીયા ૬પ,૦૦,૦૦૦ થાય છે. ગાંધીધામ નગરપાલિકા વિસ્તારના અન્ય વોર્ડમા જયા પણ જરૂર હોય ત્યા કરી અને શહેરનો વિકાસમા સહભાગી થવાની રજુઆત શ્રી ઠકકર દ્વારા કરવામા આવી છે.ગાંધીધામ નગરપાલિકા ભાજપ શાસિત છે.અને તેમા ભાજપના જ ઉપપ્રમુખ દ્વારા પક્ષની પ્રતિષ્ઠા, સરકારની નીતીઓ અને આમપ્રજાજનોની સુખાકારી માટે હિમંત કરી અને આ રજુઆત કરી છે ત્યારે હકીકતમાં જિલ્લા ભાજપ પ્રમુખે પણ આ બાબતે કડક પુછાણાઓ લેવા જોઈએ, સત્ય જે સામે આવે તે અનુસાર લાપરવાહોની સામે લાલઆંખ કરી દેખાડવી જોઈએ તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે.

  • નાલા પર પાક્કા બાંધકામ છતા ચુપ રહેલા..

ચીફ ઓફિસર હજુય આંખ ઉઘાડે : સુપ્રીમકોર્ટમાંજવાબ દેવા ઝભ્ભાલેગાવાળા નહીં જાય..!
ગાંધીધામ : શહેરની સુધરાઈમાં ભ્રષ્ટાચારના ભોરીંગનો ભાંડાફોળ અહીા ઉપપ્રમુખ દ્વારા જ કરવામા આવ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, ચીફ ઓફિસર ચેતે, આંખ ઉઘાડે. નાલા પર પાકુ બાંધકામ ન કરી શકાય તેવી કડક સુચના સુપ્રીમકોર્ટની છે. અને તે પછી પણ પાકુ નાલુ બનશે તો સરકારના પ્રતિનિધીની જવાબદારી ચીફ ઓફીસરની થાય છે તો નાલા પર પાકુ બાંધકાકમ તો કોર્ટ ઓફ કન્ટેમ્ટની ફરીયાદ પણ થશે તેની જવાબદારી પણ ચીફ ઓફીસરની થાય તો આવા ગેરકાયદેસર બાંધકામોની સરકાર રાહે મંજુરી આપનાર પર પગલા લેવાશે. તો ચીફ ઓફીસર અખબારી અહેવાલને નોટીસ સમથે કે પછી જે સમજે તે..કોર્ટમાં જવાબ આપવા માટે તો ચીફ ઓફીસરને જ જવુ પડશે તે ધ્યાને લેવાની જરૂર છે. અહી ઝભ્ભા લેંગાવાળાઓ જવાબ આપવા જશે નહી.

  • લાંચીયા કાઉન્સીલર પતિ ઝડપાયા..!

જો..જો.ગાંધીધામ સુધરાઈમાં પણ વિરમગામવાળી ન થાય.!

સુજલામ સુફલામ યોજનાના કામો પેટે વિરમગામમાં ર૦ હજારની લાંચનુ છટકુ થયુ સફળ : નગરપાલીકાના લાંચીયાતત્વો આવ્યા સાણસામાં : ગાંધીધામમાં તો અમુક પતિઓ નગરપાલીકાનો કબ્જો લઈને જ બેસી ગયા છે..! પોતાના ધંધા-રોજગાર છોડીને ગાંધીધામ નગરપાલીકામાં આવા પતિ કેમ પડયાપાથર્યા રહે છે? : કામ મંજુર કરાવવા આવ્યા હોય તો બે-પાંચ મીનિટ હાજર હોય, કલાકોના કલાકો નગરપાલીકામાં થોડી બેસી રહે..!

ભ્રષ્ટ કાઉન્સીલરો અને પતિ દેવો પર ગાંધીધામમાં એસીબી છટકું ગોઠવે તો કઈકના પગનીચે રેલો આવે..!

ગાંધીધામ : કાગળા બધેય કાળા જ છેની ઉકિત હવે ભ્રષ્ટતત્વો અને ભ્રષ્ટાચારને લઈને સુધરાઈઓમાં પણ યર્થાથ ઠરતી જોવાઈ રહી છે. તાજેતરમાં જ વિરમગામ નગરપાલીકા કાઉન્સીલરોને ર૦ હજારની લાંચમાં આબાદ ઝડપી લેવાની ઘટના પ્રકાશમાં આવવા પામી ગઈ છે. સુજલામ સુફલામના કામો પેટે આ લાંચ મંગાઈ હોવાનુ સપાટી પર આવવા પામી રહ્યુ છે ત્યારે હવે બીજીતરફ પૂર્વ કચ્છમાં પણ એ કેટેગરીની કહેવાતી ગાંધીધામ નગરપાલીકામાં પણ કયાંક એસીબી વક્રદ્રષ્ટી કરે તો વિરમગામ વાળી જ અહી પણ થવા પામી ન જાય તેવી લાલબત્તી જાણકારો દ્વારા ધરવામાં આવી રહી છે.
કહેવાય છે કે, ગાંધીધામ નગરપાલીકામાં પણ આવા અમુક પતિઓ પડયાપાથર્યા જ રહેતા હોય છે. અહી અમુક પતિએ તો નગરપાલિકાનો કબ્જો જ લઈ લીધો હોય તેમ પડયાપાથર્યા રહેતા હોવાનુ મનાય છે. આ પતિઓ નગરપલાકિામાં આટઆટલા કલાકો સુધી કરે છે શુ? ખુદના ધંધા રોજગાર છોડીને સુધરાઈમાં ધામા નાખી બેસવા પાછળનુ રહસ્ય શુ છે? નગરપાલિકામાં આવા પતિ કેમ બેસ છે? કટકી-કમીશન માટે જ ને.! નહી તો કામ કરાવવા આવ્યા હોય તો એ પાંચ દસ મિનીટમાં જતા રહે, કલાકોના કલાકો અહી પડયાપાથર્યા ન રહે.! ગાંધીધામ સુધરાઈમાં આ રીતે વધુ કોના પતિ બેઠા રહે છે તે પણ તપાસનો વિષય છે. અને આવા પતિઓ પર વિરમગામની જેમ ગાંધીધામા એન્ટી કરપ્શન બ્યુરો વક્રદ્‌ષ્ટી કરે અને તેઓ છટકામાં સફળતાથી આબાદ ઝડપાઈ પણ જાય તો નવી નવાઈ નહી કહેવાય.

કચ્છની નગરપાલિકામાં વકરેલા ભ્રષ્ટાચારને ડામો :રાજય સરકારના બે સનિષ્ઠ મંત્રીઓને અપીલ

  • ગાંધીધામમા સારા રસ્તાઓ તોડીને બની રહ્યા છે ફરીથી નવા રસ્તા, માત્ર અને માત્ર ફોટોશેશન માટે, પાણી-ગટરની લાઈનો-નાળા સફાઈના નામે ડીંડક સહિતની અનેકાએનક છે ફરીયાદો, નવા આવેલા પદાધિકારીઓએ શું ઉકાળી લીધુ? મુંદરામાં પ્રથમ જ વખત નગરપાલિકા અસ્તિત્વમાં આવી અને ૮૦ કરોડના જમીનનો ગાજે છે સતત કૌભાંડ : અંજાર અને માંડવીની પણ છે કંકઈ આવી જ બુરી દશા : મંત્રીશ્રી આવ્યા છે, તો નગરપાલિકાને દુરસ્ત કરે તે જરૂરી છે : વિધાનસભામાંની આગામી ચૂંટણીમા શહેરી મતોનું પણ રહેશે મહત્વપૂર્ણ યોગદાન
  • આજે ગુજરાત સરકારના બે પ્રધાનો કચ્છ આવશે ત્યારે જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં નગરપાલિકાના નવા પદાધિકારીઓના આમળવા જોઈએ કાન, લેવા ઘટે પુછાણા : ભુજ સિવાયની નગરપાલિકાઓમાં નવા આવી બનેલા હોદેદારો જેની લાકડી તેની ભેંસના તાલે આડેધડ સરકારી ગ્રાન્ટના કરી રહ્યા છે દુરઉપયોગ : વિકાસકામો, પ્રજાલક્ષી અભિગમના નામે દેખાય છે સદંતર મીંડુ
  • ગાંધીધામના પ્રમુખને કાયદાનું જ્ઞાનજ ન હોય તેમ પોતાના ઘર પાસે વરસાદી નાળુ બન્યું અને તેના પર પાકી છત બનાવવા ૨૫ લાખનું ખર્ચો કરે છે. તે સાવ ગેરકાયદેસર છે. કે વરસાદી નાળા પર પાકુ બાંધકામ થઈ જ ન શકે, નગરપાલિકાએ પહેલા પાકા બાધકામ તોડાવેલ છે તો ફરીથી નગરપાલિકા કેમ વરસાદી નાળા પર પાકુ બાંધકામ કરાવે છે તે ફકત પ્રમુખના ઘરની સામે છે એટલે કે કેમ ?

ગાંધીધામ : જિલ્લા પ્રભારી મંત્રીઓ ઉપરાંત પણ બબ્બે મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ ખેડવા તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા સુચનો આપવામા આવ્યા છે. આમપ્રજાજનોની વચ્ચે રહેવા, લોકોની સમસ્યાઓ જાણવા, તેના ઉકેલ લાવવા તથા જે તે જિલ્લામાં ભાજપના સંગઠનની સાથે બેઠકો કરી અને સંગઠન પાસેથી પણ જિલ્લાના મુખ્ય પ્રશ્નોની માહીતી મેળવવા આ પ્રકારનુ આયોજન કરાયુ છે અને તે અંતર્ગત જ કચ્છમાં પણ આજ રોજ કુંવરજીભાઈ બાવળીયા અને ધમેન્દ્રસિહ જાડેજા પધારી રહ્યા છે.આ બાબતે શહેર-સંકુલોના પ્રબુદ્ધવર્ગ દ્વારા ચર્ચાતી વિગતોની વાત કરીએ તો રાજય સરકાર દ્વારા બે વરિષ્ઠ પ્રધાનોને આજે કચ્છથી રૂબર થવા મોકલાવાયા છે. કુંવરજીભાઈ અને ધમેન્દ્રસિંહ આજે કચ્છ પધારી રહ્યા છે. જે-તે વિભાગના પ્રશ્નો તથા કચ્છઆખાયના સાંપ્રત પ્રશ્નોની આ બન્ને મંત્રીઓ ચર્ચા કરનાર છે ત્યારે કહેવાય છે કે, અન્ય પ્રશ્નો તો જે ચર્ચાય તે પરંતુ પ્રજાની સુખાકારી અને પક્ષની પ્રતિષ્ઠા બન્નેના માટે પ્રાથમીકતાના ધોરણે જો કોઈ વિષયનો ઉકેલ લાવવો જરૂરી હોય તો તે કચ્છની નગરપાલીકામાં વકરી ગયેલા ભ્રષ્ટાચારને ડામવાની-તે બાબતે રસ્તો કાઢવાની તાતી જરૂરીયાત રહેલી છે. ગાંધીધામમાં નગરપાલિકામાં હાલના સમયે ફોટોસેસનની પ્રથા ચાલુ થવા પામી ગઈ છે માત્ર અને માત્ર ફોટોસેશન કરાવો, રીબીન કાપો, ઉદઘાટાનો કરો અને ફોટોસેસન યોજી દયો. આવા ફોટોસેસન માટે સારામાં સારા રસ્તા હોય છતા તેને તોડવામાં આવી રહ્યા છે. આ રીતે સરકારી ગ્રાન્ટનો મોટાપાયે અહી દુરઉપયોગ થવા પામી રહ્યો હોવાની સ્થિતી છે. આજ રીતે પાણી અને ગટરના પ્રશ્નોની કાગરોળ પણ તમામે તમામ નગરપાલિકામાં મચેલી પડી છે. નગરપાલિકા નવી યોજનાઓ લાખોના ખર્ચે શરૂ કરતી હોવાની સુફિયાણો જાહેરાતો કરે છે પણ બેલડાયુદ્ધ તો શહેરોમાં થતા જ રહે છે, પાણીનો કકળાટ તો અહી બંધ જ નથી થતો. આ ઉપરાંત ગાંધીધામના અમુક વિસ્તારોમાં ગટર મિશ્રીત પાણી આવતુ હોવાની પણ રાવ યથાવત જ રહી જવા પામી ગઈ છે. ગાંધીધા હોય કે અન્ય કેાઈ સુધરાઈ ભાજપ ને શહેરીજનોએ ખોબલે ખોબલે મતો આપ્યા છે, મંત્રીઓ લોકોના પ્રશ્નોથી રૂબરૂ થવા આવી રહ્યા છે તો આવા પ્રશ્નોના નિકાલને માટે આજે પ્રાથમીકતા આપે તે જરૂરી બની ગયુ છે. એકમાત્ર ભુજ નગરપાલીકાની વર્તમાન બોડી પ્રજાલક્ષી કામોને માટે ચિંતા સેવતી હોય તેવુ દેખાય છે. ભુજની બોડી કામ કરી શકે છે તો બીજી નગરપાલિકાવાળા કેમ નહી? હકીકતમાં તો આ નગરપાલીકાઓની વચ્ચે વિકાસકામોને લઈને સ્પર્ધા કરવી જોઈએ. તેમા ભ્રષ્ટાચાર સદંતર બંધ કરવાની અપેક્ષાઓ ન સેવવી જોઈએ કારણ કે એ તો થઈ શકે તેમ જ નથી પણ કોણ સૌથી ઓછો ભ્રષ્ટાચાર કરશે તેવી સ્પર્ધાઅ ગોઠવી જોઈએ. ગાંધીધામ સુધરાઈમાં તો પ્રમુખની સાથે તેમના પતિ દેવ પણ શહેરીજનોની સેવામાં સમર્પિત બનેલા જોવા મળી આવતા હોય છે. આવી જ રીતે હજુ તો પ્રથમ જ વખત મુંદરામાં નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે પરંતુ ત્યાં પણ ૮૦ કરોડનો અધ..ધ..જમીન કૌભાંડ નગરપાલિકાના વહીવટદાર થકી જ સર્જાઈ ગયો અને બહાર આવવા પામી ગયો છે. કચ્છ આવી રહેલા બે મંત્રીઓ આવા કૌભાંડો, નગરપાલિકાના ભ્રષ્ટાચારને અટકાવવાની દીશમાં પણ જવાબદારોને જરૂરી ટકોર કરે, લાલઆખ કરી દેખાડે તે સમયની માંગ બની રહેશે.