ગાંધીધામ તાલુકા પંચાયતમાં કારોબારી સમીતીઓની રચના

સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમીતીની પણ કરાઈ વીધીવત જાહેરાત

ગાંધીધામ : કચ્છની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં તાજેતરમા જ પ્રમુખો-ઉપપ્રમુખોની વરણી કર દીધા બાદ સમીતીઓની વરણીનો પણ દોર આરંભાઈ ગયો છે. આજ રોજ ગાંધીધામ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામા આવી હતી અને તેમાં કારોબારી સમીતીની વરણી કરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્નત થવા પામી રહ્યા છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કારોબારી સમીતીમાં ડાઈબેન હુંબલ, ગોવીંદભાઈ રાણા, નારાણભાઈ બાબરીયા, હસુબા ભરસિંહ જાડેજા, પુરીબેન પરમાર, નિખીલભાઈ હડીયા, રમેશ નારાણ મ્યાત્રા, ગીતાબેન મ્યાત્રા અને સિદ્ધરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવાા આવ્યો છે. તો વળી સામાજિક ન્યાય સમિતિમાં ગોવીંદભાઈરાણા, પુરીબેન પરમાર, લક્ષ્મીબેન મહેશ્વરી તથા કાંતીભાઈ સોલંકી અને માવજીભાઈ ચૌહાણની કો ઓપ્ટ સભ્ય તરીકે નિયુકિત કરવામા આવી છે.