ગાંધીધામ તાલુકામાં મા નર્મદા રથ પ્રવાસ દરમ્યાન રૂ.પ કરોડના કામોનું ખાત મુહુર્ત લોકાર્પણ

ગાંધીધામઃ મા નર્મદા મહોત્સવ અંતર્ગત તા.૧૧-૦૯-૧૭ના રોજ ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પડાણા, મીઠીરોહર, ગળપાદર, ખારીરોહર, શીણાય, અંતરજાળ, કિડાણા, ભારાપર ગામોમાં મા નર્મદા રથયાત્રા પસાર થયેલ આ પ્રસંગે આ રથનું પુષ્પ ગુચ્છ, મહા આરતી, કુમકુમ તિલક કરી દરેક ગામમાં સ્વાગત કરવામાં આવ્યું રથ પ્રવેશ દરમ્યાન દરેક ગામોમા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારના મનોરંજનના કાર્યક્રમો રજુ કરવામાં આવેલ ગાંધીધામ તાલુકાના નર્મદા રથ યાત્રા પ્રસંગે રૂ. પ કરોડના વિકાસકામોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું જે વિકાસ કામોમાં પાણી, ગટર, સી.સી.રોડ, પેવર બ્લોક, પુર સંરક્ષણ દિવાલ, શાળાઓ અને કમ્પાઉન્ડ હોલ, સમાજવાડી,રોડ લાઈટ, સમશાનોના વિકાસ કામો સાર્વેજનીક જગ્યાઓમાં બેસવા માટેના બાંકડાઓ, પાણી માટેના સંપ સાથે ઉંચી ટાંકીઓ શાળાઓ માટેના ઓરડાઓ આવા કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવેલ હતું જેમાં કિડાણા ૧પ૦ લાખ, ગળપાદર પ૭ લાખ, અંતરજાળ ૮૦ લાખ, મીઠીરોહર ગામે પપ લાખ, ખારી રોહર ૧૯ લાખ પડાણા ર૩ લાખ, શિણાય પ૭ લાખ આમ અંદાજીત કુલ પ કરોડના વિકાસ કામોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવેલ હતું.
સમગ્ર પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જીલ્લા કારોબારી ચેરમેન અને મા નર્મદા રથના ઈન્ચાર્જ નવીનભાઈ ઝરૂ, જીલ્લા પંચાયત સભ્ય રામેશ્વરીબેન ખટારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અમૃતગીરી ગોસ્વામી, મહામંત્રી નારણભાઈ બાબરીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન મહેશ્વરી, ઉપ પ્રમુખ નીખીલભાઈ હડીયા, આહીર સમાજના અગ્રણી સામજીભાઈ આહીર, બાબુભાઈ ગુજરીયા, યુવાભાજપ પ્રમુખ હરીશભાઈ બાબરીયા, મહામંત્રી બધાભાઈ મ્યાત્રા, તાલુકા પંચાયતના સભ્યો રમેશભાઈ મ્યાત્રા, ગોવીંદ ભીલ, સાકરબેન લાવડીયા, સિદ્ધરાજસિંહ જાડેજા, ગીતાબેન મ્યાત્રા, હસુભા જાડેજા, જયોત્સનાબેન ગોસ્વામી, પુરીબેન પરમાર, ડાઈબેન હુંબલ,સરપંચો, મુકેશભાઈ આગરીયા, શામજીભાઈ વિરડા, સંગીતાબેન આહીર, ગોપાલભાઈ હડીયા, શાંતીબેન હુંબલ તેમજ સામાજીક તથા રાજકીય આગેવાનો કાર્યકરો અધીકારીગણમાં તાલુકા વિકાસ અધિકારી ડામોર, મામલતદાર સુરેશ શાહ, ગામના તલાટીઓ તથા શિક્ષકગણ તેમજ વિવિધ કચેરીઓના કર્મચારીઓ ઉપÂસ્થત રહ્યા હતા તાલુકા કક્ષાના મા નર્મદા મહોત્સવ નર્મદારથને શિણાય ગામે વિરામ આપી વિદાય કરવામાં આવેલ હતી.