ગાંધીધામ ડેવલોપેમન્ટ ઓથોરિટીની કચેરીમાં કમ્પલિશન સર્ટિ.ની અરજીઓ પડતર

નાયબ સચિવ બી.યુ. કલ્યાણી દ્વારા અરજદારોની અરજીમાં કાંઈકને કાંઈક કમી કાઢી તેમને હેરાન-પેરાશન કરવામાં આવે છે

નિયમ અનુસાર દસ્તાવેજો-નકશા-આધારો નહીં હોય તો કવેરી તો કઢાશે જ ને.., રીવાઇજડ નકશો તેઓએ મુકી આપેલ છે, હું એક માસથી રજામાં હતો, એટલે સબંધિત અરજીની તપાસ કરાવીને પછી વધુ કઈ કહી શકીશ :
શ્રી કલ્યાણી (જીડીએ, નાયબ સચિવ)

ગાંધીધામ : ગાંધીધામ ડેવલોપેમન્ટ ઓથોરિટીની કચેરીના તંત્રથી અરજદારો ત્રસ્ત બની ગયા છે. કમપલિશનની ઘણી બધી અરજીઓ પડતર પડી છે. જેના લીધે મકાન માટેની આગળની કાર્યવાહી થતી નથી. અરજદારોને ધરમના ધક્કા ખવડાવામાં આવી રહી છે. જ્યારે પણ અરજદાર કમપલિશનની અરજી કરે તો કાંઈકને કાંઈક વાંધા વચકા કાઢી વિગતો સંપૂર્ણપણે ભરી ફરી અરજી કરવા સૂચના આપવામાં આવી રહ્યા છે. આ બાબતે ગાંધીધામની માધવ કોર્પોરેટીવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરી છે. સોસાયટીના પ્રમુખ જયંતીલાલભાઈ મહેતાએ રજૂઆત કરતા જણાવ્યું કે, સોસાયટી દ્વારા રેસિડેન્સીયલ બિલ્ડિંગ બનાવવા માટે નિયત નમુનામાં અરજી કરી, ફી ભરી અને બાંધકામ નકશો મંજૂર કરાવી પરવાનગી મેળવેલી છે. આઠ માસથી બાંધકામ મંજૂર કરાવા આર્કિટેક એન્જિનિયરની કમપલિશનની સહી લઈ ચેક કરાવી ફી ભરાવી આપીને બાંધકામ હદ્દમાં સંપૂર્ણ બાંધ કામ કરેલું હોય કમપલિશન સર્ટિ. માટે વારંવાર દરવખતે ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીના નાયબ સચિવ બી.યુ. કલ્યાણી દ્વારા જુદા-જુદા બહાના બતાવી વાંધા કાઢે છે. જો કોઈ ભુલ ચુક હોય તો અરજદાર સુધારો વધારો કરવા પણ સહમત છે, પરંતુ એનકેન પ્રકારે કમપલિશન સર્ટિ ન આપવા માટે કોઈ ટેનકનિકલ કારણ ન હોવા છતાં ૮ માસથી હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. નાયબ સચિવ તેમના હોદ્દાનો દુર ઉપયોગ કરી મનફાવે તેમ અરજદારોને ધક્કા ખવડાવી કામમાં વિલંબ કરી રહ્યા છે. આ અધિકારી પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. બીજીતરફ આ બાબતે રજુઆત કર્તા દ્વારા જેઓની સામે ફરીયાદ કરવામા આવી છે તેવા જીડીએના નાયબ સચિવશ્રી કલ્યાણીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, નિતીનિયમો અનુસાર જ કામગીરી થઈ રહી છે. જીડીએના નિયમ અનુસાર ન હોય અને અધુરાશો સાથે ફાઈલ મુકાય તો તેમાં કવેરી તો નીકળે તે સ્વાભાવિક છે. સબંધિત પાર્ટીએ રીવાઇજડ નકશો મુકી દીધો છે અને હવે તે અંગેની પ્રક્રીયાઓ ચાલી જ રહી હોવાનુ શ્રી કલ્યાણીએ જણવાયુ હતુ.