ગાંધીધામ ડીએલબી કોલોનીમાં સગીરાની છેડતી

ગાંધીધામ : પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી રમેશભાઈ ગાંગજીના જણાવ્યા અનુસાર ગઈકાલે આરોપી સુરેશ ભવરલાલે ફરિયાદીની સગીર દિકરીની છેડતી કરી બિભત્સ માંગણી કર્યાનું જણાવ્યું હતું. ગાંધીધામ પોલીસ દફતરે ગુન્હો નોંધી આગળની તપાસ અંજાર નાયબ અધિક્ષક ડી.બી. વાઘેલા ચલાવી રહ્યા છે.