ગાંધીધામ ચોરીના ૮ મોબાઈલ સાથે ત્રણ ઝડપાયા

ગાંધીધામ : ગાંધીધામ લીલાશા સર્કલ પાસેથી મહિલાના હાથમાંથી રૂપિયા ત્રણ હજારની કિંમતના મોબાઈલની ચીલઝડપ થયાની ફરિયાદ ગાંધીધામ પોલીસ દફતરે નોંધાઈ હતી. જે સંદર્ભે કચ્છ કલા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હિલચાલના આધારે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લઈ તલાસી લેતા ચોરીના ૮ મોબાઈલ મળી આવ્યા હતા. ગાંધીધામ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા.૧૪/પના સાંજના ભાગે બાતમીના આધારે કચ્છ કલા ત્રણ રસ્તા પાસેથી આરોપી પ્રકાશ ધનપાલ પડીયાસી (મદ્રાસી) (ઉ.વ.ર૧) (રહે. પ્લોટ નં.૪૮૪, વોર્ડ.૧ર/સી), પિયુષ ઓમેશ અગ્રવાલ (ઉ.વ.૧૮) (રહે. ઝુબેલાલ સોસાયટી ભારતનગર) તથા અકરમ નામના સગીર સાથે ત્રણને ઝડપી પાડતા તલાસી લેતા ૮ મોબાઈલ મળી આવ્યા હતા. આરોપીઓએ અન્ય કોઈ ચીલઝડપ કરેલ છે કે કેમ તે માટે આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.