ગાંધીધામ ચોખા ચોરીમાં વધુ એક આરોપી ઝડપાયો

સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરાશે

ગાંધીધામ : ગાંધીધામ નીલકંઠ ગોડાઉનમાં ૪૦૦ બોરી ચોખા ચોરીની ફરિયાદ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ દફતરે તા. ૩૦-૧ર-ર૦૧૭ના ગુનો નોંધાયો હતો. જેની તપાસનીશ અધિકારી પી.આઈ. આર. એલ. રાઠોડે તા. ૧૦-૧-ર૦૧૮ના રાત્રીના ૧૦.૦૦ વાગ્યાના ગાળા દરમ્યાન પેટ્રોલીંગ દરમ્યાન ખારીરોહર ગામેથી ત્રણ આરોપીઓને ઝડપી લઈ સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.
નામદાર કોર્ટે આરોપીઓના રીમાન્ડ મંજુર કરતા રિમાન્ડ દરમ્યાન મેટાડોરથી ચોરીના ચોખા ભુજ પહોંચાડનાર અશરફ નામના આરોપીનું નામ ખુલ્યું હતું. જે હજુ સુધી ઝડપાયો નથી. જ્યારે ચોરીના ચોખા લેનાર ભુજના વેપારી પ્રતીક કનુભાઈ ઠક્કરનું નામ ખુલતા તપાસનીશ અધિકારીએ ગઈકાલે સાંજે ભુજ ખાતેથી ઝડપી લઈ સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા તજવીજ હાથ ધરાયાનું તપાસનીશ અધિકારી પી.આઈ. આર. એલ. રાઠોડે જણાવ્યું હતું. આરોપીના રિમાન્ડ મંજૂર થયેલ અન્ય કોઈ આરોપીઓ ચોરીના ચોખા લેવા સંકળાયેલ છે કે ચોરીના ચોખા આરોપીએ કોને વેચ્યા છે વિગેરે વિગતો બહાર આવવા પામશે. આરોપી અગાઉ સીગારેટ દાણોચોરીના ગુન્હામાં પણ આવી ગયાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ છે ત્યારે આરોપીની તલસ્પર્શી તપાસ થાય તો અન્ય ચોરીઓનો માલ લેવાના ગુન્હાઓનો પર્દાફાશ થાય તેવું જાણકારોનું માનવું છે.