ગાંધીધામ ચેમ્બરના સુકાની એકાએક ઉંઘમાંથી જાગ્યા કે શું? હવે રેમડેસિવીર ઈન્જેકશનની અછત દેખાણી..!

  • સંકુલવાસીઓની કમનશીબી તો જુઓ..!

સંસ્થાના સુકાનીએ તંત્રને માત્ર સોશ્યલ મીડિયા પરજ ખાનગી હોસ્પિટલોમાં ઈન્જેકશનોની ઘટની કરી ટહેલ : આટઆટલો સમય આવી મોભાદાર અને વજનદાર સંસ્થાના પ્રમુખશ્રી કયાં કુંભકર્ણિનિંદ્રામાં ઘોરી રહ્યા હતા ? : પ્રબુદ્ધવર્ગનો સણસણતો સવાલ

લાંબા સમયથી ઈન્જેકશનોનો ચાલે છે અણધણ વહીવટ, હોસ્પિટલોને આપી દેવાય છે, પણ કયા દર્દીના નામે ખરીદાય છે, અને કોને ઈન્જેકશનો વેચાય છે તેનો કેાઈ જ ડેટા રખાતો નથી : ધણીધોરી વિનાના ઈન્જેકશનના સંચાલન બાબતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મોડું જાગ્યું હોવાનો દેખાય છે વર્તારો : હકીકતમાં પ્રજાજનોની ચિંતા છે કે પછી ખુદની નિષ્કાળજી થકી આબરૂ-પ્રતિષ્ઠા બચાવવાના થાય છે માત્ર ત્રાગા..! : જાણકારોની ટકોર

ગાંધીધામ : અબ જાગત કયા હોવત હે, જબ ચીડીયા ચુગ ગઈ ખેતનો તાલ જાણે કે, ગાંધીધામ સંકુલની પ્રજાના માટે રહી રહીને મોડેથી જાગેલા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સુકાનીની પહેલને જાતા સંકુલમાં લોકો ટકોર સાથે આંતરીક રોષ વ્યકત કરી રહ્યા હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ ચેમ્બર એટલે આ વિસ્તારની પ્રજાની સુખ-દુખની સાચી રાહબર સંસ્થા કહેવાય છે. સંકુલ પર કોઈ પીડા આવી હોય અને ચેમ્બર પડખે આવે એટલે તે સમસ્યા ચુટકીમાં ગુમ થઈ જતી હોવાનો ઈતિહાસ ધરાવે છે. આખાય ગુજરાતની વેપારી સંસ્થાઓમાં ચેમ્બરનુ વજનદાર નામ ગણવામાં આવતુ હતુ પરંતુ હવે આ સંસ્થાના બની બેઠલા સુકાનીની બલીહારી કહો કે પછી આ સંકુલના લોકોની કમનશીબી કહો, કે, આ સંસ્થાના સુકાની હવે માત્ર અને માત્ર સોશ્યલ મીડીયા પુરતી રજુઆતો અને એ પણ ઘણી મોડી કરતા હોવાનો ગંભીર અને ચિંતાજનક વર્તારો જોવાઈ રહ્યો છે.શહેરના પ્રબુદ્વવર્ગમાં ચાલતી ટકોરની વાત કરીએ તો રહી રહીને ગાંધીધામ ચેમ્બરના બનેલા સુકાનીએ સોશ્યલ મીડીયા પર લખાણ લખી અને કચ્છના વહીવટીતંત્ર, અધિકાીરઓ અને પદાધિકારીઓને ટેગ કરીને કહ્યુ છે કે, પૂર્વ કચ્છમાં રેમડેસિવર ઈન્જેકશનોની અપુરતી ફાળવણી તંત્ર દ્વારા કરવામા આવી રહી છે. જરૂરીયાતની સામે તદન ઓછા ઈન્જેકશનો આવી રહ્યા છે. અહી જે ઈન્જકેશનો ફાળવાય છે તેના આંકડાઓ સાર્વજનિક કરવાની માંગ સોશ્યલ મીડીયા પર દર્શાવાઈ છે.આ રીતને સોશ્યલ મીડીયા પર કરાયેલી ટવિટ કેટલી અરસકારક નીવડશે? હાલમાં તંત્રને માટે પડકારજનક સ્થિતી પેદા થયેલી છે. તે વચ્ચે રેમડેસિવરને લઈને તો કચ્છ આખુય ખાસ કરીને પૂર્વ કચ્છમાં પણ પીડા તો લાંબા સમયથી ચાલી જ રહી છે. દરમ્યાન જ અલાયદા વિતરણની વ્યવસ્થાઓ કરાઈ છે તે બાદ પ્રાંત શ્રી જોષીના નેતૃત્વમાં વ્યવસ્થાઓ સુધારાઈ છે ઉપરાંત પણ રેમેડેસિવરને લઈને તો ગેરવ્યવસ્થાઓ અને અણધણ વહીવટ જિલ્લા સ્તરેથી ચાલી જ રહ્યો છે તે સર્વ જાણે છે. આજે પણ હોસ્પિટલોને ખાનગીને આ ઈન્જેકશનો આપી દેવાય છે પણ તે જે દર્દીના નામે લેવાય છે તેને જ લાગે છે ખરા કે અન્યને વેંચાઈ જાય છે તેની તપાસ કે ખરાઈ કોણ કરે છે? એટલે આ ઈન્જેકશનોને લઈને અનેકવિધ રીતે સમસ્યાઓ અને પીડાઓ રહેલી છે ત્યારે હકીકતમાં તેને ગ્રાઉન્ડ લેવલે અભ્યાસ કરવો પડે, દર્દીઓની સમસ્યાઓને સમજવી પડે, તંત્રની કયા શુ કચાસ છે તે પણ જોવી પડે, પછી રજુઆતો થાય. માત્ર સોશ્યલ મીડીયા પર ખુદને મનમાં એકાએક વિચાર સુજયો અને તરતો મુકી દીધો એટલે લોકોના કામ થઈ ગયા તેમ માની લેવુ અતિશયોકિતભર્યુ અથવા તો પછી માત્ર અને માત્ર સસ્તીપ્રસિદ્ધ ભર્યુ કદમ જ માની શકાય તેમ છે. આવી ટકોર પ્રબુદ્વવર્ગ સતત કરી રહ્યો છે.