ગાંધીધામ ગુડઝ ટ્રક એસો.દ્વારા કોલસાની ગાડીઓ પર દાદાગીરી : પઠાણી સલીયાણા-ઉઘરાણાં ફરી શરૂ

  • ધોક્કાના જોરે પ્રોટેકશન મનીનો વકરતો સડ્ડો : ખાખીની ભાગબટાઈ

વાડ જ ચીભડાં ગળે તે આનુ નામ : નિદોર્ષ બારાતુ ગાડીમાલિકોનું દંડાના જોરે શોષણ

તુણા બંદર પહેલાના ત્રિભેટે નીલકંઠ પાર્કીંગ પ્લોટ પર જીટીટીએના કાયદેસરના કર્મચારીઓ રોકી કોલસાની ગાડીઓ વાળા પાસેથી પ્રતિગાઠી દીઠ ૧૦૦૦ રૂપીયાના મસમોટા હપ્તા-પ્રોટેકશન મનીના ઉઘરાણા શરૂ થયાનો ફેલાતો કચવાટ

બે જગ્યાએ અગાઉ તંબુઓ તાણીને બહારથી કોલસાની આવતી ગાડીઓને અટકાવી તેમની પાસેથી આધાર-પુરાવા રસીદ આપ્યા વિના જ થતા તઘડા ઉઘરાણા સચોટ અને આખ ઉઘાડનારા અહેવાલો બાદ આંશીક બંધ રહ્યા બાદ હવે તંબુઓ દુર કરી દેવાયા પરંતુ તુણા બંદરની ૧૦૦ મીટરની ત્રીજયામાં કન્ટેઈનરમાં કાયદેસરના પગારદારને બેસાડી ગાડી માલિકો પાસેથી થઈ રહ્યા છે મસમોટા ઉઘરાણા

આજે ૧ એપ્રીલથી તુણા બંદરે યુટીલીટી ચાર્જ વધાર્યો અને સવલતો પણ સાથોસાથ વધારી તથા રીતસરની કાયદેસરની રસીદ આપીને જ ચાર્જ વધારો કરાયો છે, તો તેના નામે જીટીટીએના બની બેઠેલા બે-પાંચ આગેવાનોએ કોલસાની ગાડીઓ વિરોધના બહાના હેઠળ તુણા બંદરે ભરવા જતી અટકાવી દીધી : તુણા બંદરે અ..ધ.. વધારો કર્યો હોવાની બુમરાડ મચાવી કોલસાની ગાડીઓને નીલકંઠ પાર્કિંગ પાસેથી જ દાદાગીરીપૂર્વક અટકાવી દેવાતા વધી રહ્યો છે કચવાટ : તુણાના ભાવવધારાનો અવાજ જીટીટીએ ઉચ્ચારે છે પણ તેઓ ખુદ લાંબા સમયથી આવા ગાડી માલીકો પાસેથી વગર રસીદ આપે ૧૦૦ રૂપીયા લેબર ચાર્જ(ગેરકાયદેસર) તથા કોલ ટ્રેડર્સ પાસે ર૦૦(ગેરકાયદેસર)ના ઉઘરાણા કરી રહ્યા છે તેનું શુ્‌?

ડીપીટી – કંડલા પોર્ટને તોડવાનું કાવતરૂં : સત્તાવાળાઓ જાગે – પોર્ટને બરબાદ થતું અટકાવે : ગાડીવાળાઓને ૧૦૦૦ રૂપીયા માટે માર પડે છે જ્યારે એટલી તો અહીં કમાણી નથી…! એટલે બંદરને તોડવાનું મોટું રેકેટ છે

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીટી-કંડલા બંદરના એક મસમોટા ટ્રેડમાં પ્રોટેકશન મનીના સડ્ડાનો પગપેસારો થવા પામી રહ્યો હોવાની ગંધ ફેલાવતો ઘટનાક્રમ આજે ફરીથી સપાટી પર આવવા પામી રહ્યો છે. અહીના તુણા બંદર પર જે બહારથી ગાડીઓ કોલસો લોડ કરવા આવી રહ્યા છે તેઓની પાસે ગાંધીધામના ગુડજ ટ્રાન્સપોર્ટ એસા.ના બની બેઠેલા બેચાર ભ્રષ્ટ આગેવાનો દ્વારા તદન ગેરકાયદેસર રીતે મસમોટી માસિક કરોડોની રકમના દાદાગીરી પૂર્વક સલીયાણા ઉઘરાણાઓ ફરીથી ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની આહટ આજે સામે આવી રહી છે. પોલીસ-પ્રસાસન જો આ બાબતે વેળાસર જ નહી જાગે અને ધાક બેસાડતી કાર્યવાહી નહી કરી દેખાડે તો મોટા પ્રમાણમાં ખુનખરાબા પ્રોટેકશન મનીના સડ્ડાને લઈને અહી થવા પામી જાય તો નવી નવાઈ નહી કહેવાય તેમ જાણકારો લાલબત્તી ધરી રહ્યા છે. આજ રોજ આ બાબતે થયેલા નાટક અને ધીતંગની વાત કરીએ તો જીજીટીએ દ્વારા આજ રોજ તુણા બંદરથી પહેલા નીલકંઠ પાર્કીગ પ્લોટમાં જ કોલસાનુ વહન કરવા આવેલી બારાતુ ગાડીઓને અટકાવવામાં આવી રહી છે. કહેવાય છે કે, આજ રોજ તુણા બંદરે કોલસાની ગાડીઓ ભરવાનો ભાવ વધારો લાદવામા આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે, તુણા બંદરે જે ભાવ વધારો કરાયો છે તેમાં ગાડી માલિકોને સવલતો વધારી દેવામા આવી છે. કોલસાીન ગાડીઓ પર તાલપત્રી સહિતની જરૂરી આનુસંગિક જરૂરીયાતો તુણા બંદરનો સ્ટાફ જ કરી આપશે અને પછી જ ગાડી બહાર નીકળશે. ઉપરાંત તુણા બંદર દ્વારા તો અહી ભાવવધારા માટેની સ્લીપ અને કાયદેસરની રસીદ પણ આપવામાં આવી રહી છે. એટલે આ પ્રકારનો વધારો કાયદેસરનો જ બની રહે તેમ છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે, જીજીટીએ ખુદ લાંબા સમયથી ટ્રક માલિકા ખાસ કરીને બારાતુઓ અને તેમા પણ કોલસાની ગાડીઓ વાળા પાસેથી દાદાગીરીપૂર્વક યુજર્સ ચાર્જ પેટે વગર રસીદ આપે ૧૦૦ રૂપીયા અને કોલ ટ્રેડર્સ દ્વારા પણ જે તગડી રકમ વસુલાય રહી છે બિનઅધિકૃત રીતે તેમાંથી પણ જીટીટીએને ર૦૦ રૂપીયા પ્રતિ ગાડી દીઠ મળવા પામી જ રહ્યા છે. આ ગેરકાયદેસર ઉઘરાણાઓની રસીદ હવે આપવાની ચાલુ કરી છે પણ તે રસીદમાં રકમનો કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી. આવુ શા માટે? તે સવાલો પણ સહજ રીતે ઉઠવા પામી રહ્યા છે. હવે આજ મુજબના ત્રાગા અને ધતીંગ જીજીટીએના બની બેઠેલા બે-ચાર ભ્રષ્ટ આગેવાનો દ્વારા હાલમાં ફરીથી શરૂ કરવામા આવ્યુ છે. હકીકતમાં આ પ્રકારે થતા ઉઘરાણા પ્રોટેકશન મની જ બની રહ્યા છે. ધોક્કાના જોરે બહારથી આવતા ટ્રકગાડી માલીકો પાસેથી ઉઘરાણા કરવામા આવી રહ્યા છે તેની રકમ કોઈ નાની સુની નથી એ પણ સમજવાની જરૂરી છે. રોજની પ૦૦થી વધુ ટ્રકો અહી આવી રહી છે? માસકી કરોડોમાં આ સલીયાણા પ્રોટેકશન મનીનો આંક જઈ રહ્યો હોવાનુ કહેવાય છે. રીતસરના ધેાક્કાછાપ ગુંડાઓને બેસાડી અને બારાતુ ગાડી માલીકો પાસેથી આ ઉઘરાણાઓ કરવામા આવી રહ્યા હોવાનુ કહેવાય છે. ખાખી આવા પ્રકારના ખુલ્લેઆમ ચાલી રહેલા પ્રોટેકશન મનીના સડ્ડાની સામે ચુપ હોવાથી કયાંક ને કયાંક સબંધિત પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારોને પણ ભાગબટાઈ મળી જતી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. અન્યથા આ પ્રકારની કાયદેા વ્યવસ્થાને જોખમી શકે તેવા ઉઘરાણાને અટકાવવા કયાંય પોલીસતંત્ર આગળ આવતુ જોવાનુ નથી. વેળાસર જ જીટીટીએના ભ્રષ્ટ અને બેનામી આવકની મધની લાળ ચાખી ચુકેલા બે ચાર તત્વાને ઉઠાવીને ધેાક્કાવારી નહી કરવામા આવે તો ભવિષ્યમાં કંડલા-તુણા પટ્ટામા મોટા ખાનાખરાબી થવા પામી શકે તેવી ભીતી હાલતુરંત સેવાઈ રહી છે.

મજબુરી કા નામ… મહાત્મા..! ની ઉકિતને છોડોબારાતુ કોલસા ગાડી માલિકો દાખવે હિંમત..!
ગાંધીધામ : મજબુરવશ બારાતુ કોલસા ગાડી માલિકો ખોટ પડોજણમાં પડવા પામતા ન હોવાથી વગર કારણ સમજે-પુછે કે પછી ખબર હોવા છતા પણ ધંધાકીય ખોટ ન જાય તે માટે તેઓના ડ્રાયવરને રસીદ ન મળતી હોવા છતા પણ જે પેસા મંગાય તે આપી દેવાની હામી ભરી દેવાતી હોય છે. હકીકતમાં કોલસાની ગાડીવાળા બહારથી જે તુણા બંદરે આવે છે તે એકમત થાય, એકસંપ કરે અને આ રીતે પ્રોટેકશન મનીના ઉઘરાણાની સામે કડક અને મજબુત અવાજ ઉઠાવે અને તુણા બંદરના પ્રસાસનની સાથે જ સીધી ગોઠવણીઓ કરે, જીજીટીએ જેવા સંગઠનને બાયપાસ કરી તેઓની ગાડીઓ તુણા પોર્ટ પર સીધે સીધ જ મોકલવવા હામી મેળવી લેવાની હિમંત દેખાડે તો જ આ પ્રકારના પ્રોટેકશન મનીના સડ્ડામાથી તેઓનો છુટકારો થવા પામી શકે તેમ છે. જયાં સુધી ખુદ ભોગગ્રસ્ત નહી જાગે ત્યા સુધી તંત્રની કાર્યવાહી પણ બે એસર જ બની રહેશે.

  • અંજારના કડક પ્રાંત ડો.જોષી કેમ જીજીટીએના ભ્રષ્ટતત્વોના નથી આમળતા કાન?

જીટીટીએના આવક-જાવકના હિસાબો-આધારો સાથેના દસ્તાવેજો કેમ નથી મંગાવતા પ્રાંત અધિકારી? ટ્રકમાલિકો પાસેથી કરોડની મહીનાની રકમની થાય છે ઉઘરાણી, જમા તો થતા નથી, તો આ રકમ કોના ગજવામાં જાય છે ?

ડીસી શ્રી જોષી જીજીટીએ અને કેાલટ્રેડર્સ એસો.ના આગેવાનોને સંયુકત રીતે બોલાવી સામસામે બેસાડી યોજે બેઠક : કોલ ટ્રેડર્સ શેના ઉઘરાવે છે પૈસા? લેબર ચાર્જ તો તુણા પોર્ટમાં અંદર લાગુ પડે છે, તો કોલ ટ્રેડર્સ કયું લેબર કરી રહ્યા છે? કોલ ટ્રેડર્સના ઉઘરાણા ગેરકાયદેસર છે તો ગાડી માલીકો માટેનુ બની બેઠેલ સંગઠન જીજીટીએ કેાલ ટ્રેડર્સ સામે કેમ નથી ચડાવતુ બાંયો? આવા ઉઘરાણાનો વીરોધ શા માટે નથી કરતા? : લેખિતમાં વિરોધ, ધરણા-હડતાળ યોજયાનુ સમ ખાવા પુરતુ પણ કેમ નથી દેખાતુ? : કાયદાકીય રીતે કોર્ટમાં કેમ નથી મેળવાતી દાદ..! : કારણ કે, જીજીટીએ પણ કેાલટ્રેડર્સના ગેરકાયદેસર ઉઘરાણામાંથી ર૦૦ રૂપીયાની કરે છે કટકી..!

ગાંધીધામ : જીજીટીએ પોતાના ગાડી માલિકોના ઉદ્વાર કરનારુ સંગઠન બતાવી રહ્યુ છે. અને આ સંગઠન કદાચ તે હેતુસર મહેનત કરી જ રહ્યુ હશે તેમાં બે મત નથી પરંતુ તેના બની બેઠેલા એકાદ-બે ભ્રષ્ટ આગેવાનો દ્વારા જે રીતે અહી પ્રોટેકશન મનીના ઉઘરાણાઓ કરવામા આવી રહ્યા છે અને સંગઠનના નામે ખુદ બેનામી સંપત્તીઓથી મજબુત બની રહ્યા છે તે જરૂરથી તપાસનો વિષય બની ગયો છે. અંજારના કડક-તટસ્થ અને પ્રજાભિમુખ રહેલા ડીસી શ્રી જોષી આ બાબતે કેમ મોળા પડી રહ્યા છે? તેઓ જીજીટીએના જવાબદારોને દસ્તાવેજી આધારો-સાધનીક પુરાવાઓ સાથે કેમ બોલાવતા નથી? શા માટે આપી રહ્યા છે આટલો બધો સમય? કેટલી રકમ તેઓ ઉઘરાવે છે, રસીદમાં કેટલી રકમ બતાવાયા છે? કયાં રકમ જમા થાય છે? તેના આવક-જાવકના હિસાબો સાથે આવા તત્વોને બોલાવી અને તેમના કડક પુછાણા લેવા સમયનો તકાજો બની જવા પામી ગયો છે.