ગાંધીધામ ખાતે વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

ગાંધીધામ ખાતે “ માનવ સેવા ટ્રસ્ટ ” અને “ રઘુવંશી સમાજ “ તેમજ “ કચ્છ કેમિકલ ઈંડિસ્ટ્રીઝ લિમિટેડ ”ના સહયોગ થી “ કોવિડ કેર સેંટર” શરૂ કરાયું

ગાંધીધામ ખાતે‘ માનવ સેવા ટ્રસ્ટ ‘ અને રઘુવંશી સમાજના નેત્રુતવ ના નેજા હેઠળ અને ‘ કચ્છ કેમિકલ ઈંડિસ્ટ્રીઝના લિમિટેડ ’ સહયોગ થી “ કોવિડ કેર સેંટર” તારીખ ૧૬-૦૫-૨૦૨૧ રવિવાર ના રોજ સવારે ૧૧ કલાકે આરંભ કરવામાં આવ્યો હતો, આ કોવિડ કેર સેંટર ના પ્રણેતા ડો.નીમાબેન આચાર્ય(ધારાસભ્ય –  ભુજ ) ડો. ભાવેશ આચાર્ય (પ્રમુખ રેડ ક્રોસ સોસાયટી ગુજરાત) જેઓએ આ કોવિડ કેર સેંટર માટે પોતાના ટ્રસ્ટની જગ્યાની આપવાની પહેલ કરી હતી,  અને ગમે તેવા ખર્ચ ની ચિંતા કર્યા વગર કાર્યકર્તાઓને હુફ આપી હતી, અને અનેક પ્રકારનો સહયોગ આપવાની  લાગણી દર્શાવેલ, આ પ્રસંગે કચ્છી મંત્રી વાસણભાઈ આહિર હાજર રહ્યા હતાં, તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, , કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ  કેશુભાઈ પટેલ, ડો.નીમાબેન આચાર્ય (ધારાસભ્ય  ભુજ) ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂબેન કારા, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન પુનિતભાઈ દૂધરેજા, પ્રાંત અધિકારી  વિમલભાઈ જાેષી, તાલુકા આરોગ્ય અધિકારી  દિનેશભાઇ સુતરીયા, ગાંધીધામ નગર પાલિકાના કાન્સિલર અનિતાબેન શંકરભાઈ દક્ષિણી, ભરત મીરાણી, એ.કે.સિંગ સરિતાબેન ભટ્ટર,ગળપાદર ગામના સરપંચ  સામજીભાઈ આહિર,પડાના ગામના સરપંચ શ્રી ધનજીભાઇ આહિર, પૂર્વ સરપંચ  વાઘજીભાઇ આહિર, આ કોવિડ કેર ને ઉભુ કરવાં દિવસ-રાત જાેયાં વગર સતત એક મહિના થી પોતાનો સમય સેવાના કાર્ય માં તન-મન-ધન થી સેવા આપતાં  લોહાણા મહાજનના પ્રમુખ  ભરતભાઈ પાંચાણી, ઉપપ્રમુખ  પ્રવિણભાઈ હરજીવનદાસ જાેબનપુત્રા, મંત્રી  શંકરભાઇ દક્ષિણી, ખજાનચી  રમેશભાઈ મજેઠીયા, જેમનો સેવામાં હમેશા હકારતમક એવા  મુકેશભાઇ આચાર્ય,  મૌલિન આચાર્ય, રઘુવંશી સમાજના હમેશા એક્ટિવ એવા યુવા ધવલભાઈ આચાર્ય, હિતેશ રૈયા, પ્રકાશ ઠક્કર (જે.આર) પરેશ આથા, મુકેશભાઇ ઠક્કર, પી.પી.ઠક્કર,ધીરુભાઈ ઠક્કર, રાજેન્દ્ર એમ. ઠક્કર, જયેશ રાજ્દે, અરવિદભાઇ કતિરા, મયુર સાયતા, મુકેશ પૂજારા, પારૂલબેન ઠક્કર, તેમજ ગાંધીધામ ના જાણીતાં બાળકોના તબીબ ડો. નિતિનભાઈ ઠક્કર, ડો, જાગૃતિબેન એન.ઠક્કર, તેમજ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો હાજર રહેલ, આ કોવિડ કેર સેંટરમાં કચ્છ કેમિકલ ઈંડિસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આ હોસ્પિટલ માટે સહયોગ આપશે તેમ કંપની ના ચેરમેન શ્રી શિવલાલજી અને હેડ દિનેશભાઇ પુરોહિત દ્વારા જણાવાયું હતું, આ પ્રસંગે સેવામાં ભુપેન્દ્ર સહાની, બાજપાઈ,પાઠક સાહેબ,પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ પટેલ તેમજ ડોકટરોની ટિમમાં મુખ્ય ડો, કૌશિક પરમાર, ડો.અભૂદય બારડ, આની સાથે સાથે ટોટલ છ ડોક્ટર સેવા આપશે, હાલે પ્રાથમિક ધોરણે  સાથે ૩૦ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ વધારે સુવિધાની જરૂર લાગશે તો આ જગ્યામાં આશરે ૧૦૦ બેડ સુધીની વ્યવસ્થા કરી સકાશે તેવી જગ્યા છે, આની સાથે સાથે લેબોટરી, અને મેડિકલ ની સુવિધા રાખવામા આવી છે, જે દર્દીને તદન મફતમાં રિપોર્ટ કરી  આપવામાં આવશે, અને દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ મફત આપવામાં આવશે, આની સાથે દર્દીઓને સવારે અને સાંજે ચાં-કોફી અને નાસ્તો  આપવામાં આવશે, બે ટાઇમ જમવાનું આપવામાં આવશે, તેમજ બે ટાઇમ ઉકાળો, ફ્રૂટ, વગરે આપવામાં આવશે, તેમજ દર્દીઓને મળવા આવનાર મુલાકાતીઓ માટે અલગ ટેન્ટ ની સુવિધા રાખવામા આવી છે, તેમજ ડોક્ટરો માટે ૨૪ કલાક રહેવાની જમવાની વી.આઇ.પી.ટેન્ટ વ્યવસ્થા કરવામાં આવી છે,  આ જગ્યા  હરીયાળી છે, દર્દીઓને આવા ભરપૂર લીલોતરી ઝાડિઓ આસપાસ આવેલા તેથી કુદરતી ઑક્સીજન જેવુ વાતાવરણ થી જ પચાસ ટકા દર્દીને સાજાે થઈ જાય તેવી મનો રમણીય જગ્યા છે, આ જગ્યામાં માનવ સેવાના કાર્ય અવાર-નવાર થતાં રહે છે

કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોવિડ સેન્ટર – માનવ સેવા ટ્રસ્ટ આધાર સંકુલ – તેમજ રઘુવંશી સમાજ ના સહયોગ થી તારીખ ૧૬-૫-૨૦૨૧ નાં સવારે ૧૧ કલાકે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું  મુકવામાં આવેલ જેમાં આજના કાર્યક્રમમાં મંત્રીશ્રી  વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ડો. નીમાબેન (ધારાસભ્ય ભુજ), જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ,  ધારાસભ્ય ગાંધીધામ,  પારુલબેન કારા (જિલ્લા પંચાયત પ્રમુખ ),  ગાંધીધામ ન.૫ા. પ્રમુખ, પ્રાંત અધિકારી  વિમલ જાેશી, (હેલ્થ ઓફિસર) દિનેશ સુતરીયા, એ.કે સિંહ,  ભાવેશ આચાર્ય, મૂકેશ આચાર્ય, મૌલીન આચાર્ય, ધવલ આચાર્ય, ભરત  પચાણી (પ્રમુખ લોહાણા સમાજ), અનીતા બેન  દક્ષિણી, (ભાજપ કાઉન્સિલર)  ધીરુભાઈ ઠકકર  (ભાજપ કાઉન્સિલર), હરગોવિંદ મીરાની, મૂકેશ ઠકકર, મયુરભાઈ સાયતા, પ્રકાશ ઠકકર, જયેશ રાજદે, રાજેન્દ્ર ઠકકર, શામજી આહીર, અરવિંદ કતિરા, ભરતસિંહ, (તાલુકા પંચાયત પ્રમુખ), વાઘજી હુંબલ, ધનજી આહીર,  કેમિકલ નાં કપની હેડ શ્રી દિનેશભાઈ પુરોહિત કે જેઓ દાતા શ્રી છે.,ભૂપેન્દ્ર સહાની,   બાજપાઈ, પાઠક,  મૂકેશ પટેલ (સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ) ,  શંકર ભાઈ દક્ષિણી ,  પુનીતભાઇ દુધરેજીયા, ડો નીતિન ઠકકર ,  એમ ડી ડોક્ટર કૌશિક પરમાર , મેનેજમેન્ટ બાય ડોક્ટર અભુદયસિહ બારડ અને તેમનો સ્ટાફ ૨૪ કલાક સેવા આપશે. ઉપસ્થિત મહાનુભાવો એ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી,સેન્ટર માં કુલ ૩૦ બેડ ની વ્યવસ્થા છે જેમાં ૧૨ બેડ  ઈકવિપાઈડ કારયાડિક મોનીટરીંગ સિસ્ટમ ટ્રીટમેન્ટ સાથે નાં છેકોવિડ સેન્ટર માં દર્દીને  ચા , નાસ્તો, ઉકાળો તથા બંને ટાઈમ જમવાની સગવડ લોહાણા સમાજ ગાંધીધામ દ્વારા આપવામાં આવશે .