ગાંધીધામ-કંડલા સંકુલના સહિયારા સેવાયજ્ઞને સો-સો સલામ

  • લીલાશા કોવિડ કેર સેન્ટરમાં દેશભકિત-રાષ્ટ્રીય ભાવનાના અનેરા દર્શન

શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, આર એસ એસ, ભારતીય વિકાસ પરિષદ, સેવા હી સાધના સહિતની સંસ્થાઓના આગેવાનો દ્વારા કોવિડ કેરમાં છેલ્લા પખવાડીયાથી સ્વયંભુ સેવાનુ ઉપાડયું છે મસમોટું બીડું : હાલમાં ૧૬૦ બેડ છે કાર્યરત, ૩૦૦ બેડ ટુંકમા જ કરી દેવાશે સેવારત : માનવ સેવા એ જ પ્રભુસેવાના ગુણો થઈ રહયા છે સાર્થક : જિલ્લા વહીવટીતંત્ર બે તબીબો ફાળવ્યા , વધુ નિષ્ણાંત ડોકટરો અપાય તથા નર્સીંગ સ્ટાફની ઘટ્ટ પુરાય તો સોનામાં ભળે સુગંધ

ગાંધીધામ : કોરોનાની મહામારી એક તરફ માનવતાની લજવતા કિસ્સાઓ ઠેર ઠેર ખુલ્લા પાડી રહી છે તો બીજી તરફ પુર્વ કચ્છના ગાંધીધામ કંડલા સંકુલમાં સામાજીક સંસ્થા, આગેવાનો, અગ્રણી, ઉદ્યોગપતિઓ, જિલ્લા વહીટીતંત્ર, સરકારી બાબુઓ સૌના દ્વારા એક ટીમ બની ને સમગ્ર પૂર્વ કચ્છ વિસ્તારના કોરોનાથી કણસતા દર્દીઓ માટે લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરમાં ખુબજ ટુંકા ગાળામાં સારવારની સાથો સાથ જ સેવાનો ધોધ અને સરવાણી વહેવળાવી અને ગાંધીધામ – કંડલા સંકુલના આ આગેવાનોની ટીમે કોરોનાના સહીયારા સેવા યક્ષનો અનેરો દાખલો બેસાડી દેવાની સાથો સાથ જ જો આજ રીતે આખાય કચ્છમાં ઠેર ઠેર સરકાર – તંત્ર અને સરકારી બાબુઓને સ્થાનીકની સામાજીક સંસ્થાઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ સાચી ઈચ્છા સાથે મદદે આવે તો કચ્છ જરૂરથી કોરોનાની મહા આફત સામે પણ સફળતા પુર્વક ઝડપભેર બહાર આવી શકે તેની સાક્ષાત પ્રેરણા પણ પુરી પાડી દેખાડી છે.આ બાબતે રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના સનિષ્ઠ કાર્યકર્તા કમ આગેવાન એવા પંકજભાઈ ઠકકર તથા આશિષભાઈ જોષીએ આપેલી માહીતીઓ અનુસાર લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટર સમગ્ર પૂર્વ કચ્છને માટે કોરોનાના કપરાકાળમાં સાચા અથમાં સંજીવનીરૂપ પુરવાર થાય તે દીશામાં પાછલા એકાદ પખવાડીયાથી સહિયારા પ્રયાસો કરવામા આવી રહ્યા છે અને તેને સારી સફળતા સાથે સુંદર પ્રતિસાદ મળવા પામી રહ્યો છે. સૌ પ્રથમ તો લીલાશા કુટીયા ટ્રસ્ટના સર્વે મોભીઓ કે જેઓએ મહામારીની કટોકટીના સમયમાં અહીના સભાખંડ અને રૂમો સહિતની ચાવી સેવાભાવી અમારી ટ્રસ્ટને સોપી દીધી છે તેઓની હદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ બન્ને દ્વારા હાલમાં લીલાશા કોવિડ કેરમાં ચાલી રહેલા સેવાયજ્ઞની વિશેષમાં વાતના પ્રારંભે જણાવ્યુ હતુ કે, અહી વર્તમાન સમયે પર(બાવન ઓકિસજન) બેડ કાર્યરત છે. સાદા બેડની સાથે હાલના સમયે અહી ૧૬૦ પથારીઓ સાથે દર્દીઓને તમામ જરૂરી સેવાઓ આપવામા આવી રહી છે.
લીલાશા કોવિડ કેર શરૂ થયાના એકાદ પખવાડીયામાં જ અંદાજિત ૧૧પ જેટલા દર્દીઓ સારા થઈ અને પરત ઘરે ફર્યા છે. હાલના સમયે કોવિડ કેર સન્ટરમાં સંકુલમાંથી વિવીધ આગેવાનો, સંસ્થાઓ, સરકાર અને તંત્રની સાથે ખડેપગે સેવા આપી રહ્યા છે જેમાં ખાસ કરીને પંકજભાઈ ઠકકર, આશીષભાઈ જોષી, સુરેશભાઈ ગુપ્તા, સંજયભાઈ ગર્ગ, ભારતીય વિકાસ પરીષદના જખાભાઈ આહીર, ડો.નીતીન ઠકકર, પ્રકાશભાઈ ઠકકર, નીરંતર અલગ અલગ જવાબદારીઓનો સ્વીકારી કરી અને બખુબીથી દીવસ રાત યુદ્ધના ધોરણે સેવારત રહેલા છે. તો લીલાશા કુટીયા હોલમાં ૧૦૦ સાદા બેડની વ્યવસ્થા મોહનભાઈ ધારશી તથા નંદુભાઈ ગોયલના માર્ગદર્શન હેઠળ શ્રી રામક્રૃષ્ણ સેવા ટ્રસ્ટે કરી છે.
ડોકટર અને સ્ટાફ દર્દીઓની સેવા-સારવાર કરી રહ્યા છે ત્યારે બીજીતરફ અહી આભ ફાટયુ હોય તેવા સમયે થીગડું મારવાની અવસ્થા આવી બની હોય તેવી રીતે મહામારીના કાળમાં રાત-દિવસ જોયા વિના સેવા કરી રહેલા ડોટકર્સ અને નર્સીગ સ્ટાફને માટે સંકુલના સામાજીક આગેવાનો અને સંસ્થાઓ સેવા કરી રહી છે ચિંતા સેવી રહી છે. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ સહિતની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ તબીબો અને નર્સીગ સ્ટાફની ભેાજન, ચા-કોફી, જયુસ તથા સારવાર રૂમમાં પણ કેાઈ સમસ્યા કે તકલીફ થતી હોય તો તે બાબતે પુરતી વ્યવસ્થાઓ કરાવી રહ્યા છે. લીલાશા કુટીયામાં ન માત્ર મેડીકલ સ્તરે જ સેવા કરવામા આવી રહી છે, બલ્કે લોકોના માનસિક મનોબળ ટકી રહી અને વધુ મજબુત મને તે માટે આધ્યામિકતા શકિતનો સંચાર કરવાની દીશામાં સવાર-સાંજ અહી આરતી-ભજનનો કાર્યક્રમ પણ રાખવામા આવે છે જે કોવિડના દર્દીઓને માનસિક રીતે વધારે પ્રફુલ્લિત રાખે છે. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટની સાથોસાથ જ અહી આરએસએસના યુવાનો પણ સારી સેવા બજાવી રહ્યા છે. હાલમાં પરીવારના પરીવાર કોરોના સંક્રમિત થઈ રહ્યા છે આવામાં કોણ કેાની સેવા કરે અથવા તો એક સંક્રમિત વધુ અન્ય પરીવારજનોને સંક્રમણ ન લગાડે તેની તકેદારી અહી આરએસએસના યુવાનો રાખી રહ્યા છે. રોજ ૧૦-૧૦ યુવાનો લીલાશા કુટીયામાં સેવારત રહેલા છે. જેઓ દર્દીઓના સગાવ્હાલાની કોઈ પણ જરૂરીયાત કે ચીજવસ્તુઓ દર્દી સુધી પહોચાડવાની સેવા બજાવી રહયા છે. ઉપરાંત કેાઈ વૃદ્ધ દર્દી હોય અને તે પરીવારજનોને મળવા ઈચ્છતો હોય તો તેના સબંધીને સંપૂર્ણ પીપીઈ કીટ પહેરાવી અને દર્દી સુધી કોરોનાની ગાઈડલાઈન અનુસાર મળવા માટે પણ લઈ જવા દેવામા આવી રહ્યા છે. જેથી દર્દી પરીવારજનોથીી વિખુટો પડી ગયો છે તેવો ભય ન અનુભવે અને સામાજીક ભાવના પણ તેની જળવાઈ રહે તેની પણ અહી પુરતી તકેદારી રાખવામા આવી રહી છે.

દેવની ભૂમિ છે લીલાશા-અહીં આવતા દર્દીઓ પર ઈશ્વરકૃપા જરૂરથી થાય જ..!
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વિશાળ માળખુ ધરાવતા લીલાશા કુટીયા આશ્રમ ખાતે કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામ આવ્યુ છે. જેમા દર્દીઓને સારવાર મળી રહી છે. હી કહેવુ ઘટે કે, લીલાશા કુટીયા દેવની ભૂમિ છે. અહી ઈશ્વરની વિશેષ કૃપા રહે તે વાત સહજ છે. અને તેથી જ અહી જોગ-સંજોગવસાત એક પછી એક આનુસંગીક સેવાઓ સ્વબળે ઉભી થવા પામી જ રહી છે. અહીના દર્દીઓ તથા સમગ્ર પૂર્વ કચ્છ માટે આ લીલાશા કોવિડ કેર સેન્ટર આર્શીવાદરૂપ જ બની રહ્યુ છે. આટલી વિશાળ માળખાઓ ધરાવતી કોઈ જ જગ્યા કચ્છ આખાયમા લગભગ કયાંય ઉપલબ્ધ નહી હોય. તંત્ર અને કચ્છ જિલ્લાનુ સરકારી તંત્ર પણ પૂર્વ કચ્છ માટે વધુમાં વધુ લીલાશા કુટીયાને વધુ સુવિધાયુકત કોરોના કેર સેન્ટર તરીકે ઝડપથી વિકસાવે અને તે તરફ ધ્યાન આપે તે વધારે હિતાવહ બની રહેશે.

ગજવાણી કોલેજની નર્સીંગ દિકરીઓની હિંમતભરી સેવા છે સરાહનીય

ગજવાણી કોલેજના ટ્રસ્ટીઓનો સાથ સહકાર પણ અભિનંદનને પાત્ર

ગાંધીધામ : લીલાશા કોવિડ કેરમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ પૂર્વ કચ્છમાથી સારવાર લઈ રહ્યા છે તેઓને માટે તંત્ર અને સરકાર પાસે હાલના સમયે સીધી રીતે નર્સીંગ સ્ટાફની સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે આદિપુરની ગજવાણી કોલેજની નર્સીગ અભ્યાસ કરી રહેલી બહેન-દિકરીઓ અહી ખડેપગે સેવા આપી રહી છે. તેઓની ડયુટી ૮ કલાકની હોવા છતા પણ પારીવારીક ભાવના સાથે ૧૪-૧૪ કલાક સુધી તેઓ અહી ખડેપગે હસતા મોઢે ફરજ નિભાવી રહી છે. આ તમામ દિકીરઓની સેવા સરાહનીય જ કહી શકાય.

૩૦૦ બેડની વ્યવસ્થાનો સ્થાનિક સેવાભાવીઓનો છે સંકલ્પ
ગાંધીધામ : લીલાશા કુટીયામાં હાલના સમયે સાદા અને ઓકિસજનના મળીને ૧૬૦ જેટલા અંદાજિત બેડ સજજ બની ચૂકયા છે. અહી સામાજિક આગેવાનો, સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ સૌ કોઈ મળીને જે રીતે મહેનત કરી રહ્યા છે તેઓએ અહી ૩૦૦ બેડની વ્યવસ્થા સાથેનુ કોવિડ કેર ઉભુ ટુકમા થઈ જાય અને પૂર્વ કચ્છના કેાઈ પણ દર્દીને અન્યત્ર સારવાર માટે દોડાદોડી ન કરવી પડે એટલુ માત્ર જ નહી પણ સારવાર માટે આવેલ દર્દી પરત સારો થઈને જાય ત્યારે પાંચ-આઠ કીલો વજન વધારીને જાય તે દીશામાં સેવાયજ્ઞ અહી ચલાવાઈ રહ્યો હોવાનુ શ્રી આશીષભાઈ જોષી અને પંજકભાઈ ઠકકરે તેઓની ટીમ વતીથી અભીભાવ વ્યકત કયો હતો.

દાતાઓની દિલેરીને વંદન : રોજના ૧પ૦ નારીયેળના અવિરત આગળ આવી રહ્યા છે દાતા
ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાં અશકિતનુ પ્રમાણ વધી જતુ હોય છે ત્યારે લોકોને નારીયળ તેમને પીવડાવુ પણ જરૂરી બની રહ્યુ છે. લીલાશા કુટીયા ખાતે નારીયેળ માટેની પણ સારી વ્યવસ્થાઓ કરી દેવામા આવી છે. રોજ રોજ દાતાઓ આ માટે આગળ આવી રહ્યા છે. દાતાઓ ખુદના નામો ૧પ૦ રોજના નારીયેળને લઈને આયોજકોને રકમ લખાવી દે છે અને આયોજકો દ્વારા સીધા વાડીમાથી રાહત ભાવે જ નારીયેળની ખરીદી થઈ રહી છે. આ ઉપરાંત પણ જયા જરૂર પડે છે ત્યા છુટ્ટા હાથે દાતાઓ દાન માટે આગળ આવી રહ્યા છે.

સરકાર-જિલ્લા તંત્રને અમે એટલું જ કહીએ છીએ કે..!
ગાંધીધામ : લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટર માટે અહીની સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ છુટા હાથે મદદ કરી રહ્યા છે. ઓકિસજનના સીલિન્ડરની અહી ૩પ૦ જેટલી વ્યવસ્થાઓ કરી લેવાઈ છે. દાતાઓ ખુલ્લા મને દાન આપી રહ્યા છે. રેમડેસિવર ઈન્જેકશનની જે દર્દીને જરૂર પડે તેની સરકાર પુરતી ચિંતા કરે, તબીબો કોઈ જ ઉપાધીમાં ન પડે, પરંતુ માત્ર સેવાભાવીઓને કોલ કરે, ભુજ વ્યકિત મોકલવો, ગાડી આપવી સહિતની તોબડતોડ વ્યવસ્થાઓ કરી દેવામા જ આવી રહી છે. જો કે, તે પણ હવે અંજાર ખાતેથી જ વિતરણ શરૂ કરી દેવાથી રાહત થઈ રહી છે. ગાંધીધામ-કંડલા સંકુલ કોરોના સામે લડી લેવા તમામ મોરચો પહોચી વડે તેમ છે, અમે સરકારને હવે માત્ર એટલુ જ કહીએ છીએ કે, લીલાશા કોવિડ કેરમાં વધુમાં વધુ નિષ્ણાંત તબીબો ફાળવો અને નર્સીગ સ્ટાફ પુરતો ઝડપથી આપી દયો તો બાકીની સેવાઓ અમે ખુદ ઉભી કરી લઈશુ અને વિના થાકે તેમાં લોકોની સેવા માટે કામે લાગ્યા જ રહીશુ તેવુ પંકજભાઈ તથા આશીષભાઈએ તેઓની ટીમ વતીથી વિશ્વાસ દર્શાવ્યો છે.

કેટરર્સ મારફતે ડોકટર-નર્સીગ સ્ટાફ માટે સેવાભાવી ટ્રસ્ટે ફાઈવસ્ટાર ભોજનની કરી વ્યવસ્થા
ગાંધીધામ : લીલાશા કુટીયામાં પૂર્વ કચ્છ આખાયમાંથી કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે ત્યારે અહી દિવસ રાત જોયા વિના ડોકટર્સ અને નર્સીગ સ્ટાફ તેમની સારવારમાં લાગેલો છે. સરકાર દ્વારા તો આ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે વ્યવસ્થાઓ કરવામા આવે જ છે પરંતુ બીજીતરફ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીધામના પ્રખ્યાત કેટરર્સને આ માટે કામ સોપ્યુ છે અને તમામ ડોકટર્સ અને પેરામેડકીલ સ્ટાફને માટે સુચારૂ ભોજન બે ટાઈમ અને બે ટાઈમ નાસ્તાની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી ગઈ છે.

મળો, લીલાશાના યુવા સ્વયં સેવક નિકુંજને.અને લ્યો પ્રેરણા…!
ગાંધીધામ : ગાંધીધામ લીલાશા કુટીયામાં એક પ્રેરક કિસ્સો પણ સામે આવવા પામી રહ્યો છે. અહી પૂર્વ કચ્છના જ નિકુંજ નામનો યુવાન અન્યોને પણ પ્રેરણા આપી રહ્યો છે. તેના પરીવારજનો કોરોના સંક્રમિત થયા છે ત્યારે તેને લીલાશા કુટીયામાં સારવાર મળી રહી છે. આ યુવાનો સેવાભાવી સંસ્થાને સામે ચાલીને કહ્યુ કે, મારા માતા-પિતાની સેવા આપ લોકો નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છો, ત્યારે હું ટેકનીકલ ક્ષેત્રનો જાણકાર છુ, તમે મને રજા આપો તો હુ મારા માતા-પિતાની સાથોસાથ લીલાશા કુટીયામાં મારા લાયક કોઈ પણ ટેકનીકલ સેવાઓની જરૂર હોય તો તેમાં સ્વયંભુ જોડાવવા તૈયાર છું. નોંધનીય છે કે, હવે નિકુંજ લીલાશા કુટિયામાં ટેકનીકલ, લાઈટીંગની તથા ભજન-આરતી માટે સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓ રોજબરોજની સંભાળી રહ્યો છે. હકીકતમાં આ પ્રકારની સેવાભાવનાને પ્રેરણા આપવી તે જ અહીની અલગ અલગ સંસ્થાના આયોજનની કર્મશેલીનુ પરીણામ બની રહે તેમ છે.