ગાંધીધામ-કંડલા કોમ્પલેેક્ષમાં ‘શીશીકાંડ’ની દહેશત

સોલાના ઝેરી દારૂ પ્રકરણ ટાંકણે પોલીસે બોલાવેલી તવાઈ બાદ દેશીદારૂ હાલમાં મળવો દુર્લભ બનતા ગાંધીધામ કોમ્પલેક્ષમાં ‘કોલનવોટર’-દવા સ્વરૂપના નશીલી શીશીઓનું વધતું પ્રમાણ

 

કોલનવોટર બનાવતી ફેકટરીઓ-કારખાનાઓ છે ગુજરાતમાં : દવા તરીકે
બનાવવાની મળેલી છે મંજુરી : ગુન્હો ન બનતો હોવાથી જ ભેજાબાજ તત્વો કરી રહ્યા છે ગેરકાયદે વેપલો : પોલીસ જાગૃત બને અને સરકારમાં આગોતરી જ અહેવાલ આવા કોલનવોટર-શીશીઓના વેંચાણની વિગતોનો રજુ કરો
સચોટ રીપોર્ટ : જે પછી સરકાર જાહેરનામુ બહાર પાડેથી કોલનવોટરનો
ગેરકાયદે અટકે વેપલો : જાણકારવર્ગનો સૂચિત ઈશારો

 

 

ગાંધીધામ :ગુજરાતભરમાં હાલના સમયે અમદાવાદમાં સર્જાયેલી દેશી-ઝેરી દારૂ થકીના કથિત લઠ્ઠાકાંડ બાદ દારૂ હાલતુરંત તો લગભગ લગભગ ઠપ્પ જ થઈ ગયો હતો મોટાભાગના બુટલેઘરો પણ ભુર્ગભમાં ઉતરી ગયા છે. ખુદ પોલીસ દ્વારા જ હાલમાં અડ્ડાઓ બંધ રાખવાના આદેશો અપાયા હોવાના અંગુલીનિર્દેશો થવા પામી રહ્યા છે ત્યારે બીજીતરફ પોલીસ પણ ખુબ જ કડક બની છે અને ઠેર ઠેર ધડાધડ દરોડા પાડી અને દેશી દારૂ બનાવતા કેમીકલ સહિતની ચીજવસ્તુઓ પર તવાઈ બોલાવી દીધી છે. તેવામાં હવે કચ્છ-અને તેમાંય ખાસ કરીને કંડલા-ગાંધીધામમાથી નશાઈ-સાંગુડીતત્વોએ દેશીદારૂના વિકલ્પ તરીકે કોલન વોટર જે ‘સીસી’ તરીકે પ્રચલિત છે તે તરફ વળી ગયા છે અને તેનું સેવન મોટા પ્રમાણમાં શરૂ કરી દીધુ છે. જે રીતે આ કોલનવોટર શીશીનો તગડા પ્રમાણમાં ગેરકાયદે વેપલો કરવામા આવી રહ્યો છે તે જોતા પોલીસતંત્ર વેળાસર જ જાગૃત નહી બને અને આ મામલે આગોતરી કાર્યવાહી નહી કરે તો આવનારા દીવસોમાં ગાંધીધામ વિસ્તારમાં પણ અગાઉ જેમ રાજકોટમાં થયેલો તેવો મસમોટા શીશીકાંડ બની જશે અને તંત્ર-પોલીસ બને માટે ઉભો થવા પામી જશે મોટો પડકાર તેી લાલબત્તી પણ જાણકારો દ્વારા દર્શાવવામા આવી રહી છે. પ્રથમ તો જાણીએ કે આ શીશી-કોલન વોટર છે શું? દવાના નામે ખાસ કરીને પ્રસુતિના સમયે સાફસફાઈના માટે ખાસ કરીને તેનો વીશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામા આવતો હોય છે પરંતુ તેના અંદર જે આલ્કોહોલનું મિશ્રણ અથવા તો પ્રમાણ હોય છે તે અતિ નશાયુકત હોય છે અને કહેવાય છે કે ઝેરી દારૂ કરતા પણ વધારે ઘાતક પુરવાર થવા પામી જાય તેવુ હોય છે. વધારે ચિંતાજનક વાત તો એ છે કે, કોલન વોટરની શીશીઓનો કવોટા જેટલા પ્રમાણમાં નથી એટલે કે જેટલો વપરાશ અને માંગ દવા તરીકે નથી તેનાથી ૧૦૦ ગણો વધારે જથ્થો ગાંધીધામ-કંડલા સંકુલમાં તે મંગાવાયા છે અને વેંચવામા આવી રહ્યો છે? આવામાં સીધો જ અર્થ થાય છે કે, આવી શીશીઓ વેંચનારાઓ નકલી બનાવટો પણકરી શકે છે અને અતિ ઘાતક એવા કોલન વોટર શીશીઓ જો નકલી બની જાય તો તે નકલી વસ્તુ તો કેટલી જીવલેણ પુરવાર થવા પામી શકે તેમ છે? તે સમજી શકાય તેમ છે. આવામાં અહી સવાલ એ થાય છે કે, મંજુરી મળેલ છે, ગુજરાતમાં કારખાના છે, ગુન્હો બનતો નથી તો પોલીસ કાર્યવાહી કરે તો શું? તેવામાં જાણકારોની વાત માનીએ તો લઠ્ઠાકાંડ કરતા પણ વધારે જીવલેણ અને ઘાતક પુરવાર થઈ શકે તેવા કોલનવોટર-શીશીઓને અટકાવવાને માટે પોલીસે સામે ચાલીને સરકારને રીપોર્ટ કરવો જોઈએ કે, આવી શીશીનો કંડલા-ગાધીધામમાં કદાચ કાંડ બને તો અમે જવાબદાર નથી? આંકડાઓ સાથેના સચોટ અહેવાલની સત્યતા ચકાસી અને સરકાર જાહેરનામુ બહાર પાડી શકે છે અને તે પછી આવી શીશીઓનો વેંચાણ થતો અટકાવી શકાય છે. નોધનીય છે કે, વેળાસર જ આ બાબતે હરકતમાં નહી આવે તો જે રીતે રાજકોટમાં શીશીકાંડ બન્યો હતો તેવો જ ગંભીર પ્રકરણ હવે લઠ્ઠાકાંડ બાદ કંડલા કોમ્પલેક્ષમાં શીશીકાંડનો બનવા પામી જશે તેવી ચિંતા જાણકારો દ્વારા દર્શાવવામા આવી રહી છે.