ગાંધીધામ-અંજારમાં ભાજપને જંગી લીડથી જીતાડજો : કચ્છી રાજગોર સમાજ પૂર્વ કચ્છની અપીલ

ગાંધીધામ : ગાંધીધામ અને અંજારના ભાજપના ઉમેદવારને કચ્છી રાજગોર સમાજ પૂર્વ કચ્છ દ્વારા સમર્થન જાહેર કરવામા આવ્યું છે. એક યાદીમાં જણાવ્યા અનુસાર કચ્છી રાજગોર સમાજ કચ્છ રાજગોર મહીલા મંડળ તથા કચ્છી રાજગોર યુવક મંડળ તમામ પૂર્વ કચ્છનાઓ અંજાર મતવિસ્તાર ભાજપના લોકલાડીલા ઉમેદવાર વાસણભાઈ આહીર તથા ગાંધીધામના ઉમેદવાર માલતીબેનને સંપૂર્ણ બહુમતીથી જીતાડવા અપીલ કરેલ છે. શંભુભાઈ એસ વ્યાસ પ્રમુખ કચ્છી રાજગોર સમા હેમલતાબેન કે મોતા પ્રમુખ કચ્છી રાજગોર મહીલા મંડળ, મેહુલ રામચંદ્ર નાકર પ્રમુખ કચ્છી રાજગોર યુવક મંડળ તથા સમસ્યત કારોબારી સભ્યોની યાદીમાં જણાવાયુ છે.