ગાંધીધામાંથી બે પેટી શરાબ પકડાયો

ગાંધીધામ : શહેરના મહેશ્વરીનગર ઝુંપડામાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે બે પેટી શરાબ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામ એ ડિવીઝન પીઆઈ બી.એસ. સુથારને મળેલ બાતમી આધારે મહેશ્વરીનગર ઝુંપડામાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ ગાંગજી મહેશ્વરીના મકાનમાં ડીસ્ટાફના સહાયક ફોજદાર મંગલભાઈ વિંઝોડાએ સ્ટાફ સાથે છાપો મારી ઈગ્લીશ દારૂની બોટલો નંગ ર૪ કિં.રૂા. ૮૪૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી જતા તેના સામે પ્રવિણભાઈ આલે ફોજદારી નોંધાવતા આરોપીને ઝડપી પાડવા મંગલભાઈ વિંઝોડાએ ચક્રો ગતિમાન કરેલ છે.