ગાંધીધામમાં ૩પ હજારની રોકડ સાથે જુગાર રમતા ચાર ખેલીઓ પકડાયા

ગાંધીધામ : શહેરના ભારતનગર વિસ્તારમાં જુગાર રમતા ચાર ખેલીઓને એલસીબીએ ૭૪,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ૯/બી ભારતનગર પ્લોટ નંબર ૮પ૪ વાળા મકાન સામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ચાંદકુમાર ચીમનરામ જાટ, ભોજારામ દેવારામ ઉર્ફે દેવજી પરિહાર, વિષ્ણુકુમાર ગોવિંદ પટેલ, ભરત છોટાલાલ કંકોડિયા (રહે તમામ ગાંધીધામ)ને એલસીબીની ટીમે છાપો મારી રોકડા રૂપિયા ૩૪,૭૦૦ તથા એક્ટિવા નંબર જી.જે. ૧ સીબી પ૩૧૯ કિ.રૂા. ર૦ હજાર તેમજ સ્કુટી પેપ જી.જે. ૧ર બી.ડી. ૭૬૧૪ કિ.રૂા. ર૦ હજાર મળી ૭૬,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગાંધીધામ એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા.