ગાંધીધામમાં હુક્કાબારનો પર્દાફાસ

આરઆર સેલની ટીમે છાપો મારી બે શખ્સો ૧૧,૬૦૦ના મુદ્દામાલ સાથે  ઝડપી પાડી એ ડિવીઝન પોલીસના હવાલે કર્યા

 

ગાંધીધામ ઃ શહેરના સેકટર નંબર ૧/એ રાધેકોમ્પલેક્ષના બીજા માળે દુકાન નંબર ર૬૪માં કાર્યરત ધ ફલેવર્સ ફ્રુડ એન્ડ બેવરેજીસ નામની દુકાનમાં આરઆર સેલની ટીમે છાપો મારી બે શખ્સોને ૧૧,૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હુક્કાબારનો પર્દાફાસ કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદી બોર્ડર રેન્જના આઈજીપી પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ આરઆર સેલની ટીમે ગત સાંજે ૭ઃ૧પ કલાકે છાપો માર શંભુભાઈ કરશનભાઈ બવા (આહીર) (ઉ.વ.૩૧) (રહે. નંદગામ નાની ચિરઈ તા.ભચાઉ) તથા નરેન્દ્રસિંહ ભીમભા વાઘેલા (ઉ.વ.ર૮) (રહે. પ્લોટ નંબર ૩૮, પ્લોક નંબર ૯/એઈ, ડીએનવી કોલેજની બાજુમાં ગાંધીધામ)ને પકડી પાડ્યા હતા. આરોપીઓએ હુક્કાબારમાં સગીર વયના યુવકોને પ્રવેશ આપી એકબીજાની મદદગારીથી જુદી જુદી ફલેવર્સના હુક્કા ભરી કિશોર વયના ગ્રાહકોને હુક્કાબારમાં બેસાડી તમાકુનું સેવન કરાવી તમાકુ અધિનિયમનની જાગવાઈઓ મુજબ સ્મોકીંગ એરિયાનું બોર્ડ તથા તમાકુથી નુકશાન થાય છે તેવા બોર્ડ ન રાખી તેમજ ગ્રાહકના રજીસ્ટર નહી નિભાવી આઈડી પ્રફુ નહી મેળવી હુક્કાબાર ચલાવતા હોઈ તેમના સામે જુવેનાઈલ જસ્ટીલ એકટ કલમ ૭૭ તથા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ) તેમજ વેપાર અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ (ગુજરાત સુધારો) ધારો ર૦૧૭ની કલમ ર૧/એ મુજબ આરઆર સેલના હેડ કોન્સ જેન્તીલાલ વાઘેલાએ બન્ને આરોપીઓ સામે સરકાર તરફે એ ડિવીઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. આરોપીઓ પાસેથી તમાકુ નિશ્ચિત જુદા જુદા ૧૦ ફલેવર્સ, ૬ હુક્કા વિગેરે મળી ૧૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ એ ડિવીઝન પોલીસેને સોંપતા પીએસઆઈ એસ.જે. ભાટીયાએ તપાસ હાથ ધરેલ છે. હુક્કાબારનો પર્દાફાસ કરવાની કામગીરીમાં પીએસઆઈ એ.આર. રબારી સહાયક ફોજદાર કિરીટસિંહ ઝાલા, હેડ કોન્સ જેન્તીલાલ વાઘેલા, કિશોરસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.