ગાંધીધામમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર આર.આર. સેલનો દરોડો

૧પ જુગારી રર.૩૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગાંધીધામ : શહેરના આદિપુર – ગાંધીધામ વચ્ચે આવેલા સિંધુ ભવન સ્થિત નેકસેસ ક્લબમાં આરઆર સેલની ટીમે છાપો મારી ૧પ ખેલીઓને રર.૩૯ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સરહદી રેન્જના આઈજીપી ડી.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર.આર. સેલના પીએસઆઈ જી.એમ. હડિયા તથા સ્ટાફે છાપો મારી જુગાર કલબનો પર્દાફાશ કર્યો હતો. જુગાર રમતા ત્રિભુવન શંકર પંડ્યા (રહે સિંધુ ભવન), અનિરૂદ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે આદિપુર), અરવિંદ રામજી પરમાર (રહે ગાંધીધામ), કમલ રામચંદ્ર શિવદાસાણી (રહે ગાંધીધામ), અકબર રઝાક મુનશી (રહે ગાંધીધામ), નાસીર મામદ હાફીઝ (રહે ગાંધીધામ), નરેશ હઠીરામ શરાફ (રહે ગાંધીધામ), કાર્તિક હોરીપદા સરકાર (રહે ગાંધીધામ), ધર્મેન્દ્ર દોલત છાસટિયા (રહે આદિપુર), દેવરાજ શંભુ ચાવડા (રહે મોડવદર), હમીર વાલજી આહિર (રહે આદિપુર), સુરેશ ભીખા આહિર (રહે આદિપુર), સામજી સવા આહિર (રહે ગોપાલનગર, ટપ્પર, તા. અંજાર), સામજી મહાદેવા બવા (રહે આદિપુર)ને રોકડા રૂપિયા ૧,પ૦,૭૦૦ તથા ૧૮ મોબાઈલ કિ.રૂા. ૮૮,પ૦૦ તેમજ ૯ વાહનો કિ.રૂા. ર૦ લાખ તેમજ જુગાર રમવાના ઉપયોગમાં લેવાતા અલગ અલગ કલરના ર૩૮ નંગ કોઈન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતો. દરોડાની કામગીરીમાં પીએસઆઈ જી.એમ. હડિયા સાથે સ્ટાફના સહાયક ફોજદાર પરીક્ષિતસિંહ જાડેજા, મેઘજીભાઈ મહેશ્વરી તથા જયદીપસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.