ગાંધીધામમાં સોના-ચાંદીની દુકાનમાંથી ૮૩ હજારનું ખાતર પાડતા તસ્કરો

ગાંધીધામ : શહેરના ભારતનગર વિસ્તારમાં ગુરૂકૃપા સોસાયટીમાં આવેલી સોના-ચાંદીની દુકાનને નિશાન બનાવી તસ્કરો ૮૩ હજારના દાગીના તફડાવી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સાધુવાસવાણી આદિપુરમાં રહેતા લક્ષ્મણભાઈ ચીમનભાઈ ટંડનની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓની ભારતનગરમાં ગુરૂકૃપા સોસાયટીમાં દુકાન નંબર ૭ર૧માં જય અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ગત તા.૧૯-૮-૧૮ના રાત્રિના નવથી ર૦-૮-૧૮ના સવારના સાડા સાત દરમ્યાન તેઓની બંધ દુકાનના કોઈ ચોરોએ શટરના તાળાં તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલા સોનાના પેન્ડલ નાના બાળકના નંગ ૧૦ કિંમત રૂા.૧૦ હજાર, સોનાના કેયડા નાના બાળકના નંગ ર કિંમત રૂા.પ હજાર, નાના બાળકોની સોનાની વીંટી નંગ ૪ કિંમત રૂા.૧૦ હજાર, સોનાની કાનની બુટ્ટી નંગ ર કિંમત રૂા.૯ હજાર, ચાંદીના સાંકળા નંગ ર૦ કિંમત રૂા.૩૦ હજાર, ચાંદીના કળા નાના બાળકોના નંગ ૭ કિંમત રૂા.૭૦૦૦, ચાંદીની ચેઈન નંગ ૬ કિંમત રૂા.૬ હજાર એમ કુલ ૮૩,૦૦૦ની ચોરી કરી જતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગંધપારખુ શ્વાન, એફએસએલ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી પીએસઆઈ જે.એમ. ગઢવીએ તપાસ હાથ ધરી હતી.