ગાંધીધામમાં સીએમને આવકારવા તડામાર તૈયારીઓ

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમાભારતી પણ આવતીકાલે ગાંધીધામના બનશે મહેમાન

કેપીટી ગુડઝસાઈડથી ર૦૦થી વધુ બાઈકની વિશાળ રેલી મારફતે સીએમનું કરાશે ભવ્ય સ્વાગત ઃ જાહેરસભા સ્થળે ભાજપની ટીમ દ્વારા ચાલતી તડામાર તેયારીઓ ઃ ડીવાયએસપીશ્રી વાઘેલાની ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની કરાઈ સમીક્ષા
ગાંધીધામ ઃ ગુજરાતની પ્રગતિશીલ સરકારના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આવતીકાલે કચ્છના મહેમાન બની રહ્યા છે અને સાંજે ચાર કલાકે શહેરના શકિતનગર મેદાન ખાતે વીશાળ જનસભાને સંબોધન કરવાના છે ત્યારે ગાંધીધામમાં ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળ ભાજપની ટીમ દ્વારા આ કાર્યક્રમને તયારીઓને અંતિમ આપે આપવામા આવી રહ્યો છે અને તેને લઈને તડામાર તેયારીઓ ચાલી રહી છે ત્યારે બીજીતરફ પ્રસાસનીક રીતે પણ તંત્રના અધીકારીગણ દ્વારા અહી સમીક્ષાઓ હાથ ધરવામ આવી રહી છે.  નોધનીય છે કે ભાજપના યુવાનો દ્વરા આવતીકાલે સીએમના કાફલાને કેપીટી ગુડઝ સાઈડ પાસેથી ર૦૦ની બાઈની સાથે સભા સ્થળ સુધી દોરી લાવવામા આવશે. તેની સાથેજ આજ રોજ અહી ડીવાયએસપી શ્રી વાઘેલા સાહેબ સહિતનાઓ દ્વરા અહી સુરક્ષા સમીક્ષા હાથ ધરવામા આવી હતી.