ગાંધીધામમાં શ્રાવણી જુગાર રમતા નવ શખ્સો પર હજારની રોકડ સાથે ઝડપાયા

સેકટર નંબર ૩માં અડધી રાત્રે જામેલી બાજીને પોલીસે બગાડી : ૯પ૮૦૦નો મુદ્દામાલ કરાયો હસ્તગત

 

ગાંધીધામ : શહેરના સેકટર નંબર ૩, પ્લોટ નંબર ૧૧૪ સામે જાહેરમાં જુગારની જામેલી બાજી પર પોલીસે અડધી રાત્રે તરાપ મારી નવ ખેલીઓને પ૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના ર.૩૦ વાગ્યે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ ચુનીલાલ સથવારા (ઉ.વ.૩૬), ભગવાનજી લખમણભાઈ સથવારા (ઉ.વ.૪૩), ગુણવંત લાલજી પટેલ (ઉ.વ.૪૪), મેહુલ ખીમજી સથવારા (ઉ.વ.૩પ), જીતેશ લાલજી સથવારા (ઉ.વ.૩૭), મુકેશ ખીમજી સથવારા (ઉ.વ.૪ર), સંતોષ કાન્તીલાલ સથવારા (ઉ.વ.ર૭), કપિલ પાંચા સથવારા (ઉ.વ.૩૭) તથા મુકેશ ભગવાનજી સથવારા (ઉ.વ.પ૭) (રહે. તમામ ગાંધીધામ)ને બી ડિવિઝન પી.આઈ. ડી. વી. રાણા તથા હેડ કોન્સ. રામદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે છાપો મારી રોકડા રૂા. પ૩,૮૦૦/- તથા મોબાઈલ નંગ ૩ કિંમત રૂા. ૪ર હજાર મળી ૯પ,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.